ઘરના આંગણે પીપળો ક્યારેય ન વાવવો જોઈએ. જાણો તે પાછળના કારણ…

કહેવાય છે કે ઘરમાં વૃક્ષ લગાવવાથી હરિયાળી આવે છે અને ઘરમાં રહનાર લોકો હમેંશા સ્વસ્થ રહે છે, પરંતુ ઘણીવાર તમારા લગાવેલા વૃક્ષ સારા પરિણામ નથી આપતા. અસલમાં ઘણીવાર તેમાં પણ વાસ્તુદોષ હોઈ છે.

અમે તમને અહીં જણાવી રહ્યા છીએ કે ઘરનાં કયા વૃક્ષ લગાવવા જોઇએ અને કયા નહિ. સાથે જ એ પણ જાણો કે ઘરમાં વૃક્ષ કઈ જગ્યા પર લગાવવુ જોઈએ . આવો જાણીએ વૃહતસંહિતાને અનુસાર ઘરમાં કયુ વૃક્ષ કઈ દિશામાં લગાવવામાં આવે તો તે શુભ ફળ આપશે.

૧.વડનું વૃક્ષ પૂર્વમાં, પશ્ચિમમાં પીપળો, ઉત્તરમાં પિખલન અને દક્ષિણ દિશામાં ગૂલરનું વૃક્ષ લગાવવુ શુભ માનવામાં આવે છે. આ જ વૃક્ષ જો વિપરિત દિશાઓમાં હોઈ તો, અશુભ ફળ આપવા લાગે છે. ઘરની નજીક કાંટાળા વૃક્ષ શત્રુભય ઉત્પન્ન કરે છે અને દૂધ વાળા વૃક્ષ ધન નો નાશ કરે છે.

૨.લીમડો:– સામાન્યરીતે લોકો ઘરમાં લીમડાનું વૃક્ષ લગાવવાનું પસંદ નથી કરતા, પરંતુ ઘરમાં આ વૃક્ષનું લાગેલુ હોવુ ખૂબ શુભ માનવામાં આવે છે. સકારાત્મક ઉર્જાની સાથે આ વૃક્ષ ઘણી પ્રકારથી કલ્યાણકારી હોઈ છે.

૩:-તુલસી:-હિંદુ ધર્મમાં આ છોડનું ખાસ મહત્વ છે. તુલસીના છોડને એ ક રીતે લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવ્યુ છે. જો તમારા ઘરમાં કોઈ પ્રકારની નકારાત્મક ઉર્જા રહેલી છે, તો આ છોડ તેને નષ્ટ કરવાની તાકાત રાખે છે. હા, ધ્યાન રાખો કે તુલસી નો છોડ ઘરના દક્ષિણી ભાગમાં ના લગાવવો જોઈએ , કારણ કે આ તમને ફાયદાને બદલે નુક્સાન પહોચાડી શકે છે.

૪.આમળા:– ઘરમાં આમળાનું વૃક્ષ લાગેલ હોઇ અને તે પણ ઉત્તર દિશા અને પૂર્વ દિશામાંતો આ અત્યંત લાભદાયક છે. આ તમારા કષ્ટોનું નિવારણ કરે છે.

૫.કેળા:-કેળાનો છોડ ધાર્મિક કારણોથી પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે. ગુરુવારે તેની પૂજા કરવામાં આવે છે અને અવારનવાર પૂજા પાઠના સમયે કેળાના પાન નો જ ઉપયોગ કરવામાં આવે છે. એ ટલે ઘરમાં કેળા નો છોડ ઈશાન ખૂણામાં હોઈ તો ઉત્તમ છે. કહેવાય છે કે આ વૃક્ષની છાયા નીચે જો તમે બેસીને અભ્યાસ કરો છો તો તે જલ્દી જલ્દી યાદ પણ થતુ જાય છે.

૬.વાંસ:– વાંસનો છોડ ઘરમાં લગાવવો સારુ માનવામાં આવે છે. આ સમૃદ્ધિ અને તમારી સફળતાને ઉપર લઈ જવાની ક્ષમતા રાખે છે.

૭.આંબો:– મોટાભાગના ઘરોમાં આંબાનું વૃક્ષ લાગેલ હોઈ છે અને લોકો ખૂબ શોખથી અલગ અલગ જાતના આંબા ના વૃક્ષ લગાવે છે, પરંતુ શું તમને ખબર છે કે તેનું ઘરની આસપાસ હોવુ કઈ પ્રકારની હાનિ પહોચાડી શકે છે? ખરેખર ઘરની પાસે આંબો હોવો તમારા બાળકો પર ખરાબ અસર પાડે છે.

આવા વૃક્ષ શોખથી તો ક્યારેય ના લગાવો અને જો પહેલાથી રહેલ હોઈ તો તમે આ કરી શકો છો કે આ વૃક્ષની પાસે એ વા વૃક્ષ લગાવો છે શુભ માનવામાં આવતા હોઈ. જેમ કે નાળિયેર, લીમડો, અશોક વગેરે વૃક્ષ તમે લગાવી શકો છો.

૮.નાળિયેર:– જેના ઘરમાં નાળિયેર ના વૃક્ષ લાગેલા હોઈ, તેના માન-સમ્માનમાં ખૂબ વૃદ્ધિ થાય છે.

ઘરની અંદર કે આસપાસ લાગેલા છે આ વૃક્ષ-છોડ તો સંપત્તિ અને સંતતિ બન્ને થશે નષ્ટ

આજકાલ ઘરોમાં અને ઘરોની આસપાસ ઘણી પ્રકારના વૃક્ષ છોડ લાગેલા હોઈ છે અને પરંતુ ઘણાબધા લોકોને ખબર નથી હોતી કે ઘરમાં કે ઘરની અાસપાસ લાગેલા આ વૃક્ષ કઈ રીતની હાનિ પહોચાડી શકે છે. ખરેખર ઘરની પાસે આંબો હોવો તમારા બાળકો પર ખર‍ાબ અસર પાડે છે.

આવા વૃક્ષ શોખથી તો ક્યારેય ના લગાવો અને જો પહેલાથી રહેલા હોઈ તો તમે આ કરી શકો છો કે આ વૃક્ષની આસપાસ એ વા વૃક્ષ લગાવો જે શુભ માનવામાં આવતા હોઈ. જેમ કે નાળિયેર, લીમડો, અશોક વગેરેના વૃક્ષ તમે લગાવી શકો છો.

આંબો, અશોક, લીમડો, નાળિયેર, મૌલશ્રી, બૈલી, ચંપા વગેરેના વૃક્ષો અને લતાઓને ઘરની આસપાસ લગાવવાથી શુભ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે.

ઘરની પશ્ચિમ દિશામાં પીપળો, વટવૃક્ષ સહજન ના વૃક્ષ લગાવવાથી ભવન પ્રમુખને સતત શાસકીય વિરોધનો સામનો કરવો પડે છે. આ ધન નાશનું કારણ પણ બને છે. પશ્ચિમ દિશામાં અશોક, નિલગીરીના વૃક્ષ લગાવવાથી સ્વાસ્થય સુખ મળે છે.

વાસ્તુ શાસ્ત્ર ને અનુસાર ઘરની પાસે આમલી, વડ, આમળા, પામ, જાંબુ, સેમલ, દાડમ, કેળ‍ા, લીંબુ વગેરેના વૃક્ષ લગાવવા શુભ નથી માનવામાં આવતુ. તેનાથી સંપત્તિ અને સંતતિ બન્ને નષ્ટ થાય છે.

ઘરના દક્ષિણ-પશ્ચિમ એ ટલે કે નૈઋત્ય ખૂણામાં આંબો, જાંબુ અથવા પીપળાના વૃક્ષ શુભ અને લાભદાયક નથી હોતા. ઉક્ત વૃક્ષોને કારણે દક્ષિણ-પશ્ચિમ દિશામાં નિર્મિત રૂમમાં રહેનાર વ્યકિતને બિહામણા સ્વપ્ન, ઉંઘમાં ખલેલ અને માનસિક અશાંતિની તેમજ ધનની હાનિની સંભાવના રહે છે.

ઘરની દક્ષિણ દિશામાં ગુલમહોર, પાકડ, કટહલના વૃક્ષ લગાવવાથી અકારણ શત્રુતા, અર્થનાશ, અસંતોષ અને કલેશની સંભાવના રહે છે. આ દિશામાં લીમડો, નાળિયેર, અશોકના વૃક્ષ લગાવવા શુભ હોઈ છે.

ઘરના પરિસરમાં ગુલાબ, તુલસી, ચમેલી, બેલા વગેરે લગાવવા શુભ હોઈ છે. તેનાથી શત્રુનાશ, ધન સંપદાની વૃદ્ધિ અને સંતતિ સુખ પ્રાપ્‍ત થાય છે.

જે વૃક્ષથી ગુંદ નિકળતુ હોઈ મતલબ ચીડ વગેરે ઘરના આંગણામાં ના લગાવવા જોઈએ . આ ધન હાનિની સંભાવનાને વધારે છે.

દક્ષિણ પૂર્વ દિશા એ ટલે કે આગ્નેય ખૂણાની તરફ પલાશ, જવાકુસુમ, વડ, લાલ ગુલાબ અશુભ અને કષ્ટદાયક હોઈ છે. આ દિશામાં લાલ ફૂલો ના વૃક્ષો અને લતાઓ તેમજ કાંટાળા વૃક્ષ અનિષ્ટકારક અને મૃત્યુ કારક માનવામાં આવ્યા છે.

ઘરની પૂર્વ દિશામાં ગુલાબ, ચંપા, ચમેલી, બેલા, તુલસી વગેરેના છોડ લગાવવા જોઈએ . આ દિશામાં દૂબ (દુર્વા)લગાવવુ શુભ માનવામાં આવે છે.

ઘરની પૂર્વ દિશા તરફ પીપળો અને વડના વૃક્ષ લગાવવા શુભ નથી હોતા. તેનાથી સ્વાસ્થય હાનિ, પ્રતિષ્ઠિામાં કમી અને અપકિર્તીના સંકેત મળે છે.

ઘરના આંગણામાં કેળા, લીંબુ, કદંબ અથવા કૈક્ટસના વૃક્ષ અનિષ્ટના ઘોતક છે.

જો ઘર આંગણામાં અશુભ વૃક્ષ લાગેલા હોઈ તો તેમને હટાવી દેવા જોઈએ પરંતુ જો આ સંભવ ના હોઇ તો ભવન અને વૃક્ષ વચ્ચે અશોકનું વૃક્ષ લગાવી દેવાથી અશુભ પ્રભાવને નષ્ટ કરનાર હોઈ છે.

ભૂખંડના ફક્ત દક્ષિણ દિશામાં વૃક્ષારોપણ યોગ્ય અને શુભ નથી હોતુ. ભવનની સામે લીમડો, બબુલ, બેલના વૃક્ષ ના લગાવવા જોઈએ . તેને ભવન ની પાછળ થોડુ અંતર છોડીને લગાવવા જોઇએ . વાસ્તુ અને જ્યોતિષમાં અમુક એ વા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને ઘરમાં લગાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જેમ કે કેળા, તુલસી વગેરે, પરંતુ પીપળ‍નું વૃક્ષ લગાવવાનું નિષેધ કરવામાં આવ્યુ છે. તેનું શું કારણ છે?

હકીકતમાં તેના અનેક કારણ કે જેના પર મનન કર્યા બાદ પ્રાચિન ઋષિઓ એ ઘરમાં પીપળાનું વૃક્ષ લગાવવુ પ્રતિબંધિત માન્યુ છે. જાણો ઘરમાં પીપળાનું વૃક્ષ લગાવવાથી શું હાનિ થાય છે.

૧.પીપળાના વૃક્ષનો છાંતો શિતળ હોઈ છે પરંતુ ઘરને માટે આ શુભ નથી હોતી. શાસ્ત્રોને અનુસાર જે ઘર પર પીપળાનો છાંયો આવે તે તેમની પ્રગતીમાં અવરોધ બને છે. આવા ઘરમાં અનેક સમસ્યાઓ સ્થાયી રૂપથી મૂળ જમાવી લે છે.

૨.પીપળાના વૃક્ષ પોતાની આસપાસ એ કાંત અને નિર્જનતા પેદા કરે છે. એ ટલે જે ઘરમાં આ વૃક્ષ હશે ત્યાંના લોકોના જીવન પર સંકટ આવે છે અને તે દીર્ઘાયુ નથી હોતા.

૩.પીપળાનું વૃક્ષ વંશવૃધ્ધિ માટે પણ ઉચિત નથી હોતુ. તેનાથી સંતાન પર મુસિબત આવે છે. સાથે જ વંશવૃધ્ધિમાં અનેક સમસ્યાઓ આવે છેમ એ ટલે ઘરમાં પીપળાનું વૃક્ષ ના હોવુ જોઈએ .

૪.કારણ કે પીપળાનું વૃક્ષ ઉંમર વધવાની સાથે વધુ ભારે થઈ જાય છે. એ વામાં તેના નીચે ઘરનું નિર્માણ કોઈ દુર્ઘટના ને આમંત્રણ આપી શકે છે.

૫.પીપળાનું વૃક્ષ મોક્ષદાયક હોઇ છે.તેની નીચે અનેક ધાર્મિક સંસ્કાર કરવામાં આવે છે. ઘરમાં પીપળો હોવાથી તેના માટે શાસ્ત્રો દ્બારા નિર્ધારિત કરવામાં આવેલા પવિત્રતા સંબંધિત નિયમોનું પાલન કરવુ સહજતાથી નથી થતુ. એ ટલે પીપળ‍નું વૃક્ષ ઘરમાં લગાવવાથી દોષની પ્રાપ્તિ પણ થઈ શકે છે.

૬.પીપળાનું વૃક્ષ વૈરાગ્ય લઈને આવે છે, એ ટલે આ વૈવાહિક જીવન માટે શુભ નથી હોતુ. વાસ્તુને અનુસાર, જે ઘરમા પીપળાનું વૃક્ષ હોઈ છે ત્યાં દંપતિ ના વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ