ઘરના પ્રવેશ દ્રાર પર ભૂલથી પણ ના રાખતા આ વસ્તુઓ, નહિં તો થશે…

“ઘર એક વિસામો- ઘર એક પડાવ”થોડી ઘરની ગોઠવણી વિષે જાણીએ

આપણે સૌ જાણીએ છીએ કે ધરતી નો છેડો ઘર. દુનિયાના કોઈપણ ખૂણે જાવ પણ તમે તમારા ઘરમાં પ્રવેશો ક્યારે જે લાગણી થાય, જે આરામ મળે એ દુનિયામાં બીજે ક્યાંય મળતો નથી.

ઘર આપણા શારીરિક માનસિક આરામ અને પારિવારિક સુખ સમૃદ્ધિ સાથે જોડાયેલું છે અને એટલે જ ઘર જીવનનું એક બહુ જ મહત્વનો હિસ્સો છે. એને જાળવવું, સાફ રાખવો, શું વ્યવસ્થિત રીતે ગોઠવવું પણ એટલું જ જરૂરી છે જેથી ઘરમાં પ્રવેશતાની સાથે જ તેની હકારાત્મક ઊર્જા ની અનુભૂતિ થાય.

image source

ઘરની બે જગ્યા બહુ મહત્વની હોય છે એક તો આપણા ઘરનો આંગણું અને બીજું આપણો શયનખંડ.

ઘરમાં પ્રવેશતા વેત આંગણાની ગોઠવણીથી જ ઘરની પરિસ્થિતિ, ઘરની રહેણીકરણી અને ઘરના લોકોની રીતભાત નો પરિચય થાય છે. ઘરનો આંગણું ઘર નો ચહેરો ગણાય છે.

image source

ઘરના આંગણા જેટલો જ ઘરનો બેડરૂમ પણ મહત્વનો છે કારણકે તે વ્યક્તિના આરામની મહત્વની જગ્યા છે. બેડરૂમ શું વ્યવસ્થિત ગોઠવણી વાળો હોય, સાફ હોય તો સારી રીતે આરામ મળે તો રહેશે. ઘરનો બેડરૂમ વીર વિખેર હોય તો મન પણ અસ્ત વ્યસ્ત રહે છે.

ઘર ને શું વ્યવસ્થિત રાખવા માટે ત્રણ મહત્વની વાત યાદ રાખવી જરૂરી છે.

ઘરમાંથી વધારાનો સામાન દૂર કરવો જોઈએ.

દરેક વસ્તુ જ્યાંથી લઈએ ત્યાં એ નિશ્ચિત જગ્યા ઉપર મૂકવાની ટેવ પાડવી જોઈએ.

ઘરની યોગ્ય સાફ સફાઈ નિયમિત પણે કરવી જોઈએ.

image source

વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ યોગ્ય સજાવટ ધરાવતું સ્વચ્છ ઘર સુખ અને સમૃદ્ધિ લાવે છે .ઉપરાંત પરિવારમાં પણ સ્નેહ અને શાંતિ જાળવવામાં ઘરની યોગ્ય સજાવટ કારણભૂત બને છે.

ઘરમાં પ્રવેશતાની સાથે જ મુખ્ય દિવાન ખંડમાં રાખવામાં આવેલા ટેબલ અથવા કેબિનેટ ઉપર દેખાતી ધૂળ ઘરના સભ્યો ની બેદરકારી દર્શાવે છે.

image source

ટેબલ ઉપર પડેલા છાપા, કંકોત્રી, જુના બિલ જેવા કાગળિયા, આંગણામાં પડેલા અવ્યવસ્થિત ચંપલો, રમકડા, મેગેઝિન, તાળુ ચાવી ઉપરાંત આંગણામાં પ્રવેશતાની સાથે જ રાખવામાં આવેલા મોટા મોટા સજાવટના સમાન ઘરમાં નકારાત્મકતાનો ઉત્પન્ન કરે છે પણ સાથે સાથે ઘર નો ચહેરો અસ્વચ્છ અને અસ્વસ્થ બતાવે છે. પ્રવેશ દ્વાર ઉપર સૌમ્ય સજાવટ વધુ આકર્ષક લાગે છે.

image source

ખાસ ધ્યાનમાં રાખો કે પ્રવેશ દ્વાર ઉપર બેગ, ચાવીનો જુડો, બુટ ચંપલ, જુનુ અથવા તૂટેલો સજાવટમાં સાચવી રાખેલો સામાન રાખવો હિતાવહ નથી.
ઘણા લોકોના ઘરના ડ્રોઇંગરુમમાં જ પરિવારની છબી લગાવવામાં આવી હોય છે જે સુરક્ષાની દ્રષ્ટિએ પણ હિતાવહ નથી.

image source

બહારની અજાણી વ્યક્તિ પણ પરિવારના સભ્યો વિશેની જાણકારી પ્રવેશદ્વારમાંથી જ દેખાય તેવી રીતે રાખવામાં આવેલી તસવીરોમાંથી મેળવી તેનો દુરુપયોગ કરી શકે છે.
સલામતીની દ્રષ્ટીએ પણ મહત્વની ચાવીઓ, બેગ, મહત્વના કાગળ, પર્સ, મોબાઈલ જેવી વસ્તુ દેખાય એ રીતે રાખવી જોઈએ નહીં.

ઘરના મુખ્ય દ્વારની બરાબર સામે અરીસો લગાવો પણ યોગ્ય નથી.

image source

ઘરનું મુખ્ય પ્રવેશદ્વાર પણ તૂટેલું હોવું જોઈએ નહીં ,ઉપરાંત તેને બોલતા કે બંધ કરતી વખતે તેમાંથી અવાજ આવવો જોઇએ નહીં એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.

ઘરમાં પ્રવેશતા બાદ કોઈપણ વસ્તુ ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પાસે હોવી જોઈએ નહીં, તે હકારાત્મક ઉર્જા ને પણ પ્રવેશતા અડચણરૂપ બને છે.

image source

ઘરના પ્રવેશદ્વાર ઉપર સુઘડ અને સ્વચ્છ નેમ પ્લેટ લગાવવી.

પ્રવેશ દ્વાર જેટલું જ મહત્વ નો ઘરનો બેડરૂમ પણ છે.

ઓફિસના અનુરૂપ ફાઈલ બેડરૂમમાં મૂકવી નહીં.

બેડરૂમમાં અને પલંગ ઉપર અસ્તવ્યસ્ત પુસ્તકો પણ રાખવા નહીં. પુસ્તકો રૂમમાં યોગ્ય રીતે ગોઠવીને રાખવા જોઈએ.

image source

કસરતના સાધનો પણ બેડરૂમમાં રાખવા નહીં. તેની વ્યવસ્થા બેડ રૂમની બહારના ભાગમાં કરવી અને એના ઉપયોગ બાદ તેને પણ તેના નિશ્ચિત સ્થાન ઉપર મૂકવાની ટેવ પાડવી.

બેડરૂમ બાળકોનો રમત ખંડ નથી એ પણ યાદ રાખવું. બેડરૂમમાં અસ્તવ્યસ્ત પડેલા રમકડા, પુસ્તકો, છાપા તેમજ અન્ય વસ્તુઓ પણ માણસના અવ્યવસ્થિત વ્યક્તિત્વનો પરિચય કરાવે છે.

image source

ઘણાને બેડરૂમમાં ચા નાસ્તો કરવાની ટેવ હોય છે પણ ચા-નાસ્તો કરી લીધા બાદ કપ અને નાસ્તાની પ્લેટ પણ યોગ્ય સ્થાન ઉપર મૂકવાની ટેવ પાડવી જોઈએ.

આ તો આપણે જોયું કે પ્રવેશદ્વાર ઉપર અને બેડરૂમ માં કઈ કઈ વસ્તુ ન હોવી જોઈએ પરંતુ કઈ કઈ વસ્તુ હોવી જોઈએ તેના ઉપર પણ એક નજર નાખીએ.

image source

પ્રવેશ દ્વાર ઉપર એક બે ખુરશી રાખવી સગવડદાયક છે કારણ કે બહારથી આવેલી વ્યક્તિ ત્યાં બેસી શકે છે.

બુટ ચંપલ યોગ્ય રીતે મૂકવાની વ્યવસ્થા પણ પ્રવેશ દ્વાર પર આવી જોઈએ નાનકડો બુટ ચંપલ માટે નો કબાટ અથવા તો તેનું સ્ટેન્ડ મૂકી શકાય.
સજાવટનો શોખ હોય તો પ્રવેશ દ્વારની બરાબર સામે ની દીવાલ ઉપર કોઈ સુંદર મજાની કુદરતી દ્રશ્ય ધરાવતી તસવીર મૂકી શકાય છે.

image source

દિવાન ખંડમાં મુકેલા તાજા ફુલ રૂમને સુગંધિત રાખે છે, તાજગી અને સૌંદર્ય આપે છે.ઘરના દિવાન ખંડમાં ગોઠવેલા ફુલ ઘર સાથે ઘરના સભ્યોને પણ તાજગીસભર રાખે છે.

પ્રવેશ દ્વાર ઉપર પૂરતી માત્રામાં પ્રકાશ પણ હોવો જોઈએલાઈટની યોગ્ય વ્યવસ્થા કરતી વખતે આટલું જરૂર ધ્યાન રાખો કે લાઈટ લાલ રંગની ન હોવી જોઈએ.

image source

ઘરના બેડરૂમમાં મનગમતી તસવીર અથવા તો પરિવારના સભ્યોનો કોલાજ બનાવીને રાખી શકાય છે.

બેડરૂમમાં હાથવગી રાખવા જેવી દવાઓ ,પાણીની બોટલ તેમજ નાઈટ લેમ્પ વ્યવસ્થા રાખવી.

બેડરુમમાં કામ ના લિસ્ટ માટે નાની ડાયરી રાખવી જોઈએ ઉપરાંત એલાર્મ માટે એલાર્મ ક્લોક જ રાખવી.બેડરૂમમાં બને ત્યાં સુધી ફોનનો ઉપયોગ ઓછો કરો.

image source

બેડરૂમની યોગ્ય સજાવટ પણ શારીરિક અને માનસિક આરામ આપે છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ