ચમકી ઉઠશે તમારી કિસ્મત, જો ઘરમાં આ જગ્યાએ લગાવશો અરીસો તો…

તમારી બદનસીબીને અરિસાના આ ઉપાયથી કરો દૂર, દૂર્ભાગ્યને દૂર કરો દર્પણના આ ઉપાયોથી

દર્પણ આપણને આપણા વ્યક્તિત્વની ઝાંખી કરાવતા હોય છે. આપણે દર્પણનો ઉપયોગ આપણા રોજિંદા જિવનમાં અવારનવાર કરીએ છીએ અને તેનું આપણા જીવનમાં ખાસ મહત્ત્વ પણ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે દર્પણ એટલે કે અરીસો ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. પણ આ જ અરિસાના કેટલાક એવા લાભો પણ છે જેનાથી તમે તમારા દૂરભાગ્યને દૂર કરી શકો છો, ધન, પ્રસન્નતા, તેમજ સુખને કેટલાએ ગણી વધારી શકો છો. આઇનાની મદદથી તમે ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જાને બહાર ફેંકી શકો છો, આ ઉપરાંત ઘરમાં કોઈ પણ જાતની તોડફોડ કે સુધારો કર્યા વગર આઈનાના ઉપાયો અજમાવીને તમે વાસ્તુના દોષો પણ દૂર કરી શકો છો.

image source

ઘરની કઈ દીશામાં કયા આકારનો અરિસો લગાવવામાં આવ્યો છે તેની ત્યાં હાજર ઉર્જા પર સારી એવી અસર પડી શકે છે. માટે જ વાસ્તુમાં તેના યોગ્ય ઉપયોગ પર ભાર આપવામાં આવ્યો છે. જો ખોટી દિશામાં ખોટી આકૃતિવાળો દર્પણ મુકવામાં આવશે તો તમારી મુશ્કેલિઓમાં ઘટાડો થવાની જગ્યાએ વધારો થાય છે.

બેડરૂમમાં અરિસો ન લગાવવો જોઈએ

image source

અરિસા સાથે સૌથી મહત્ત્વની વાત એ છે કે તેને બેડરૂમમાં ન લગાવવો જોઈએ. તેમ કરવાથી દામ્પત્ય જીવનમાં અવિશ્વાસ ઉભો થઈ શકે છે. તેમજ પતિ-પત્ની વચ્ચે મતભેદ પણ વધે છે તેમજ પતિ-પત્નીને કોઈ સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે, તેમજ જો બેડરૂમમાં અરિસો રાખવામાં આવ્યો હશે તો પતિ-પત્ની બન્નેને આખો દિવસ થાકનો અનુભવ થતો રહેતો હશે, તેમજ આળસ પણ વર્તાતી હશે. જો તમારા માટે ડ્રેસિંગ ટેબલ રાખવું જરૂરી હોય તો અરિસાની ગોઠવણી એ રીતે કરો કે બેડરૂમમાં સુનારાનું પ્રતિબિંબ અરિસામાં ન પડે. અથવા તો સુતા પહેલાં અરિસાને ઢાંકી દેવો જોઈએ. તમારે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યાં તમે અરિસો રાખ્યો હોય તેમાં નકારાત્મક ઉર્જાને પ્રેરણા આપતી વસ્તુઓનું પ્રતિબિંબ પણ ન પડવુ જોઈએ.

આર્થિક ફાયદા માટે અજમાવો આ ઉપાય

image source

ઘરમાં અરિસો લગાવતી વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખો કે તેને ક્યારેય પણ પશ્ચિમ કે દક્ષિણ દિશાની દીવાલ પર ન લગાવવો જોઈએ. કારણ કે આમ કરવાથી આ દિશામાં લાગેલા અરિસા પૂર્વ તેમજ ઉત્તરથી આવતી નકારાત્મક ઉર્જાઓને પ્રતિબિંબિત કરે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે અરિસાને હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશાની દીવાલ પર જ લગાવવો જોઈએ. જેથી કરીને જોનારાનું મોઢું પૂર્વ કે ઉત્તર તરફ રહે. ઉત્તર દિશામાં લગાવવામાં આવેલો અરીસો તમારી આર્થિક પ્રગતિને વધારે છે. તો વળી ઉત્તર, ઇશાન અને પૂર્વ દિશામાં મુકવામાં આવેલ અરિસો તમારા ઘરના સભ્યોની પ્રગતીની સાથે સાથે સમાજમાં તમારું માન-સમ્માન તેમજ યશ પણ વધારે છે.

બાથરૂમમાં અરિસો લગાવતી વખતે આ રીતે રાખો સાવચેતી

image source

મોઢું ધોયા બાદ અથવા નાહ્યા બાદ પોતાને જોવા માટે ઘણા લોકો પોતાના બાથરૂમમાં અરિસો લગાવે છે. જો તમારા બાથરૂમમાં પણ અરિસો હોય અથવા તમે પણ જો અરિસો લગાવવાનું વિચારી રહ્યા હોવ તો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બાથરૂમમાં અરિસો લગાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન તમારે રાખવું જોઈએ કે અરિસો દરવાજાની બિલકુલ સામે ન હોવો જોઈએ.

image source

અરિસાનું કામ હોય છે પ્રતિબિંબિત કરવું એટલે કે રિફ્લેક્ટ કરવું, જ્યારે આપણે બાથરૂમમાં પ્રવેશીએ છીએ ત્યારે આપણી સાથે સકારાત્મક અને નકારાત્મક ઉર્જા બન્ને બાથરૂમમાં પ્રવેશે છે. અને જ્યારે આપણે સુઈને ઉઠીએ છીએ ત્યારે નકારાત્મક ઉર્જાનુ પ્રમાણ વધારે હોય છે, દરવાજાની સામે દર્પણ રાખવાથી આપણી સાથે જે પણ ઉર્જા બાથરૂમમાં પ્રવેશે છે તે પાછી ઘરમાં પ્રવેશી જાય છે. નકારાત્મક અસરને દૂર કરવા માટે બાથરૂમમાં અરિસો એ રીતે લગાવવો જોઈએ કે બાથરૂમમાંથી બહારની તરફ ન જોઈ શકાય. એટલે કે બહારનું પ્રતિબિંબ તે અરિસામાં ન પડવું જોઈએ.

અરિસાના આકાર પર આપો ખાસ ધ્યાન

image source

અરિસાની ખરાબ અસરોથી બચવા માટે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેમાં હકારાત્મક વસ્તુઓ એટલે કે શુભ વસ્તુઓનું જ પ્રતિબિંબ પડવું જોઈએ. સકારાત્મક ઉર્જા વધારવા માટે દર્પણ જેટલા મોટા અને હળવા હશે તેટલી જ તેની અસર સારી રહેશે. શુભપરિણામોને વધારવા માટે દીવાલ પર લંબચોરસ, ચોરસ અથવા અષ્ટકોણાકાર દર્પણ ગાવવા જોઈ. સ્વચ્છ, સ્પષ્ટ તેમજ વાસ્તવિક પ્રતિબિંબ આપનારા દર્પણ શુભ ફળમાં વૃદ્ધિ કરે છે. અણીદાર, અથવા ટુટેલા તેમજ ધુંધળા દેખાતા અરિસા ઘરમાં ન લગાવવા જોઈએ. તેમ જ તેને હંમેશા સાફ કરીને સ્વચ્છ રાખવા જોઈએ.

આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

image source

ઘરમાં ક્યારેક અણીયાળા કે ધારવાળા અરિસા ન લગાવવા જોઈએ તે નુકસાન કરે છે. અણીયાળા, ટૂટેલા કે પછી જેમાં ઝાંખુ પ્રતિબિંબ પડે તેવા દર્પણ તમને નુકસાન પહોંચાડી શકે છે. અરિસાનું ટૂટવું અશુભ માનવામાં આવે છે, ટૂટેલા દર્પણને તરત જ ફેંકી દેવો જોઈએ. જે ઘરમાં તમે રહેતા હોવ અથવા જે જગ્યાનો તમે વ્યવસાય માટે ઉપયોગ કરતા હોવ ત્યાં દક્ષિણ પશ્ચિમ, અગ્નિકોણ, વાયવ્ય દિશા તેમજ નૈઋત્ય દિશામાં દર્પણને ન લગાવવો જોઈએ. જો તમારા ઘરમાં આ દિશામાં દર્પણ લાગ્યા હોય તો તેને હટાવી દેવા જોઈએ.

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ