શિયાળામાં ગામડાનાં ખેતરની મોજ માણો ઘરે બેઠા એ પણ ‘લીલી ભાજીનો ધૂટો’

લીલી ભાજીનો ધૂટો

સામગ્રી (વ્યક્તિ દીઠ લેવી):

મેથીની ભાજી,

પાલકની ભાજી,

તાંદલજાની ભાજી,

ચીલની ભાજી,

સુવાદાણાની ભાજી,

રાયણાનાં પાંદડા,

લીલું લસણ અને તેના પાંદડા,

દૂધી,

મૂળાના પાંદડા,

આદું અને સુરતી મરચા,

મોળા મરચાં.

રીત :

સૌ પ્રથમ બધી ભાજીને સમારવી.

ત્યારબાદ, બધી ભાજીને મિક્સ કરી બાફવી.

થોડી બફાઈ જાય ત્યારે ઉપરથી સુવાનીભાજી નાખી ફરી થોડી બાફવી અને પછી સુરતી મરચા અને આદું નાખ્યા પછી તેને થોડું ગ્રાઈન્ડર કરવું.

અને પછી પાંચ મિનીટ ગેસ ઉપર રાખવું અને પછી ગેસ ઉપર રાખવું. થોડીવાર ગેસ પર રાખી ઉતારી લેવું.

હવે, ગરમા ગરમ ઘૂટો તૈયાર છે. ઉપરથી સ્વાદ અનુસાર મીઠું નાખવું.

મિત્રો, આપ સૌને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટમાં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી