વાંચી લો પહેલા આ આર્ટિકલ અને પછી ઘરમાં વાવો આ 5માંથી એક વૃક્ષ, રહેશે સુખ-સમૃદ્ધિ

ઘરમાં આ 5 વૃક્ષમાંથી એક વૃક્ષ વાવો, ઘરમાં હંમેશા રહેશે સુખ-સમૃદ્ધિ

વૃક્ષો વાવવા અને તેને ઉછેરવાનું સૂત્ર પર્યાવરણ બચાવવા માટે તો આપવામાં આવે જ છે. પરંતુ વૃક્ષોનું ધાર્મિક મહત્વ પણ હોય છે. છોડ અને વૃક્ષ આપણી આસપાસ ફેલાયેલી નકારાત્મક ઊર્જાને દુર કરે છે. પરંતુ કેટલાક છોડ એવા છે જે આપણે ઘરમાં રાખવા જ જોઈએ.

કારણ કે તેનાથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તો આજે તમને આવા જ પાંચ ઝાડ વિશે જણાવીએ જે ઘરમાં હોય તો લક્ષ્મીજીની કૃપા તમારા પર વરસતી રહેશે.

મીઠો લીમડો

image source

મીઠો લીમડો ઉગાડવો સરળ હોય છે. પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મીઠો લીમડો ઉગાડવાથી રાહુ, કેતુ, અને શનિ આ ત્રણેય ગ્રહો શાંત થાય છે. આ ગ્રહ દોષ દૂર થવાથી નકારાત્મક વિચારો પણ દુર થાય છે. ઘરમાંથી ક્લેશ દૂર થશે અને મહત્વના કામમાં આવતી અડચણો દૂર થાય છે.

તુલસી

image source

આ વાત તો સૌકોઈ જાણે જ છે કે તુલસીનો છોડ ઘરમાં હોવો જ જોઈએ. તુલસીના છોડનું વૈજ્ઞાનિક તથા ધાર્મિક બંને રીતે મહત્વ રહેલું છે. જો તુલસીનો છોડ ઘરમાં હશે તો તેનાથી દરેક પ્રકારના નકારાત્મક વિચારો દુર થાય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય છે એ ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરતી નથી. તુલસીને સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તુલસીનો છોડ ઘરમાં અચૂક રાખવો.

આમળા

image source

આમળાના વૃક્ષનું પણ ધાર્મિક રીતે ખુબ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આમળાના ઝાડમાં ભગવાન વિષ્ણુ સ્વયં વાસ કરે છે. જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય ત્યાં સ્વાભાવિક છે કે માતા લક્ષ્મીની કૃપા રહે જ. તેથી આમળાનું ઝાડ પણ ઘરમાં હોય તે શુભ માનવામાં આવે છે.

આંકડો

image source

આંકડાનું ઝાડ ભગવાન ગણેશ તથા હનુમાનજીનું પ્રિય વૃક્ષ છે. આંકડાનું ઝાડ ઘરમાં ઉછેરવાથી ભગવાન સૂર્યની કૃપા હંમેશા બની રહે છે. ભગવાન સૂર્યની કૃપા જાતક પર હશે તો સમાજમાં દરેક જગ્યાએ માન સમ્માન વધે છે. હનુમાનજીને પણ આંકડાનું ઝાડ ખુબ પ્રિય છે. તેથી જ હનુમાનજીને આંકડાના ફૂલની જ માળા ચડે છે. જો આંકડો ઘરમાં હશે તો હનુમાનજીની કૃપા સદા તમારા પર બની રહેશે.

પારીજાત

પારીજાતનું વૃક્ષ સમુદ્રમંથન વખતે પ્રાપ્ત થયું હતું. કહેવાય છે કે આ વૃક્ષ દેવતાઓને ખુબ પ્રિય છે. પારીજાતના વૃક્ષને સ્વર્ગમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. ઘરમાં પારીજાતનું વૃક્ષ હશે ત્યાં દેવતાઓનો વાસ હશે તેવું માનવામાં આવે છે. આ વૃક્ષ ઘરમાં હોય તો દરેક પ્રકારનો દેવદોષ દૂર થાય છે.

image source

આ વૃક્ષોમાંથી કોઈ એક પણ તમારા ઘરમાં હશે તો દરેક સમસ્યા દૂર થશે. ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે તેને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં જ લગાવવા. અન્ય કોઈ દિશામાં તેને લગાવવામાં આવે તો તેનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. આ ઉપરાંત તેમાં રોજ એક લોટો પાણી અચૂક ચઢાવવું. તેને ક્યારેય કોરું રાખવું નહીં. વૃક્ષ પ્રસન્ન રહેશે તો માતા લક્ષ્મી પણ પ્રસન્ન રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ