ઘરના તમામ સભ્યો બીમાર હોવા છતાં સુરતની આ તબીબે દિકરી સાથે ડોક્ટરનો ધર્મ નિભાવ્યો, પૂરી કહાની વાંચીને તમે પણ કરશો સલામ

સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના રોગચાળાને કારણે ડોક્ટરો હાલમાં ભગવાનનું રૂપ બનીને સામે આવ્યા છે. રાત દિવસ પોતાનો જીવ જોખમમાં મુકીને દરિદ્રનારાયણની સેવા કરી રહ્યા છે. આજે અમે તમને એક એવી મહિલા તબિબ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જોઈને તમને લાગશે કે આ તો હજુ કોલેજમાં ભણતી હશે. માત્ર 45 કિલો વજન અને 5 ફૂટ 3 ઇંચ ઉચાંઈ ધરાવતી વૈદર્ભિ ખરા અર્થમાં કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી કરી રહી છે.

image source

ડો. વૈદર્ભિ પટેલ હાલમાં સુરત સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરની કોન્ટ્રાકટ મેડિકલ ઓફિસર છે. નોંધનિય છે કે, મહામારીના આ કપરા સમયમાં તેમના માતા-પિતા બહેન અને વયોવૃદ્ધ બા કોરોના સંક્રમિત થયા હોવા છતા પણ દર્દીઓ પ્રત્યેની જવાબદારી સાથે પરિવારની એકલા હાથે સારવાર કરી તમામને સાજા કરી એક જવાબદાર દીકરી હોવાનું સાબિત કર્યું છે. નોંધનિય છે કે, ડો. વૈધર્ભિના પિતા કોરોના સંક્રમિત થતા કોવિડ હોસ્પિટલમાં દાખલ હતા. તો બીજી તરફ પિતા સાથે પરિવારની જવાબદારી નિભાવી દિકરી તરીકેની ફરજ પુરી કરી હતી.

આ અંગે ડો. વૈદર્ભિ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, એક સાથે બે જવાબદારી ઉપાડવા માટે એક સરળ ઉપાય છે બસ મનથી મક્કમ અને મજબૂત થવું પડે છે. તેમણે કહ્યું કે, આજે કેરિયરના શરૂઆતના સમયમાં જ કામ અને જવાબદારીથી ભાગવાની આદત પડી જશે તો જીવનમાં આગળ ક્યારેય નહીં વધાય અને હજી મારે ઘણી લાંબી મંજીલ કાપવાની છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, મે મારા માતા-પિતાને સ્ટ્રગલ કરતા જોયા છે. ભલે ભગવાને મારા માતા-પિતાને બે દીકરી આપી હોય પણ હું તો દીકરો બનીને જ બધી જવાબદારી ઉપાડવાની હિંમત રાખું છું અને મારા માતા પિતાની સેવા સાથે મારી ફરજ પુરી કરી રહી છુ.

image source

ડો.વૈદર્ભિ હિરેન પટેલની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તે હાલ 25ની છે અને સુરતના ભટાર ખાતે રહે છે. તેમના પિતા હિરેનભાઈ ઉકાઈ GSECL પાવર સ્ટેશનના IT સેલમાં પ્રોગ્રામર તરીકે કામ કરે છે. નોંધિનય છે કે, કોરોના પોઝિટિવ આવ્યા બાદ 3 એપ્રિલથી કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ હતા અને કોરોનાની સારવાર બાદ ઘરે આવી ગયા છે. તો બીજી તરફ ડો.વૈદર્ભીના માતા હેતલબેન શિક્ષક તરીકે વીડી ગલિયારા સ્કૂલ કઠોરમાં ફરજ બજાવે છે. તમને જણાવી દઈએ કે, તેમને સામાન્ય શરદી-ઉધરસ જણાતા ઘરે જ સાજા થયા છે. તો બીજી તરફ વૈદર્ભિના વયોવૃદ્ધ બા (નાની)ને પણ કોરોનાની રસી લીધા બાદ શંકાસ્પદ લક્ષણો હતા.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે પરિવારના તમામ સભ્યોમાં લક્ષણો જણાયા હતા માત્ર વૈદર્ભિ જ સ્વસ્થ હતી. તેમણે કહ્યું કે છેલ્લા 20 દિવસની પરિવારની જવાબદારીએ વધુ હિંમત આપી છે અને મજબૂત બનાવી દીધી છે. ભલે આ જીવનનો સૌથી અઘરો સમય હતો પણ આજે પણ એવું જ માનું છું કે ચહેરા પર સ્મિત લઈ ને ઉપાડેલી જવાબદારીમાં ક્યારેય નિષ્ફળતા મળતી નથી. આ અંગે તેમણે કહ્યું કે, 2019માં MBBS પાસ કર્યું ત્યારે મમ્મી-પપ્પાના મોઢમાં જે ખુશી જોઈ હતી તે મને આજે પણ યાદ છે. બસ એજ દિવસે નક્કી કરી લીધું હતું કે હું મારા મમ્મી-પપ્પાનો દીકરો જ છું એમની તમામ મનોકામનાઓ પૂરી કરીશ.

નોંધનિય છે કે PGની તૈયારી સાથે ટ્રોમા સેન્ટરમાં કોન્ટ્રાકટ મેડિકલ ઓફિસરની જવાબદારી નિભાવી રહી છું. તેમણે કહ્યું કે, મારું વજન 45 કિલો, ઉંચાઈ 159 સે.મી (5 ફૂટ 3 ઇંચ) છે જેના કારણે મારા સાથી કર્મચારીઓ હોય કે પછી દર્દીઓ એક વાર તો વિચારમાં પડી જાય છે કે આ ડોક્ટર છે કે કોઈ ડોક્ટરની દીકરી, જો કે ડોક્ટર હોવાનું જાણીને તેઓ પણ ખુશ થાય છે. આ ઉપરાંત મારી પાસે સારવાર લઈને ગયેલા દર્દીઓ સાજા થઈને પરત આવે છે ને ઘણા આશીર્વાદ આપી જાય છે. ત્યારે મને ખૂબ આનંદ થાય છે અને દર્દીઓની લાગણી જોઈ મને મારા કામ પર ગર્વ થાય છે. નોંધનિય છે આ મહામારીમાં કોઈના ચહેરા પર હાસ્ય લાવવું ઘણુ મહત્વનું છે.

image source

હાલમાં રાજ્યમાં જોવા મળી રહેલી કોરોના મહામારી અંગે તેમણે કહ્યું કે, મારે નોકરીને થોડા મહિના જ થયા છે. મહામારીની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે. આવા સમયમાં અમે બધાને જ સાવચેત રહેવાની સલાહ આપીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, ઘરમાં જ એક કેસ પોઝિટિવ અને ત્રણ સભ્યો બીમાર હોય તો ચોક્કસ હિંમત તૂટી જાય છે પણ મેં જવાબદારી સામે હાર સ્વીકારી નહી અને હિંમતથી કામ કરતી રહી. તેમણે કહ્યું કે, મારા પિતા કોરોના પોઝિટિવ આવતા સિવિલની કોવિડ-19 હોસ્પિટલમાં 3જી એપ્રિલથી દાખલ હતા. તો બીજી તરફ બહેનને શરદી-ઉધરસ, મમ્મીને સામાન્ય શરદી-ઉધરસની સમસ્યા અને નાનીને કોરોનાની રસી મૂક્યા બાદ શંકાસ્પદ લક્ષણો હતા. આવી પરિસ્થિતિ વચ્ચે તે તમામ સભ્યો ઘરના અલગ અલગ રૂમમાં અને હું આ તમામની સારવાર કરતી હતી. છતા પણ મે હિંમત હારી નહોતી.

image source

નોંધનિય છે કે, પહેલાં ઘરના સભ્યોની દેખરેખ સાથે ઘરના તમામ કામ પછી હોસ્પિટલમાં દાખલ પિતાની દેખરેખ અને તેની સાથે નોકરી કરતી ભાગદોડ વધી ગઈ હતી. તેમણે કહ્યું કે, બહેનને સારું થયા બાદ તેનો સહકાર મળવા લાગતા થોડી રાહત થઈ. તેમણે કહ્યું કેસ, હાલમાં ભગવાનની દયાથી આજે મમ્મી, બહેન અને બા ત્રણેય સાજા થઈ ગયા અને પપ્પાને પણ રજા મળી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!