શું તમારા ઘરનું વિજળીનું બિલ વધારે આવે છે અને તમને સમજાતું નથી કે તેને કઈ રીતે કાબુ કરી શકાય? આ 11 ટિપ્સ તમારા માટે

ઘરના ભારે ભરખમ વિજળીના બિલથી કેવી રીતે બચાશે, વિજળીની બચત માટે જાણો આ ૧૧ ટિપ્સ અને ટ્રિક્સ.

image source

અમે તમને જણાવી રહ્યા છીએ અમુક એવી અસરકારક ટિપ્સ અને ટ્રિક્સ, જેને અજમાવીને તમે તમારા ભારે ભરખમ વિજળીના બિલથી બચી શકો છો.

image source

દર મહિનાના વિજળી બિલને જોઇને આપણે બધા ચિંતાતુર થઈએ છીએ. વિજળીનું બિલ ક્યારેક ઘરમાં ઝગડાનું કારણ પણ બની જતું હોય છે. એ વખતે આપણે એવું વિચારીએ છીએ કે આપણે તો રોજ ઓછામાં ઓછો વિજળીનો વપરાશ કરીએ છીએ, તો પછી આટલું ભારે બિલ કઈ રીતે આવ્યું?

image source

શું તમને ખબર છે કે વધતું વિજળીનું બિલ તમારી બેદરકારીનું કારણ પણ હોઈ શકે છે. કોઈક વાર જ્યાં તમને ઓછા પ્રકાશની જરૂર હોય છે, ત્યાં આપણે હાઈ વોલ્ટેજનો બલ્બ વાપરીએ છીએ. લાઈટ ચાલુ કરીને એને બંધ કરવાનું ભૂલી જવું અને ફ્રિજને વધુ વાર સુધી ખુલ્લું રાખવું જેવી બેદરાકારીઓ સામાન્ય છે.

image source

તમે ઇલેક્ટ્રિસિટી બિલથી ચિંતાતુર છો? શું તમારા ઘરનું વિજળીનું બિલ વધારે આવે છે અને તમને સમજાતું નથી કે તેને કઈ રીતે કાબુ કરી શકાય? તો હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અમે તમને જણાવી રહ્યા છીએ કેટલીક એવી અસરકારક ટિપ્સ અને ટ્રિક્સ જેને અજમાવી તમે તમારા ભારે ભરખમ વિજળીના બિલથી બચી શકો છો.

image source

(૧) સામાન્ય બલ્બની જગ્યાએ લો-એનર્જી બલ્બ વાપરો, જેથી કરીને એનર્જીનો વપરાશ ઓછો થશે.

image source

(૨) ઘરમાં બલ્બની જગ્યાએ સી.એફ.એલ. લાઈટ જ લગાવવી જોઈએ જેનાથી લગભગ ૭૦ % ઉર્જા બચી શકે છે અને સામાન્ય બલ્બ જેટલો જ પ્રકાશ મળે છે.

image source

(૩) જે ફ્રિજમાં “ડી-ફ્રોસ્ટ” સિસ્ટમ નથી હોતી એમાં બરફ વધુ માત્રામાં જામે છે. આ બરફથી ફ્રિજનો કુલીંગ પાવર ઓછો થઈ જાય છે એટલે ફ્રિજરને હંમેશા ડી-ફ્રોસ્ટ કરીને રાખવું. ગરમ ખોરાકને થોડો ઠંડો કરીને જ ફ્રિજમાં રાખવો જેનાથી ઉર્જાની બચત થાય છે.

image source

(૪) ટી.વી., લેપટોપ, ડી.વી.ડી., મિક્ષર જેવાં ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સનો વપરાશ કરીને એમનો પાવર સ્વિચ ઓફ જરૂર કરો.

image source

(૫) ઘરેથી બહાર જાવ એના પહેલાં લાઈટ, પંખો, ગીઝર, એ.સી. વગેરેની સ્વિચ, ગેસનો નોબ અને પાણીનો નળ જરૂર તપાસો અને જો આમાનું કંઈ પણ ચાલુ હોય તો તેને અવશ્ય બંધ કરીને જ બહાર જાવ. સાથે વિજળી, પાણી અન અને ગેસનો વપરાશ એટલો જ કરો જેટલી જરૂર હોય.

image source

(૬) ગરમીથી બચવા માટે એ.સી.ની જગ્યાએ સિલિંગ ફેન કે ટેબલ ફેનનો વપરાશ કરો. એનાથી વિજળીની બચત થશે. જો તમારે એ.સી. ચાલુ કરવું હોય તો ઘરનાં બારી અને બારણાં પહેલાં બંધ કરી લો. શેંડેલિયર, લેમ્પ વગેરેનો વપરાશ ખાસ પ્રસંગોપાત જ કરો.

image source

(૭) એક વાતનું ખાસ ધ્યાન રાખો કે કપડાં પ્રેસ કરતી વખતે કપડાં વધુ ભીના ન કરો, કારણ કે એનાથી વિજળીનો વપરાશ વધુ થાય છે.

image source

(૮) કમ્પ્યુટર પર કામ કરીને હંમેશા પાવર સ્વિચને ઓફ કરો, કારણ કે કમ્પ્યુટરથી વિજળીનો વપરાશ વધુ થાય છે. કમ્પ્યુટર પર કામ કરતાં ક્યારેક જો વચમાં બ્રેક લઈએ તો મોનિટર ઓફ કરી દેવું જોઈએ. કમ્પ્યુટરને સ્લીપ મોડ પર રાખવા ને બદલે શટ-ડાઉન કરી દેવું જોઈએ.

image source

(૯) બજારમાં આજ-કાલ ઘણાં પ્રકારના ઓટોમેટિક ઉપકરણો ઉપલબ્ધ છે જેમાં ટાઈમર સેટ કરવાનો વિકલ્પ હોય છે અને થોડી વધુ વાર સુધી ઉપયોગ થાય પછી જાતે જ બંધ થઈ જાય છે. વિજળીની બચત માટે આવાં ઉપકરણોનો વપરાશ પણ સારો વિકલ્પ છે.

image source

(૧૦) સેલ ફોન, ડિજીટલ કેમેરા અને લેપટોપની બેટરી ચાર્જ કરીને સ્વિચ બોર્ડને યાદ રાખીને બંધ કરો.

image source

(૧૧) ઓર્ડિનરી શાવર હેડમાં પાણીનો વધુ વપરાશ થાય છે તેથી જ ઓર્ડિનરી શાવર હેડની જગ્યાએ વોટર સેવિંગ શાવર હેડ લગાવો. તેનાથી પાણી અને વિજળી બંનેની બચત થશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ