ઘરના મંદિરમાં હશે આ 4 મૂર્તિઓ, તો પરિવાર થઇ જશે બર્બાદ, જાણો અને જલદી જ આ વાતને લો ધ્યાનમાં..

ભૂલથી પણ ઘરના મંદિરમાં નહી રાખવી જોઈએ આ મૂર્તિઓ, જો આપ રાખશો તો આપનો પરિવાર થઈ શકે છે બરબાદ.

હિંદુ ધર્મમાં પૂજા પાઠનું ખાસ મહત્વ હોય છે મોટાભાગના લોકો દેવી- દેવતાઓની મૂર્તિઓની પૂજા કરે છે. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ દેવી- દેવતાઓની કઈ મૂર્તિઓની પૂજા કરવાથી ક્યાં લાભ પ્રાપ્ત થાય છે આવા પ્રકારની ઘણી બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ કે, જો આપ ભગવાન શ્રી કૃષ્ણના બાળરૂપની માખણ ખાતા મૂર્તિની પૂજા કરો છો તો એનાથી આપને સંતાન સુખની પ્રાપ્તિ થાય છે. જો આપ મહાબલી હનુમાનજીની સંજીવની બુટી પર્વતવાળા રૂપની પૂજા કરો છો તો એનાથી આપને બળ પ્રાપ્ત થાય છે. આવી રીતે મૂર્તિ ક્યાં ધાતુની હોય છે આ પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

image source

આમ જોવા જઈએ તો દરેક હિંદુ ઘરમાં આપને ઘરના મંદિરમાં અલગ અલગ પ્રકારની મૂર્તિઓ રાખવામાં આવેલ જોવા મળે છે. આ મૂર્તિઓને લોકો પોતપોતાની પસંદ કે પછી ધાર્મિક કારણોથી પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરે છે પરંતુ ઘણા બધા વ્યક્તિઓ મૂર્તિઓને પસંદ કરતા સમયે ઘણી બધી ભૂલો કરી દેતા હોય છે. જે આવનાર સમયમાં એમની પર ખુબ જ ભારે પડી શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં પૂજા કરવા સાથે સંબંધિત ઘણા નિયમો વિષે જણાવવામાં આવ્યું છે. જો આપણે આ નિયમોનું પાલન કરીએ છીએ તો આપણે પોતાના જીવનમાં આવનાર સમસ્યાઓને ઘણી હદ સુધી છુટકારો પ્રાપ્ત કરી શકો છો વાસ્તુ શાસ્ત્રમાં મંદિરની સાફ- સફાઈ, અંધારું ના હોવું, તૂટી- ફૂટી ગયેલ મૂર્તિઓ ના હોવી આ બધી વાતોના વિષયમાં જણાવવામાં આવ્યું છે એના ઉપરાંત પણ એવી કેટલીક મૂર્તિઓ વિષે જણાવવામાં આવ્યું છે જેને પોતાના ઘરના પુજાના સ્થાન પર રાખવી જોઈએ નહી. આજે અમે આપને આ લેખ દ્વારા જણાવીશું કઈ મૂર્તિઓને ઘરના મંદિરમાં રાખવી જોઈએ નહી. એના વિષે જણાવવાના છીએ.

ચાલો જાણીએ કઈ મૂર્તિઓને ઘરના પૂજા સ્થાનમાં રાખવી વર્જિત હોય છે.

image source

નટરાજ:

ભગવાન ભોળાનાથના સ્વરૂપ નટરાજ માનવામાં આવે છે જો ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે અને પોતાના ઘરના મંદિરમાં ભગવાન ભોળાનાથની મૂર્તિઓને સ્થાપિત કરીને પૂજા કરવામાં આવે છે તો તેને ખુબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ નટરાજ ભગવાન શિવજીનું રૌદ્ર રૂપ છે જયારે ભગવાન શિવજીને વધારે ક્રોધ આવે છે ત્યારે તેઓ નટરાજ રૂપને ધારણ કરે છે જો આપ શિવજીના નટરાજ રૂપને પોતાના ઘરમાં સ્થાપિત કરો છો તો એનાથી આપના ઘર- પરિવારમાં અશાંતિ પ્રસરે છે.

ભૈરવ દેવ:

image source

ભૈરવ દેવ પણ ભગવાન શિવજીનું જ રૂપ છે પરંતુ ભૈરવ દેવ તંત્ર મંત્ર વિદ્યાના દેવતા માનવામાં આવે છે ભૈરવ દેવની ઉપાસના ઘરની અંદર કરવી જોઈએ નહી આપ ભોળાનાથના આ રૂપને પોતાના ઘરના મંદિરમાં ભૂલથી પણ સ્થાપિત કરવી નહી.

શનિ દેવ:

image source

શનિ મહારાજ સૂર્ય પુત્ર છે અને તેમની પૂજાનું સ્થાન મંદિરના અન્ય પૂજા સ્થળો કરતા બિલકુલ અલગ હોય છે શનિદેવની પૂજા કરવાના પણ ઘણા નિયમો હોય છે સુર્યાસ્ત થઈ ગયા પછી એમની પૂજા કરવામાં આવે છે ક્યારેય પણ એમની પૂજા ઘરની અંદર કરવી જોઈએ નહી એમની પૂજા હંમેશા ઘરની બહાર જ થાય છે એટલા માટે આપ ભૂલથી પણ શનિદેવની મૂર્તિઓને પોતાના ઘરમાં સ્થાપિત કરવી જોઈએ નહી જો આપ એમની પૂજા કરવા ઈચ્છો છો તો ઘરની બહાર એમની મૂર્તિને સ્થાપિત કરીને પૂજા કરી શકો છો.

રાહુ- કેતુ:

image source

જો આપણે જ્યોતિષ શાસ્ત્ર મુજબ જોઈએ તો શનિ, રાહુ અને કેતુ ત્રણેવ જ પાપી ગ્રહના રૂપમાં માનવામાં આવે છે. જો કોઈ વ્યક્તિની જન્મકુંડળીમાં એમની અશુભ છાયા હોય છે તો એમની પૂજા કરવાથી કષ્ટ ઓછા થાય છે પરંતુ એમને પોતાના ઘરમાં લઈને આવવાનું અશુભ માનવામાં આવે છે એમની પૂજા હંમેશા ઘરની બહાર જ કરવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ