એક સમયે ઘરમાં ધાન નહોતું એવા PSI નિતેશભાઈ સગરે 18 લાખ લોકોનું પેટ ઠાર્યું, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

કોઈ સાહિત્યકારે સરસ કહ્યું છે કે ગુજરાતના પાણે પાણે સંઘર્ષની વાતું પડી છે. બસ જરૂર છે એને ફંફોસવાની. આમ પણ ગુજરાતની માટીએ આ દેશને અને વિશ્વને ક્યારેય ન ભૂલાય એવા રત્નો આપ્યો છે. ત્યારે આજે વાત કરવી છે એક એવા PSIની કે જેમના ઘરે એક સમયે ખાવા ધાન પણ નહોતું છતાં આજે તેમની કામગીરીથી 18 લાખ લોકોનું પેટ ઠર્યું છે અને એ પણ કોરોના જેવી મહામારીના સમયમાં. તો આવો જાણીએ નિતેશભાઈના સંઘર્ષ અને તેમની સેવા વિશે…

આ સાહેબનું નામ છે નિતેશ ભાઈ છગન ભાઈ સગર (મારુ). તેમનો જન્મ ભાવનગરના મહુવામાં, પપ્પા કડિયાકામ કરતા અને માતૃશ્રી ઘરકામ અને ખેતમજૂરી કરીને આ રીતે ગુજરાન ચાલતું. ક્યારેક ખુદ નિતેશભાઈ પણ રજા અને વેકેશનના દિવસોમાં પિતા સાથે કામ જતાં રહે, સાથે જ કોઈના ઘરે ન્યૂઝ પેપર નાંખવા પણ જતાં… કે જેથી બે દોકડાં ઘરમાં આવે તો આર્થિક ટેકો થાય.

મજૂરી કામ કરવું એ આ ઘરમાં પહેલાથી જ હતું. પણ આ બધા જ દિવસો બદલવા માટે નિતેશભાઈ નિમિત્ત બન્યાં. પરંતુ જ્યારે તેમની ઉંમર 10 વર્ષની ત્યારે પિતાને ખાટલો આવ્યો અને એવા દિવસો આવ્યા કે ઘરમાં અનાજ નહોતું. માત્ર કઠોળ બાફીને ખાઈને સુઈ જવાનું. આ રીતે સમય વિતતો ગયો અને નિતેશભાઈ કોલેજના બીજા વર્ષમાં આવ્યા. ત્યારે પોલીસ કોન્સ્ટેબલની પરિક્ષા આવી અને પાસ કરી.

1999માં નિતેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ભાવનગરમાં ફરજ પર આવી ગયા. ત્યારબાદ હજુ કોલેજનું એક વર્ષ બાકી હતું માટે તેમણે પરિક્ષા આપવા માટે મંજૂરી માંગી પણ મળી નહીં. તેથી તેમણે ઓપન કોલેજમાં ફોર્મ ભરી અને એ રીતે કોલેજનો અભ્યાસ પુરો કર્યો. પછી તેમનું પોસ્ટિંગ બદલતું રહ્યું, તેઓ ગારિયાધાર, ત્યાંથી મહુવા, ત્યાંથી ભાવનગર, ત્યાંથી તળાજા, ત્યાંથી ભાવનગર LCBમાં, ત્યાંથી નિયામક પોલીસ સ્ટેશનમાં ત્યાંથી પછી તેમણે PSIની પરિક્ષા આપી અને તેઓ 2018માં PSI બની ગયા. પણ PSIની પરિક્ષાની તૈયારીની વાત કરતાં નિતેશભાઈ કહે છે કે, 3 મહિના હું કોઈના કોન્ટેક્ટમાં નહીં, 15 વર્ષથી મારો રેગ્યુલર નંબર પણ બંધ કરી દીધો અને LCB પણ છોડી દીધી, આખરે આ મહેનત રંગ લાવી અને 2018માં તેઓ બોટાદ ટાઉનમાં PSIની ફરજ પર તૈનાત થયાં.

બોટાદમાં પહેલા બોટાદ ટાઉન, ત્યાંથી પાડિયાદ, ત્યાંથી રાણપુર અને હાલમાં રાણપુર ખાતે ફરજ નિભાવી રહ્યા છે. પણ તેમણે લોકડાઉનમાં જે કામ કર્યું એ ફરિશ્તા સમાન હતું. કારણ કે બોટાદની 77 સંસ્થાએ સાથે મળીને એક બેનર નીચે 18 લાખ લોકોને ભોજન આપીને તેમનું પેટ ઠાર્યું હતું. કોઈને માસ્ક તો કોઈને અનાજની કિટ આપીને સરાહનીય કામ કર્યું છે.

આ કામની પ્રશંસા બદલ PSI એન.સી.સગરને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યુ છે. આ વિશે નિતેશભાઈ કહે છે અમને નહોતી ખબર કે આ સેવાકીય પ્રવૃતિ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે. કારણ કે અમે પહેલા દિવસે 150 લોકોને ભોજન આપ્યું હતું અને ત્યારથી સતત આ પવૃતિ શરૂ રહી હતી.

નિતેશભાઈને હાલમાં 3 દીકરીઓ અને એક દીકરો છે અને તેઓ બોટાદમાં રહે છે જ્યારે માતા પિતા વતન ભાવનગરમાં જ રહે છે. નિતેશભાઈ વાત કરતાં કહે છે કે દીકરો હાલમાં 10 વર્ષનો છે અને તેમને આર્મીમાં જવાની ભારે ઈચ્છા છે. મારી પણ ઈચ્છા છે કે તે મોટો થઈને આર્મીમાં કોઈ મોટો ઓફિસર બનીને દેશની સેવા કરે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ