ગિફટ – લગ્નને એક વર્ષ પૂરું થયું હતું અને તેના પતિને જરાપણ ઉત્સાહ નહોતો…

“ગિફટ”
રીતુ…ખુબજ મસ્તી ખોર ચુલબુલી.અને એક મિનિટ પણ બંધ ના રહે તેનું મો અને બધાને પોતાના કરી દેવાની કળા તો એનેજ આવડે.. હવે વાત ચાલે છે રીતુના લગનની અને બધા એવુજ કહે છે આને કેવો છોકરો મળશે..ભગવાન જાણે????


અને એક દિવસ રીતુને જોવા છોકરાવાળા આવે છે. અને તેમને રીતુ પસંદ પડે છે .અને રીતુનું લગ્ન નક્કી થયું રાકેશ સાથે રાકેશ ખુબજ શાંત અને કામ પૂર્તિજ વાત કરવા વાળો પણ દેખાવ માં એક દમ સ્માર્ટ ખુબજ દેખાવળો એક નજરમાં જ ગમી જાય એવો અને વાત નક્કી થઇ ચુલ બુલી રીતુ તેનું બોલવાનું ચાલુ રાખતી અને રાકેશ બધું સાંભળતો અને સ્માઈલ કરતો પણ એને રીતુ ખુબજ ગમવા લાગી અને તેના લગ્ન હવે રીતુ સાથે જલ્દી થાય તેવું વિચારવા લાગ્યો અને એ દિવસ આવી ગયો અને રીતુ રાકેશ ના લગ્ન થઇ ગયા.


ઘર માં બધા રીતુ થી ખુશ રાકેશ ની જોબ પણ સારી એટલે આર્થિક રીતે કોઈ વાંધો આવે એવું નહતું અને એટલે રીતુ ઘર માં જ રહેતી અને ઘરમાં સાસુ સસરા બધા સાથે રેહતી દિવસમાં એક વાર રાકેશ ફોન પર શું કરે છે એવું પૂછી લેતો અને એની આગળ કોઈ વધારે વાત ન કરતો અને રીતુ અકડીઈ જતી અને આ રોજનો નિયમ સાંજે રાકેશ આવતો ત્યારે સાથે જમવા નું અને બસ એક સ્વીટ સ્માઈલ આપતો પણ રીતુ અકળાઈ જતી પણ રાતપડે રાકેશ એને પોતાના માં સમાઈ લેતો ત્યારે રીતુ ને લાગતું આના જેવું સુખ બીજે ક્યાં નથી!!!!

અને એ પોતાનો બધો ગુસ્સો અકડામણ ભૂલી તેની બાંહો માં સમાઈ જતી પણ પાછું સ્ત્રી હ્રદય એટલે..વિચારો તો એવાજ કરે બીજા બીજાના હસબંડ કેમ આટલા રોમેન્ટિક હોય છે???? પોતાની પત્ની ને બહાર લઈજાવું શોપિંગ કરાવવું અને હાથ માં હાથ નાખી કોઈ એકાંતમાં બેસવું આવું કેમ મારા નસીબ માં નથી????અને દુઃખી થઇ જતી …


પણ એ જો પોઝિટિવ વિચારે તો પ્રેમાળ પતિ માં બાપ જેવા સાસુ સસરા અને પોતાની મરજી મુજબ જીવન જીવવાની છૂટ જે લગ્નન પછી બધા ના નસીબમાં ના હોય એવું જીવન જીવવાનું હતું પણ રીતુ તોય દુખી રેહતી . જાણે કૈક ખૂટ તું હોય તેવું એને લાગતું અને આજે એના લગ્નને 1 વર્ષ પૂરું થયું આજે તેની મેરેજ એની વર્ષી હતી એ ખુશ હતી પણ રાકેશ તરફથી કોઈ પ્રતિ ભાવ ના મળવાથી થોડી અપસેટ હતી સાંજે જેવો રાકેશ ઘરે આવ્યો એટલે વિચાર વા માંડી કેવો માણસ છે.???એને કોઈ ફરક નથી પડતો !!!પણ થોડી વારમાં જ રાકેશ તૈયાર થઇ આવ્યો અને કહે આજે મારા મિત્ર ના ઘરે જવાનું છે તું જલ્દી તૈયાર થઇ જા!!!અને રીતુ કશું પણ બોલ્યા વગર તૈયાર થઇ ગાડી માં બેસી ગઇ.


ગાડી એક મોટી હોટેલ પાસે ઉભી રાખી એટલે રીતુ કહે તમાંરા મિત્ર ને અહી મળવા જવા નું છે રાકેશ કહે હા તું ચાલ તો ખરી !!!અને રાકેશ રૂમ ની ચાવી લઇ રીશેપનિશ શાથે કંઈક વાત કરી પણ રીતુ કઈ સમજતી ના હતી કે આ શું ચાલે છે.??એને તો બસ એજ ખબર કે એના ફ્રેન્ડ ને મળવાનું છે અને રાકેશ તેને હાથ માં હાથ નાખી હોટેલ માં જ્યાં રૂમ બુક કર્યો છે ત્યાં લઇ જાય છે જેવું બારણું ખોલે છે ત્યાંજ ફૂલોનો વરસાદ થાય છે અને સજાવેલો રૂમ અને હેપી મેરેજ એનિવર્ષી માય રીતુ . ડાર્લિંગ…આઈ લવ યુ…અને રીતુ આ સરપ્રાઈઝ જોઈ રાકેશ ને વળગી પડે છે.

રાકેશ માટે એને બધી ફરિયાદ દૂર થઇ જાય છે….અને રાકેશ એટલુંજ કહે છે રીતુ હું તને બહુ પ્રેમ કરું છું પણ તને કહી નથી શકતો . અને ત્યાંજ રીતુ તેના મો ઉપર હાથ મૂકી દે છે અને કહે છે.. તમારે કોઈ ખુલાસો આપવાની જરુર નથી . ..હું તને સમજી ના શકી તે બદલ સોરી અને રીતુ પહેલી મેરેજ એનિવર્ષી ને જાણે આજેજ લગ્નની પહેલી રાત હોય તેવો અનુભવ કરે છે…અને રાકેશ કહે છે કેવી લાગી મારી ગિફ્ટ…સરપ્રાઈઝ ગિફ્ટ…..


હું એવું માનું છું કે દરેક સ્ત્રી એ પોતાનો પતિ અંતર મુખી હોય કે પ્રેમ નો એકરાર બીજા ની જેમ ના પણ કરી શકે તો એ તમને પ્રેમ નથી કરતો એવું માનવાની ભૂલ ક્યારેય નહિ કરવી પતિ પત્ની નો સબંધ પ્રેમ અને વિશ્વાસ થી ચાલે તેમાં દેખાવ કરે એ જરૂરી નથી..

લેખક : નયના નરેશ પટેલ..

રોજ આવી નાની નાની અને સમજવા જેવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ