ઘરનાં મંદિરથી જોડાયેલા આ નિયમોનું જો કરવામાં આવે પાલન, તો હમેંશા ઘરમાં જળવાઈ રહેશે સકારાત્મકતા

રાત્રે સુતા પહેલા ઘરનાં મંદિર પર જરૂરથી ઢાંકો પડદો, વાંચો વાસ્તુથી જોડાયેલા અમુક નિયમ, ઘરનાં મંદિરથી જોડાયેલા આ નિયમોનું જો કરવામાં આવે પાલન, તો હમેંશા ઘરમાં જળવાઈ રહેશે સકારાત્મકતા


દરેક ઘરમાં મંદિર હોવું અતિ આવશ્યક હોઈ છે અને એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં મંદિર હોઈ છે, ત્યાં દરેક સમય ફક્ત સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. જોકે અનેક લોકો પોતાના ઘરમાં મંદિર તો બનાવી લે છે પરંતુ મંદિરથી જોડાયેલા વાસ્તુ શાસ્ત્રનાં નિયમો પર ધ્યાન નથી આપતા અને એવું થવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ નકારાત્મક ઉર્જા વધવા લાગતી હોઈ છે. એટલે તમે નીચે જણાવવામાં આવેલા મંદિરથી જોડાયેલા વાસ્તુ શાસ્ત્રનાં નિયમોનું પાલન જરૂરથી કરો, જેથી તમારા ઘરનાં મંદિરમાં સકારાત્મક ઉર્જા હમેંશા જળવાઈ રહે.


ઘરનાં મંદિરથી જોડાયેલા વાસ્તુ શાસ્ત્રનાં મહત્વપૂર્ણ નિયમ

ભગવાનની વધારે મોટી પ્રતિમા ન રાખવી

પૂજા ઘરમાં રાખવામાં આવતી ભગવાનની પ્રતિમાઓની પસંદગી સમજી વિચારને કરવી અને ક્યારેય પણ પોતાના ઘરનાં મંદિરમાં મોટી પ્રતિમા ન રાખવી. તમે હમેંશા નાના આકારની જ પ્રતિમાની સ્થાપના તમારા ઘરનાં મંદિરમાં કરો અને ફક્ત એ જ પ્રતિમા ઘર લઈ આવો જેમાં ભગવાન બેસેલી મુદ્રામાં હોઈ.


મંદિર ઢાંકીને સુવુ

જે રીતે મંદિરોમાં રાત્રીનાં સમય ભગવાનની મૂર્તિઓને ઢાંકી દેવામાં આવે છે, એ જ રીતે તમે પણ રોજ રાત્રે સુતા પહેલા પોતાના પૂજા ઘર પર પડદો કરો. કારણ કે રાતનો સમય ભગવાનનો વિશ્રામ કરવાનો સમય હોઈ છે અને ભગવાનને સુવામાં કોઈ ખલેલ ન પહોંચે, એટલે તેમની પ્રતિમાઓને ઢાંકવામાં આવે છે. ત્યાં જ સવારે તમે નહાયા બાદ જ ભગવાનની પ્રતિમા કે પછી પૂજાઘર પરથી પડદો હટાવો.

આ દિશામાં હોઈ મંદિરનો દરવાજો


ઘરમાં બનેલા મંદિરનો દ્બારા હમેંશા પૂર્વ દિશા તરફ જ હોવો જોઈએ અને પૂજા કરતા સમયે તમારું મુખ પણ હમેંશા આ જ દિશા તરફ રહેવું જોઈએ. પૂજા કર્યા બાદ તમે પોતાના ઘરનાં દરેક ખૂણામાં પૂજા દરમિયાન ઉપયોગ કરવામાં આવેલા પાણીનો છંટકાવ પણ જરૂરથી કરો.

ભગવાનની પ્રતિમા હમેંશા હોઈ સાફ

રોજ પૂજા કરતા પહેલા તમે ભગવાનની પ્રતિમાઓને જરૂરથી સાફ કરો. તેના સિવાય તમે જ્યારે પણ ભગવાનની છબીને ભોગ લગાવો તો ત્યારબાદ પણ છબીને સાફ કરવી. પ્રતિમાઓ સાફ કરતા સમયે તમે ગંગાજળ અને દૂધનો ઉપયોગ કરી શકો છો.

કોઈ કપડા પર જ રાખવી પ્રતિમા


ઘણા લોકો ભગવાનની મૂર્તિઓ નીચે કપડું નથી પાથરતા જે ખોટું છે. એટલે તમે આ ભૂલ ના કરશો અને હમેંશા ભગવાનની પ્રતિમા નીચે સાફ કપડું પાથરીને જ રાખવું.

સૂરજનો પ્રકાશ મંદિર પર જરૂર પડે

પૂજા ઘર તમે એ રીતે બનાવો કે પૂજા ઘરની અંદર અને પ્રતિમા સુધી સૂરજની કિરણો જરૂર પહોંચી શકે. તેના સિવાય રોજ પૂજા ઘરની સફાઈ પણ તમે જરૂરથી કરો.

મંદિર પાસે ન હોઈ આ ચીજો


પૂજા ઘરની આસપાસ તમે કોઈપણ પ્રકારની ચામડાની ચીજ, બુટ ચપ્પલ અને વગેરા પ્રકારની અશુદ્ધ ચીજો ન રાખવી. આ ચીજોનું મંદિરની આસપાસ હોવાથી મંદિર અશુદ્ધ થઈ જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરનો વાસ્તુ દોષ ખૂબ અશુભ માનવામાં આવ્યો છે. વાસ્તુ શાસ્ત્રમાં આ સ્થાનો પર ઉત્પન્ન વાસ્તુ દોષને ઘર પરિવાર માટે જોખમી માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનો વાસ્તુ દોષ ખૂબ ખરાબ માનવામાં આવે છે. આ વાસ્તુ દોષ ઘરનાં મુખ્ય દ્વારથી માંડીને રૂમ, રસોડું, શયનખંડ અને ત્યાં સુધી કે ઘરનાં પૂજા મંદિર કે પૂજા સ્થળ પર પણ વાસ્તુ દોષ હોઈ શકે છે.

વાસ્તુ શાસ્ત્રમાં આ સ્થાનો પર ઉત્પન્ન વાસ્તુ દોષને ઘર પરિવાર માટે જોખમ માનવામાં આવે છે. જે પ્રકાર ઘરનાં અન્ય ભાગ વાસ્તુ માટે મહત્વપૂર્ણ છે, એમ જ ઘરનું પૂજા સ્થળ અથવા પૂજા મંદિર પણ મહત્વનું સ્થાન રાખે છે. એટલે ઘરનાં અન્ય ભાગો સિવાય ઘરનું મંદિર પણ વાસ્તુ દોષ રહિત હોવું જોઈએ.

રાહુ-કેતુની પ્રતિમાને પણ શનિદેવની જેમ ઘરમાં ન લાવવી જોઈએ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિ, રાહુ અને કેતુ ત્રણેય પાપી ગ્રહ છેમ એમની પૂજા અર્ચના કરવા અને એમને પ્રસન્ન કરવાથી જીવનનાં કષ્ટ અવશ્ય ઓછા થાય છે. પરંતુ એમની પ્રતિમા ઘર લઈ આવવાથી આપણે એમનાથી જોડાયેલી ઉર્જાને પણ ઘરમાં લઈ આવીએ છીએ. એટલે એમની પૂજા ઘરથી બહાર જ કરવી જોઈએ.


વાસ્તુશાસ્ત્રમાં નટરાજની પ્રતિમાને ઘરનાં પૂજા ઘરમાં સ્થાપિત કરવાનું નિષેધ માનવામાં આવ્યું છે. આમ તો નટરાજની મૂર્તિ જોવામાં આકર્ષક લાગે છે પરંતુ આ ઘરનાં પૂજા ઘરમાં રાખવાથી બચવું જોઈએ. નટરાજને શિવનું રૌદ્ર રૂપ માનવામાં આવે છે એટલે કે શિવનું આ સ્વરુપ શિવની ક્રોધિત અવસ્થાનું છે. નટરાજની પ્રતિમા ઘરમાં લઈ આવવાથી અંશાતિ ફેલાય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ સૂર્યપુત્ર શનિદેવની પ્રતિમા ઘરનાં મંદિરમાં ન રાખવી જોઈએ. શાસ્ત્રોમાં શનિદેવની પૂજાનું વિધાન ઘરની બહાર કોઈ મંદિરમાં જ માનવામાં આવ્યું છે. એટલે શનિદેવની પ્રતિમા ઘરમાં ન લાવવી જોઈએ. જો એમની પૂજા કરવા ઈચ્છો છો તો ઘરની બહાર જ કરવી.


ભૈરવને ભગવાન શિવનો અવતાર માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ભૈરવની પ્રતિમા પૂજા ઘરમાં ન રાખવી જોઈએ. ઘરનાં મંદિરમાં સ્થાપિત ભૈરવની પ્રતિમા ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. એટલે આ મૂર્તિ ઘરમાં ન લઈ આવવી જોઈએ. સાથે જ તેને મંદિરમાં તો ભૂલથી પણ સ્થાપિત ન કરવી જોઈએ. એવી માન્યતા છે કે ભૈરવ તંત્ર વિધાના દેવતા છે અને તેમની પૂજા ઘરની બહાર જ હોવી જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરનું મંદિર સ્થાન, દિશા અને મંદિરમાં કઈ-કઇ ચીજોને શામેલ કરવામાં આવે આ પણ ખૂબ સમજી વિચારીને કરવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર એવી ૪ વસ્તુ છે જેને ઘરનાં પૂજા મંદિરમાં ન રાખવી જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ