જલ્સા કરોને જેંતીલાલ

ઈન્સટન્ટ્ બનતા ઘઉંના લોટના દહીં વડા સ્વાદમાં બેસ્ટ ને ફટાફટ બની જાય છે.

કેમછો મિત્રો ? આજે હું તમારા માટે ઈન્સટન્ટ્ દહીં વડા લાવી છું. જેમા કોઈપણ પ્રકારની દાળનો ઉપયોગ કરયો નથી .જે જલ્દી પણ બને છે અને ટેસ્ટી પણ છે .પલાળવાની અને પીસવાની ઝઝટ પણ નથી.ઘણા લોકો ને દાળ થી ગેસ ટ્રીક ટ્રબલ થાય છે.તેથી આ વડા બહુ સારા રહે છે.તો ચાલો બનાવીયે….

સામગ્રી :-

રીત :-

એક બાઉલમાં ઘઉંનો લોટ , મીઠું ,આદું, મરચાં ,લાલમરચું ,જીરું નાખી પાણીથી ભજીયા જેવું ખીરું તૈયાર કરો.
બીજા એક બાઉલમાં વડાને પલાળવા પાણી લો.હવે ખીરામાં સોડાનાખી મિકસ કરી ગરમ તેલમાં ધીમા તાપે વડાને ગુલાબી એવા તળી લો.વડા તળાય એટલે તેને પાણીમાં થોડીવાર માટે પલવા દો. વડા ને પાણી માથી નીતારી હાથેથી દબાવી તેને એટ પ્લેટ માં કાઢી લો. 6 હવે સૅવીગ પ્લેટ માં વડા મૂકો પછી તેના પર દહીં નાખો ,ત્યારબાદ તેનાપર બને ચટણી નાખો. 7 હવે તેના પર લાલમરચું ,જીરું પાવડર ,મીઠું સ્પીરનકલ કરો .છેલ્લે કોથમીર નાખી સવૅ કરો.

તો તૈયાર છે જલ્દી બનતા દહીં વડા.જે ટેસ્ટી અને યમી છે.તો આજે જ ટ્રાય કરજો .

નોધં:-
* જો સવારની રોટલીનો લોટ વધ્યો હોય તો પણ તમે તેને થોડો ઢીલો કરી બાકી ઉપરની રીત થી વડા તૈયાર કરી શકો છો.  પાણી ની જગ્યાએ તમે વડાને છાશ માં પણ પલાળી શકો છો.

રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)

Exit mobile version