શું તમારા ઘરમાં પણ આ દિશામાં છે સિડી? તો આજે વાંચી લો આ લેખ, નહિં તો….

ઘરમાં આ દિશામાં બનેલ સીડીઓ ખોલે છે કિસ્મતના ખજાના, અત્યારે જ જાણી લો શુભ દિશા નહિતર પાછળથી પસ્તાવું પડશે.

સંસ્કૃતમાં કહેવામાં આવ્યું છે કે, ગૃહસ્થસ્ય ક્રિયાસ્સર્વાં ન સિદ્ધયન્તિ ગૃહં વિના. વાસ્તુ શાસ્ત્ર ઘર, પ્રાસાદ (મહેલ), ભવન કે પછી મંદિર નિર્માણ કરવા માટે પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે જેને આધુનિક સમયના વિજ્ઞાન આર્કિટેક્ચરનું પ્રાચીન સ્વરૂપ માનવામાં આવી શકે છે. જીવનમાં જે વસ્તુઓને આપણે દૈનિક જીવનમાં ઉપયોગ કરીએ છીએ તે વસ્તુઓને કેવી રીતે રાખવામાં આવે તેના વિષે પણ વાસ્તુ શાસ્ત્ર છે વસ્તુ શબ્દ પરથી જ વાસ્તુનું નિર્માણ થયું છે.

image source

વાસ્તુ શાસ્ત્રમાં સીડીઓને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ભવનના દક્ષિણ- પશ્ચિમ એટલે કે નૈઋત્ય કોણમાં પૃથ્વી તત્વની પ્રધાનતા હોય છે એટલા માટે નૈઋત્ય કોણમાં સીડીઓ બનાવવાથી આ દિશાનો બહાર વધી જાય છે જે વાસ્તુ શાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત શુભ માનવામાં આવે છે. એટલા માટે આ દિશામાં સીડીઓનું નિર્માણ કરાવવું શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. આમ કરવાથી આપની ધન- સંપત્તિમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં રહેતા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે. દક્ષિણ દિશામાં બનવવામાં આવેલ સીડીઓ તેવા ઘરમાં રહેતા પરિવારના સભ્યો માટે પ્રસિદ્ધિ અને યશનું કારણ બની શકે છે. ત્યાં જ પશ્ચિમ દિશામાં સીડીઓનું નિર્માણ કરાવવાથી લાભદાયક પરિણામ મળે છે. જો આપના ઘરમાં જગ્યાનો અભાવ છે તો આપ વાયવ્ય કે પછી આગ્નેય કોણમાં પણ સીડીઓનું નિર્માણ કરાવી શકો છો.

અહિયાં યોગ્ય નથી.:

image source

ઘરના મધ્ય ભાગમાં એટલે કે, બ્રહ્મ સ્થાન અતિ સંવેદનશીલ ક્ષેત્ર માનવામાં આવે છે એટલા માટે આપે ઘરના મધ્ય ભાગમાં ભૂલથી પણ સીડીઓનું નિર્માણ કરાવવું જોઈએ નહી, નહિતર આવા ઘરમાં રહેનાર વ્યક્તિઓને અલગ અલગ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. ઈશાન કોણ વિષે જાણીએ તો વાસ્તુ શાસ્ત્રમાં ઈશાન કોણને હળવો અને ખુલ્લો રાખવાની વાત કરવામાં આવી છે, એટલા માટે ઈશાન કોણમાં સીડીઓ બનાવવી તે ઘરમાં રહેતા વ્યક્તિઓ માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. આમ કરવાથી વ્યવસાયિક મુશ્કેલીઓ, ધનહાનિ કે પછી દેવામાં ડૂબવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે એટલું જ નહી બાળકોના કરિયર માટે પણ બાધા રૂપ બની શકે છે.

કેવી સીડીઓ હોય છે શુભ:

image source

વાસ્તુ શાસ્ત્રના નિયમ મુજબ આપે ઘરમાં સીડીઓનું નિર્માણ ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ કે પછી પૂર્વ દિશાથી પશ્ચિમ દિશા તરફ કરાવવું જોઈએ. જે વ્યક્તિઓ પૂર્વ દિશા તરફ સીડીઓનું નિર્માણ કરાવી રહ્યા છે તેમણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, સીડી પૂર્વ દિશાની દીવારથી અડીને હોવી જોઈએ નહી, પૂર્વ તરફની દીવાર અને સીડીના મધ્યથી થોડાક અંતર અવશ્ય હોવું જોઈએ, એનાથી આપનું ઘર વાસ્તુ દોષથી મુક્ત થાય છે.

image source

શુભ ફળને પ્રાપ્ત કરવા માટે ધ્યાન રાખવું કે, સીડીઓની સંખ્યા વિષમ હોવી જોઈએ જેમ કે, ૫, ૭, ૯, ૧૧, ૧૫, ૧૭ વગેરે. સીડીઓની શરુઆતમાં અને અંતમાં દરવાજો હોવો વાસ્તુ શાસ્ત્રના નિયમો મુજબ હોય છે પરંતુ સીડીઓમાં નીચેનો દરવાજાને ઉપરના દરવાજાને બરાબર કે પછી થોડો મોટો હોવો જોઈએ. એના સિવાય એક સીડીથી બીજી સીડીનું અંતર ૯ ઈંચ જેટલું ઉપયુક્ત માનવામાં આવ્યું છે. કોઈપણ ભવનમાં સીડીઓના નિર્માણ કરતા સમયે આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે કે, સીડીઓ ચઢતા સમયે વ્યક્તિનું મુખ પશ્ચિમ દિશા કે પછી દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ અને સીડીઓ ઉતરતા સમયે વ્યક્તિનું મુખ ઉત્તર દિશા કે પછી પૂર્વ દિશા તરફ હોવું જોઈએ.

જાણી લો આ વાતો:

image source

-વીજળી અને અગ્નિ સાથે સંબંધિત કોઈપણ સામાન જેવા કે, ઇન્વર્ટર, જનરેટર, વોટર કુલર, એ.સી., મોટર, મિક્સર, મસાલા કે પછી લોટ દળવાની ઘરેલું ઘંટી વગેરે વસ્તુઓને સીડીઓની નીચે રાખવી વાસ્તુ દોષ માનવામાં આવે છે.

-સીડીઓની નીચે કિચન, પૂજાઘર, શૌચાલય, સ્ટોરરૂમ બનાવવો જોઈએ નહી નહિતર અમ કરવાથી ત્યાં નિવાસ કરી રહેલ પરિવારના સભ્યોને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

-જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી ગોળાકાર સીડીઓ બનાવવી જોઈએ નહી. જો જરૂરિયાત છે તો, સીડીઓ બનાવતા સમયે સીડીઓને એવી રીતે બનાવવી જોઈએ કે, ચઢતા સમયે વ્યક્તિ ડાબી તરફ વળી જાય એટલે કે ઘડિયાળની દિશામાં.

image source

-ઘરમાં ખુલ્લી સીડીઓ બનાવવી એની સાથે વાસ્તુ શાસ્ત્ર સહમત છે નહી એટલા માટે સીડીઓ પર શેડ જરૂરથી કરાવવો જોઈએ.

-તૂટેલી કે ખરાબ થઈ ગયેલ, અસુવિધાજનક સીડીઓ ઘરમાં અશાંતિ અને ગૃહ કલેશ ઉત્પન્ન કરે છે.

-સીડીઓની નીચેનું સ્થાન ખુલ્લું જ રાખવું જોઈએ આમ કરવાથી ઘરમાં રહેતા બાળકોને ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરવામાં મદદગાર સાબિત થાય છે.

-જો આપના ઘરમાં જે સીડીઓ બનાવી છે તેમાં વાસ્તુ દોષ છે તો તેને ફરીથી તોડીને બનાવવી સંભવ છે નહી તો આપે સીડીઓની નીચે એક પિરામીડ મૂકી દેવો જોઈએ, આ ઉપાય કરવાથી ઉત્પન્ન થયેલ વાસ્તુ દોષના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ