સાવધાન થઈ જાવો! જો તમારા ઘરમાં તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે તો જાણી લો એની પાછળના આ કારણો, નહિં તો….

સાવધાન થઈ જાવ! જો આપના ઘરમાં રહેલ તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે તો જાણી લો એની પાછળના કારણ.

ભારતમાં સદીઓથી ધર્મને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હિંદુ ધર્મની વાત કરીએ તો આ માન્યતાઓ અને લોકોના વિશ્વાસ પર ટકી રહ્યો છે. હિંદુ ધર્મમાં કેટલીક માન્યતાઓ છે. એમાંથી એક માન્યતા એવી છે કે, તુલસીના છોડની પૂજા કરવી. આપને જણાવીએ કે, હિંદુ ધાર્મિક માન્યતા મુજબ તુલસીનો છોડ અત્યંત મહત્વપૂર્ણ હોય છે. તુલસીના છોડને સ્વર્ગના છોડના રૂપમાં પણ જાણવામાં આવે છે. તુલસીના છોડ વિષે કહેવામાં આવે છે કે, તુલસીના છોડમાં કેટલાક દેવી- દેવતાઓનો નિવાસ હોય છે. તુલસીનો છોડ ખુબ જ પવિત્ર છોડ હોય છે.

image source

તુલસીના પાંદડીઓનો સ્પર્શ કરી લેવાથી જ વ્યક્તિના બધા પાપ દુર થઈ જાય છે. તુલસીના છોડને ધનની દેવી લક્ષ્મીનું પ્રતિક પણ માનવામાં આવે છે. હિંદુ ધાર્મિક માન્યતા મુજબ તુલસીના છોડ સાથે સંબંધિત કેટલીક આધ્યાત્મિક વાતો છે. જેમ કે, ભગવાન વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. તુલસીના પાન વગર ભગવાન વિષ્ણુને ભોગ ધરાવવામાં આવતો નથી. ધાર્મિક માન્યતા સિવાય બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો તુલસીનો છોડ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ ખુબ જ મહત્વપૂર્ણ છે. તુલસીનો છોડ સ્વાસ્થ્ય માટે વરદાન માનવામાં આવે છે. તુલસીના પાનમાં કેટલીક બીમારીઓ સામે લડવાના ગુણ મળી આવે છે.

તુલસીનો કરમાયેલો છોડ:

image source

જો આપના ઘર પર કોઈ આપત્તિ આવવાની હોય તો તુલસીનો છોડ પહેલા જ મુરઝાઈ જાય છે અને આપના ઘરમાં દરિદ્રતા ધીરે ધીરે વાસ કરવા લાગે છે. હિંદુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઘરના આંગણામાં વાવેલ તુલસીના છોડનું મુરઝાઈ જવું આવનાર આપત્તિનું સંકેત હોય છે.

image source

જે ઘરમાં દરિદ્રતા, અશાંતિ અને કલેશનું વાતાવરણ હોય છે ત્યાં ક્યારેય પણ માતા લક્ષ્મીનો વાસ હોતો નથી. જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ આવી પરિસ્થિતિ બુધ ગ્રહના કારણે થાય છે કેમ કે, બુધ ગ્રહનો રંગ લીલો હોય છે અને બુધ ગ્રહ ઝાડ- છોડનો પણ કારક માનવામાં આવે છે.

કેટલાક લોકો ઘરના આંગણામાં તુલસીનો છોડ રોપી તો દે છે પરંતુ તેની નિયમિત સંભાળ કરી શકતા નથી, આપે ધ્યાન રાખવું જોઈએ કે, તુલસીનો છોડ કોઈ સામાન્ય છોડ છે નહી, તુલસીના છોડના કેટલાક નિયમ અને કાયદા પણ છે.

image source

તુલસીના છોડની રોજ પૂજા કરવી જોઈએ અને તુલસીના છોડની પાસે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. તુલસીના પાનને રોજ તોડવા જોઈએ નહી. તુલસીના પાનને રવિવાર, અગિયારસ, સૂર્ય ગ્રહણ કે પછી ચંદ્ર ગ્રહણ, સુર્યાસ્ત થઈ ગયા પછી તુલસીના પાનને તોડવા જોઈએ નહી.

image source

જો આપના ઘરના આંગણામાં વાવેલ તુલસીનો છોડ મુરઝાઈ જાય છે તો મુરઝાયેલા છોડને બદલે એક નવા તુલસીના છોડને વાવી દેવો જોઈએ અને સુકાઈ ગયેલ છોડને ફેકી દેવાને બદલે પાણીમાં પ્રવાહિત કરી દેવો જોઈએ. આપે તુલસીના પાનને ક્યારેય પણ દાંતથી ચાવવા જોઈએ નહી, તેના બદલે તુલસીના પાનને પુરેપુરા ગળી જવા જોઈએ કેમ કે, તુલસીના છોડમાં ભગવાન શિવ અને ગણેશજીનો પણ વાસ માનવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ