શું ઘરમાં હેંમશા કંકાસ રહે છે ? તો આ ઉપાયોથી કરો ઘરની નકારાત્મક ઉર્જા દૂર !

ઘરની નકારાત્મક ઉર્જા દૂર કરવા આ અસરકારક ઉપાય અજમાવો ! અને તન-મન-ધનથી સમૃદ્ધ બનો !

આપણને હંમેશા આપણા માતાપિતા આપણા મિત્રો આપણા સગાસંબંધીઓ દ્વારા “બી પોઝીટીવ”ની સલાહ આપવામાં આવતી હોય છે. જે જરા પણ ખોટી નથી હોતી. પણ આપણા નેગેટિવ રહેવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. તે માનસિક હોઈ શકે છે, શારિરિક હોઈ શકે છે, આંતરિક હોઈ શકે છે બાહ્ય હોઈ શકે છે. અને કોઈ પણ સંજોગોમાં જીવનમાં આગળ વધવા માટે આ નેગેટીવીટી આપણે હટાવવી જ જોઈએ.

નકારાત્મક ઉર્જાની તમારા જીવન પર અસર

જો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય તો ઘરમાં અવારનવાર કંકાસ થયા રાખે છે, તેના કારણે ઘરમાં રહેતી દરેક વ્યક્તિ વચ્ચે પણ નકારાત્મકતા ઉભી થાય છે જેની અસર સીધી જ ઘરના સભ્યોના કામ પર પડે છે અને તેની અસર તમારી આવક અને જીવન પર પડે છે.

ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવાના આ ઉપાય અજમાવો અને પોઝિટિવીટીથી ભરપૂર જીવન જીવો.

વાસ્તુ શાસ્ત્રમાં નેગેટિવ એનર્જીને ઘર તેમજ ઘરમાં રહેતા લોકો માટે અત્યંત નુકસાનકારક માનવામાં આવી છે. જેના ઘણા ઉપાય પણ તેમાં જણાવવામાં આવ્યા છે. તો ચાલો જાણીએ આ ઉપાયો વિષે અને ઘરમાંથી નેગેટીવ એનર્જીને કહીએ બાય બાય.

તાળી વગાડવી

ઘરમાંથી નેગેટીવીટીને દૂર કરવાનો આ તદ્દન સરળ ઉપાય છે. તેના માટે તમારે તમારા ઘર કે ઓફિસમાં જોર જોરથી પુરા જોશથી તાળીઓ વગાડો આમ કરવાથી નેગેટીવ એનર્જી દૂર થશે. આમ કરવાથી તમારા મન તેમજ મગજ પર સકારાત્મકતા છવાશે.

ઘરમાં વેન્ટીલેશન રહેવું જોઈએ

ઘરના બારી બારણા બને ત્યાં સુધી ખુલ્લા જ રાખવા જેથી ઘરમાં હવા તેમજ ઉજાસ એટલે કે પ્રકાશ એકધારા આવતા રહે. આ ઉપરાંત આ જગ્યાઓ તમારે હંમેશા સાફ રાખવી જોઈએ.

યોગ્ય જગ્યાએ યોગ્ય વસ્તુઓ મુકવી

ઘરની દરેક વસ્તુઓની એક ચોક્કસ જગ્યા નક્કી કરી રાખવી અને તેને ત્યાં જ મુકવી. ઘર અસ્તવ્યસ્ત ન રહેવું જોઈ. આ ઉપરાંત ઘરમાં રહેલી બીનજરૂરી વસ્તુઓ પણ હટાવી દેવી જોઈએ. જે વસ્તુઓનો તમે ઉપોયગ નથી કરતાં તે વસ્તુઓને ઘરમાંથી કાઢી નાખવી જોઈએ.

ઘરમાં ધૂપસળી- અગરબત્તી વિગેરેનો ધૂપ કરો

તમને જ્યારે જ્યારે એવો ભાસ થાય કે ઘરમાં નકારાત્મકતા પ્રવર્તિ ગઈ છે ત્યારે ત્યારે તમારે સવાર સાંજ ઘરમાં સુગંધીત ધૂપસળીઓ સળગાવીને ઘરને સુવાસિત કરતાં રહેવું જોઈએ.

મીઠાનો ઉપાય

તમારા ઘરના ખૂણે ખૂણેથી નકારાત્મક ઉર્જાને દૂર કરવા ઘરના દરેક રૂકમના ચારે ખૂણામાં આખું મીઠુ મુકી દો. તેમ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે, આ ઉપરાંત તમે જ્યારે ઘરમાં પોતું કરો ત્યારે પોતાના પાણીમાં પણ મીઠુ ઉમેરીને નેગેટીવીટીને દૂર કરી શકો છો.

ઘરમાં જાતના જાતના છોડ વાવી ઘરને હરિયાળુ બનાવો.

ઘરમાં જ્યાં ક્યાંય પણ છોડ વાવવા માટે જગ્યા હોય ત્યાં સુંદર મજાના છોડ વાવો, અને આ છોડમાં તુલસી, લક્ષ્મીવેલનો ચોક્કસ સમાવેશ કરો આ ઉપરાંત જો તમારા ઘરનું આંગણું મોટું હોય તો તમારે ત્યાં આસોપાલવ ચોક્કસ વાવવો જોઈ અને ફુલ આપતાં છોડ પણ જરૂર વાવવા જોઈએ.

મીણબત્તી પ્રગટાવો

તમને ઘરમાં જ્યાં જ્યાં નકારાત્મક ઉર્જાનો ભાસ થતો હોય તે તે જગ્યાએ દિવસમાં ઓછામાં ઓછી બે વારતો મિણબત્તી પ્રજ્વલીત કરવી જોઈએ. જો તમે સાદી મિણબત્તીની જગ્યાએ સુગંધવાળી મીણબત્તીને ઉપયોગ કરશો તો તે વધારે અસરકારક રહેશે.

ઘરમાં સ્વચ્છતા જાળવો

“સ્વચ્છતાં ત્યાં પ્રભુતા” આ સુવાક્ય એ તમારી મોટાભાગની સમસ્યાઓનું સમાધાન છે. સ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીનો વાસ છે, સ્વચ્છતા હોય ત્યાં રોગો નથી આવતા અને સ્વચ્છતા હોય ત્યાં લોકોના મન પ્રસન્ન રહે છે અને ઘરમાં નકારાત્મકતા ઉદ્ભવતી નથી. ઘરમાં ક્યાંય પણ ધૂળ ન જામવા દેવી. નિયમિત રીતે ઘરની સાફ સફાઈ કરતા રહેવી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ