ઘરમાં લગાવેલા આ ફોટા છે કજીયા-કંકાસનુ કારણ, ઉતારી લો તમે પણ ફટાફટ

ઘરમાં જો લગાવ્યા હોય આ ફોટા, તો જલ્દી જ હટાવી લેજો, બની શકે છે કજિયા- કંકાસનું કારણ.

પોતાના ઘરને સજાવવા માટે લોકો હંમેશા પેઇટિંગ્સ અને આકર્ષક ફોટા લગાવવાનું પસંદ કરે છે. પણ વાસ્તુ મુજબ અમુક ફોટા દંપતી કે પછી પરિવારના અન્ય સભ્યો વચ્ચે કજિયા કંકાસનું કારણ પણ બની શકે છે. હા બિલકુલ, અમુક ફોટા ઘરમાં નેગેટિવ ઉર્જા ફેલાવવાનું કામ કરે છે. જો તમે તમારા ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવા માંગતા હોય તો ભૂલથી પણ આવા ફોટા ઘરમાં ન લગાવશો.

ડૂબતા વહાણનો ફોટો.

image source

ડૂબી રહેલા વહાણનો ફોટો લગાવવાથી બચવું જોઈએ, ખાસ કરીને બેડરૂમમાં ડૂબતા વહાણનો ફોટો ન લગાવો. આના કારણે પરિવારના સભ્યો વચ્ચે તણાવ વધી જાય છે.

યુદ્ધનો ફોટો.

image source

ભૂલથી પણ ઘરમાં મહાભારત કે કોઈ પણ પ્રકારના યુદ્ધ દર્શાવતા હોય એવા ફોટા ન લગાવવા જોઈએ. આનાથી ઘરમાં નેગેટિવ ઉર્જા આવે છે, જેના કારણે દામ્પત્ય જીવન પર ખરાબ અસર પડે છે.

કામમાં બાધક બને છે લહેરો અને નાવડી.

image source

જો તમે પણ ઘરમાં લહેરોમાં ડગમગતી હોય એવી નવડીનો ફોટો કે પેઇન્ટિંગ લગાવી હોય તો એને કાઢી નાખો. આના કારણે ના ફક્ત પરિવારમાં તનાવ વધે છે પણ દરેક કામમાં અડચણ પણ ઉભી થયા કરે છે.

તાજમહેલનો ફોટો.

image source

તાજમહેલનો પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે એટલે ઘણા લોકો ઘરની સુંદરતામાં વધારો થાય એ હેતુથી તાજમહેલનો ફોટો કે નાની પ્રતિમા ઘરમાં રાખે છે. પણ એ બેગમ મુમતાજનો મકબરો છે અને મકબરાને ઘરમાં રાખવું અશુભ માનવામાં આવે છે.

ડૂબતો સૂરજ.

image source

સૂર્યનો ફોટો તો તમે દરેક ઘરમાં જોયો હશે. પણ આના કારણે કામમાં સફળતાને બદલે નિષ્ફળતા જ મળે છે. સાથે સાથે એવા ફોટા નેગેટિવ ઉર્જા પણ ફેલાવે છે.

હિંસક પ્રાણીનો ફોટો.

image source

ઘરમાં કોઈપણ પ્રકારના હિંસક પ્રાણીઓના ફોટા કે પેઇન્ટિંગસ લગાવવી પણ સારી નથી માનવામાં આવતી. એવું માનવામાં આવે છે કે એના કારણે ઘરમાં અશાંતિ ફેલાય છે.

આવા ફોટા ઘરમાં લગાવવા માનવામાં આવે છે શુભ.

. દંપતીના બેડરૂમમાં રાધા કૃષ્ણનો ફોટો લગાવવો જોઈએ. એનાથી બંને વચ્ચે પ્રેમ વધે છે.

image source

. બે હંસોની જોડી કે કોઈ પણ બે પક્ષીઓની જોડીનો ફોટો લગાવવો પણ સારો માનવામાં આવે છે.

. ઉગતા સૂર્યની પેઇન્ટિંગ લગાવવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પૂર્વ દિશામાં આવી પેઇન્ટિંગ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જામાં વધારો થાય છે.

.ૐ, સ્વસ્તિક કે પછી અન્ય કોઈ શુભ ચિહ્નોવાળી પેઇન્ટિંગ કે ફોટો લગાવવો પણ શુભ માનવામાં આવે છે.

image source

. 7 ઘોડાનો ફોટો કે પેઇન્ટિંગ લગાવવાથી ઘરના વાતાવરણમાં શાંતિ અને પોઝિટિવિટી આવે છે. સાથે સાથે આનાથી પરિવારના સભ્યો વચ્ચે એકતા જળવાઈ રહે છે પણ એવો ફોટો કે પેઇન્ટિંગ લગાવો જેમાં સફેદ ઘોડા જરૂર હોય.

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 1 – https://bit.ly/DharmikVato1

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 2 – https://bit.ly/DharmikVato2

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 5 – https://bit.ly/DharmikVato5

Source: Amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ