ઘઉંના લોટના પાંઉ કુકરમાં – માર્કેટ જેવા જ પાંઉ હવે બનાવી શકાય છે એ પણ ઓવન વગર, તો નોંધી લો સ્ટેપ બાય સ્ટેપ રેસિપી….

ઘઉંના લોટના પાંઉ કુકરમાં

તમે ક્યારેય વિચાર્યું છે કે ઘરે પણ માર્કેટ જેવા જ પાંઉ બનાવી શકાય ??? એ પણ ઓવન વગર… નહિ ને તો ચલો

આજે આપણે બનાવીશું ઘઉં ના લોટ ના પાંઉ એ પણ કુકર માં. ઘઉં ના લોટ માંથી બનતી બધી જ બેકરીની અઈટમ મેંદા કરતા પોષ્ટિક ગણાય છે. જે લોકો મેંદા ના લીધે પાંઉ જેવી વસ્તુઓ નથી ખાઈ સગતા તે લોકો માટે આ રેસીપી ખુ જ કામ ની છે. ઘરે જ પાંઉ બનાવી શકાય છે. અને જેના માટે ઓવન કે માઇક્રોવેવ ની પણ જરૂર નથી પડતી. ઘઉં ના લોટ ના પાંઉ પણ એકદમ સોફ્ટ બને છે.

ઘર માં ઉપયોગ માં આવતી સામગ્રીઓ થી જ તમે ઘરે પાંઉ બનાવી શકો છો. જે ખુબ જ ટેસ્ટી બને છે.અને તેને ૧-૨ દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે.

સામગ્રી:

  • ૨ વાડકા ઘઉં નો લોટ,
  • ૧ ચમચી તેલ,
  • ૧ ચમચી એક્ટીવ યીસ્ટ,
  • ૧ ચમચી નમક,
  • ૨ ચમચી દળેલી ખાંડ,
  • ૧ ગ્લાસ પાણી (લોટ બાંધવા),
  • ૨૫૦ ગ્રામ નમક (બેકિંગ માટે).

રીત:

સૌપ્રથમ આપણે લઈશું ઘઉં નો લોટ મેં ૨ વાડકા જેટલો લીધો છે. આપણે મોટી સાઈઝ ના પાંઉ બનાવવા હોય તો વધારે પણ લઇ શકાય. પછી લઈશું તેલ જે લોટ બાંધવા માટે ઉપયોગ કરીશું. ત્યાર બાદ લઈશું એક્ટીવ યીસ્ટ તેને આપણે ૧૦-૧૫ મિનીટ પેહલા અડધી વાટકી પાણી માં પલાળી લેવી. ત્યાર બાદ નમક અને દળેલી ખાંડ લઈશું લોટ માં ઉમેરવા. અને પાણી લોટ બાંધવા અને છેલે લઈશું ૨૫૦ગ્રામ નમક કે છે કુકર માં નીચે પાથરી દઈશું.હવે પેહલા આપણે એક કુકર માં નીચે નમક પાથરી લઇ તેનું ઢાંકણું બંદ કરી તેને ગરમ થવા માટે મૂકી દઈએ. તેના માટે નમક ની જગ્યા એ રેતી પણ લઇ શકીએ છીએ. તેને ૧૫-૨૦ મિનીટ સુધી ગરમ કરી તેમાં વરાળ ઉત્પન થવા માટે મૂકી દઈશું.હવે આપણે લીધેલી એક્ટીવ યીસ્ટ ને પાણી માં ૧૦-૧૫ મિનીટ સુધી પલાળી લેવી. જેથી તે યીસ્ટ એક્ટીવ થઇ જાય. યીસ્ટ એક્ટીવ થઇ ગયા બાદ આપણે એક મોટા બાઉલ માં ઘઉં નો લોટ લઈશું. અને તેમાં પેહલા ઉમેરીશું પલાળેલી યીસ્ટ.ત્યાર બાદ તેમાં ઉમેરીશું નમક અને દળેલી ખાંડ. અને રોટલી નો લોટ બાંધીએ એવી જ રીતે પાણી ઉમેરી લોટ બાંધી લેવો. પરંતુ આ લોટ પોચો રાખવો.લોટ બંધાય ગયા બાદ તેમાં ઉમેરીશું તેલ. તેલ ઉમેરી લોટ ને ખુબ જ મસળી લઈશું. ત્યાર બાદ તેને ભીનાં નેપકીન થી કવર કરી ને ૧૫ મિનીટ સુધી મૂકી દઈશું.ત્યાર બાદ લોટ ને ખોલી ને તેન હાથ વડે ખુબ જ મસળી લેવો. અને તેને ગોળ હાથ વડે જ વણી લેવું. ત્યાર બાદ તેના ચારેય છેડા ભેગા કરી. તેને લામ્ચોરસ આકાર આપી દેવો. તમે કોઈ પણ આકાર આપી શકો છો. ત્યાર બાદ તેને એક ટીન ના બોક્ષ માં તેલ લગાળી ને તેને બોક્ષ માં મૂકીદો.હવે તે ટીન ના બોક્ષ ને ૧૫મિનીટ સુધી પ્લાસ્ટિક ની બેગ માં મૂકીદો. જેથી તેમાં આથો આવી જશે અને લોટ એકદમ ફૂલી જશે.ત્યાર બાદ આપણું કુકર પણ ગરમ થઇ ગયું છે. તો કુકર માં ટીન નું બોક્ષ મૂકી દો. અને ૪૦ થી ૪૫ મિનીટ સુધી તેને કુક થવાદો.કુક થઇ ગયા બાદ ઢાંકણું ખોલી પાંઉ માં ચાકુ લગાડી ચેક કરી લો કે બરાબર બની ગયું છે કે નહિ. જો થઇ ગયું હોય તો તેને પ્લેટ માં કાઢી લો.હવે તેના કટકા કરી સેર્વ કરો. ગરમગરમ ઘઉં ના લોટ ના પાંઉ તૈયાર છે. પોસ્તિક પણ અને ટેસ્ટી પણ.

નોંધ: પાંઉ માં યીસ્ટ પણ ના ઉમેરવી હોય તો તેની જગ્યા પર ઈનો પણ ઉમેરી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી