ઘરમાં પણ ફેલાય છે કોરોના, જો બારી ખુલ્લી રાખીને કરશો આ કામ, તો કોઇ નહિં આવે કોરોનાની ઝપેટમાં

ઘરમાં જો નહીં રાખો વેન્ટિલેશનની તકેદારી તો ફેલાઈ શકે છે કોરોના – હવાની ગુણવત્તા સુધારવા કરો આ ઉપાય

ઘણા બધા સંશોધન દ્વારા સાબિત થયું છે કે કોરોનાના જીવાણુઓ હવામાં પણ લાંબા સમય સુધી તરતા રહે છે. અને કેટલીક હોસ્પિટલના કોવિડ વોર્ડ પર થયેલા સંશોધનો દ્વારા એ પણ સાબિત થયું છે. કે કોરોના પેશન્ટથી 7-8 ફૂટના અંતર સુધી કોરોનાના જીવાણુઓ હવામાં તરતા રહે છે. માટે તે હવા શુદ્ધ થતી રહેવી ખૂબ જરૂરી છે. જો તમારા ઘરમાં પણ કોરોના પેશન્ટ હોય, તો તમારા માટે તમારા ઘરમાં વેન્ટિલેશન જાળવવું ખૂબ જરૂરી છે. કારણ કે જો તેમ નહીં થાય તો ઘરમાં શુદ્ધ હવાની અવરજવર બંધ થઈ જશે અને તમારે તમારા કોરોના સંક્રમીત પરિવારજન સાથે તે અશુદ્ધ હવા શેર કરવી પડશે. પછી ભલે તમે તેમની સાથે સામાજિક અંતર જાળવ્યું હોય તે છતા પણ.

image source

અમેરિકન સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનની ગાઇડલાઇન્સમાં આમ કહેવામાં આવ્યું છે. ઉપર જણાવ્યું તેમ આ એજન્સીએ પણ જણાવ્યું છે કે હવામાં ફેલાયેલા નાના કણો દ્વારા પણ વાયરસ ફેલાઈ શકે છે.

થોડા દિવસ પહેલાં એક સંશોધન દ્વારા એવું પણ તારણ કાઢવામા આવ્યુ હતું કે ઇનડોર જગ્યા કરતાં આઉટડોર જગ્યા માણસો માટે વધારે સુરક્ષિત છે. કારણ કે ત્યાંની હવા સતત બદલાતી રહે છે અને શુદ્ધ થતી રહે છે. તેની સરખામણીએ ઇન્ડોર એર સર્ક્યુલેશન ઘણું ઓછું હોય છે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે, કોવિડ 19ના દર્દીઓના મોઢામાંથી નીકળેલા ડ્રોપલેટ્સ હવામાં ફેલાતાં ત્યાં શ્વાસ લેતી બીજી વ્યક્તિ તેનાથી સરળતાથી સંક્રમિત થઈ શકે છે. અને જો તે જગ્યામાં યોગ્ય વેન્ટિલેશન ન હોય તો વાયરસનું જોખમ વધી જાય છે, માટે જ તમારે તમારા ઘરમાં પણ હાલ ફેલાયેલા રોગચાળાને ધ્યાનમાં રાખીને એર સર્ક્યુલેશન પર ખાસ ધ્યાન આપવું જોઈએ.

image source

યોગ્ય વેન્ટિલેશન શું છે

તમને જણાવી દઈએ કે વેન્ટિલેશન એટલે કે કોઈ પણ સ્થળમાં હવાની યોગ્ય અવરજવર, એટલે કે હવાનું સ્થાનમાં પ્રવેશનું અને તે સ્થાનની હવાનું બહાર જવું. કહેવાય છે કે વહેતુ જળ જ સ્વસ્છ કહેવાય છે અને થોભી ગયેલું જળ ગંદુ થાય છે. તેવું જ હવાનું છે એક જગ્યાએ ભરાઈ ગયેલી હવા અશુદ્ધ બને છે અને વહેતી હવા જ શુદ્ધ હોય છે. તમારા ઘરમાં તમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરતા હોવ છો, સાફ સફાઈ કરતા હોવ, રસોઈ કરતા હોવ, ટોઈલેટ-બાથરૂમનો ઉપયોગ કરતા હોવ આ બધાના કારણે ઘરની હવા અશુદ્ધ બનતી હોય છે, અને સાથે સાથે જ જો ઘરમાં કોઈ વ્યક્તિ બિમાર હોય અને જો તેને ફ્લૂ હોય કે પછી કોરોના વયારસ જેવી કોઈ વાયરલ બિમારી હોય તો તેમના સ્વાસોચ્છ્વાસથી પણ હવા અશુદ્ધ થાય છે. માટે વેન્ટિલેશન તમારા ઘર માટે અત્યંત જરૂરી છે.

ત્રણ પ્રકારના વેન્ટિલેશન

કૂદરતી વેન્ટિલેશનઃ કૂદરતી વેન્ટિલેશનમાં તમરા ઘરમાં તમારા ઘરના બારી બારણા, કે ઝરૂખાને ખુલ્લા રાખીને ત્યાંથી શુદ્ધ હવાનું ઘરમાં પ્રવેશવું અને અશુદ્ધ હવાનું ઘરની બહાર જવું. જે એક ઉત્તમ ઉપાય છે. અને ભારતના ઘરોમાં સામાન્ય રીતે આવું જ વેન્ટિલેશન હોય છે.

image source

હોલ હાઉસ વેન્ટિલેશન – એટેલે કે આખાએ ઘરમાં સપ્રમાણ વેન્ટિલેશન આપતી સિસ્ટમ. આ પ્રકારના વેન્ટિલેશનમાં પંખા તેમજ ડક્ટ સિસ્ટમ દ્વારા ઘરની હવાને શુદ્ધ રાખવામા આવે છે.

કૃત્રિમ વેન્ટિલેશનઃ આ પ્રકારના વેન્ટિલેશન માટે આપણે એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરીએ છીએ. ઘણા ઘરોમાં રસોડામાં તેમજ બાથરૂમમાં એક્ઝોસ્ટ ફેનનો ઉપયોગ કરવામાં આવે છે. કેટલાક લોકોના રસોડા બંધિયાર હોય કે ટોઇલેટ બંધિયાર હોય તો તેમને આવું ઉપકણ વાપરવાની જરૂર પડતી હોય છે જેથી કરીને તે જગ્યાની હવા શુદ્ધ રાખી શકાય.

image source

આ રીતે ઘરમાં વધારો વેન્ટિલેશન

ઘરની હવાને શુદ્ધ રાખવાનો સૌથી ઉત્તમ ઉપાય વેન્ટિલેશન જ છે. જો તમે ઘરમાં વેન્ટિલેશનને સારું કરવા માગતા હોવ તો. તમારે તમારા ઘરના બારી બારણા બને ત્યા સુધી ખૂલ્લા જ રાખવા જોઈએ અને જો તમને ગરમ હવા કે ઠંડીની સમસ્યા હોય તો તમે બારી બારણાને અધખુલ્લા રાખીને વેન્ટિલેશનને જાળવી શકો છો. આ સિવાય જો ગરમીની સિઝનમાં તમે એસીનો ઉપયોગ કરતા હોવ તો તેવા એસીનો ઉપયોગ તમારે કરવો જોઈએ જે બહારની હવાને અંદર ખેંચે. માટે તમારે કૂલરનો ઉપયોગ તો બિલકુલ ન કરવો જોઈએ કારણ કે કૂલર તમારા રૂમની જ હવાને રૂમમાં ફેરવે છે. આ સિવાય તમે તમારા રસોડા તેમજ બાથરૂમમાં લાગેલા એક્ઝોસ્ટ ફેનનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

વિવિધ રીતે તમે ઘરની હવાને શુદ્ધ કરી શકો છો.

– ઘણા લોકોને રાત્રે સુતી વખતે ઘરના બારીબાણા બંધ કરીને સુવાની આદત હોય છે. પણ તેની જગ્યાએ તમારે ઘરની બારીઓ અધખુલ્લી રાખીને સુઈ શકો છો. આમ આખી રાત બહારની શુદ્ધ હવા તમારા ઘરમાં આવ જા કરશે. આમ થવાથી તમારા ઘરમાંનો ભેજ પણ ઘટે છે જે બિમારી ફેલાવાનું મુખ્ય કારણ હોય છે.

image source

– આજકાલ વેન્ટિલેશન માટે બજારમાં વિવિધ પ્રકારના ઉપકરણો ઉપલબ્ધ છે. તેના માટેના પંખા આવે છે. જે તમારા ઘરના ભેજને પણ ઘટાડે છે અને ઘરમાં શુદ્ધ હવા પણ લાવે છે. બાથરૂમ, તમારા ઘરનો વોશ એરિયા વિગેરેમાં ભેજ વધારે હોય છે કારણ કે ત્યાં પાણીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. માટે અહીં વેન્ટિલેશન હોવું ખૂબ જરૂરી છે. અહીં તમે એક્ઝોસ્ટ ફેન મૂકીને કે પછી બારી મુકીને હવાનું સર્ક્યુલેશન જાળવી શકો છો.

image source

– આયુર્વેદમાં એવા ઘણા બધા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે તમારી આસપાસની તેમજ તમારા ઘરની હવાને શુદ્ધ બનાવે છે. તે તમારા ઘરની શોભા તો વધારે જ છે પણ સાથે સાથે તે ઘરમાંના કાર્બન ડાયોક્સાઇડમાં પણ ઘટાડો કરે છે. અને કેટલાક ઝેરી તત્ત્વોનો પણ ઘટાડો કરે છે.

– છેલ્લા થોડાંક વર્ષોથી માર્કેટમાં એરપ્યુરિફાયર પણ ઉપલબ્ધ થયા છે. જે તમારા ઘરની હવાને શુદ્ધ બનાવે છે. જે ચોક્કસ થોડા મોંઘા હોય છે. પણ જો તમને પોસાય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ