શીરો, સુખડી તો બનાવતા જ હશો, આજે ટ્રાય કરો ઘઉંના લોટનો પાક, સૌને ભાવશે

ઘઉંના લોટનો પાક

સુખડી કે ગોળપાપળી તો તમે લોકો બનાવતા જ હશો પણ શું તમે લોકો ઘઉંના લોટનો પાક બનાવો છો?
આ પાક ખાવામાં તો ખૂબ સ્વાદિષ્ટ છેજ પણ સાથે-સાથે આ પાક ખાવાના ફાયદા પણ છે,
શરદીમાં તેમજ કમ્મર ના દુખાવામાં રાહત આપવામાં આ પાક ખૂબજ ઉપયોગી છે.
તો ચાલો બનાવીએ

ઘઉંના લોટનો પાક 

સામગ્રી:

• ૧ વાટકો ઘઉંનો લોટ,
• પોણો વાટકો ઘી,
• ૨ ચમચી કાટલુ,
• ૨ ચમચી ગુંદ,
• ‍અડધી ચમચી સૂંઠ પાઉડર,
• ૧૫ થી ૨૦ કાજૂ અને બદામના ટુકડા,
• પોણો વાટકો ગોળ,
• ૨ ચમચી ટોપરાનું ખમણ.

રીત:

૧ એક લોયામાં ઘી ગરમ મૂકીને કાજુ અને બદામના ટુકડા તેમા લાઇટ બ્રાઉન કલરના તળી ને એક ડિશમાં કાઢી લેવા.

૨ એજ ઘી માં ઘઉંનો લોટ અને સૂઠ પાઉડર લાઇટ બ્રાઉન કલરનો શેકી લેવો અને ગેસ બંધ કરી દેવો.

૩ ગુંદ ને મિક્સ્ચરમાં એકદમ ઝીણો પીસીને શેકેલા ગરમ લોટમાં નાખી દેવો અને મિક્ષ કરી લેવો જેથી ગુંદ ફુટી જાસે.

૪ શેકેલા લોટમાથી વરાળ નીકળી જાય અને સાવ નાસેકુ રે ત્યારે ગોળ,કાટલુ,કાજુ અને બદામ નાખીને મિક્ષ કરી લેવું

.૫ ઘી થી ગ્રીસ કરેલી એક ડિશમાં પાક પાથરીને ઉપરથી ટોપરાનું ખમણ પાથરવું.

એકસરખા પીસ કરીને ડબ્બામાં ભરી દો.

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી