ઘરમાં લગાવો આ પ્લાન્ટ, જે ઘરની હવાને શુદ્ધ કરવાનું કરે છે કામ, સાથે બચાવશે નેગેટિવ વિચારોથી પણ

આપે જરૂરથી લગાવી દેવા જોઈએ સ્નેક પ્લાન્ટ, આપના ઘરની હવાને ફિલ્ટર કરીને રાખે છે સ્વચ્છ.

શું છે સ્નેક પ્લાન્ટ?

આજના સમયમાં કેટલાક પ્રકારના ઇન્ડોર પ્લાન્ટ્સ (Indoor Plants)નો ઉપયોગ ઘરની સજાવટ કરવા માટે કરવામાં આવે છે. ત્યાં જ કેટલાક પ્રકારના છોડ ફેંગશુઈને ધ્યાનમાં રાખીને ઘરમાં લગાવવામાં આવે છે. એના સિવાય કેટલાક એવા પણ છોડ છે જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. આવા જ છોડ માંથી એક છોડ છે સ્નેક પ્લાન્ટ (Snake Plant). આ એવા છોડવાઓ માંથી એક છોડ છે જેજોવામાં તો સારા લાગે જ છે સાથે જ હવાની ગુણવત્તાને સુધારવા માટે પણ જાણવામાં આવે છે. ચાલો આપને જણાવીએ કે, સ્નેક પ્લાન્ટ આપના સ્વાસ્થ્યને કેવી રીતે ફાયદા પહોચાડી શકે છે અને સ્નેક પ્લાન્ટની દેખભાળ કેવી રીતે કરી શકો છો.

સ્નેક પ્લાન્ટ એક સામાન્ય ઇન્ડોર પ્લાન્ટ છે જેને સંસેવિયા ટ્રિફસિઆટા પણ કહેવામાં આવે છે. આ મુખ્યત્વે એશિયા અને આફ્રિકામાં મળી આવે છે. એને હંમેશા લીલા રંગના જોવા મળતા તલવાર આકારના પાંદડાઓ માટે ઓળખવામાં આવે છે. એના પાંદડા ઉપરની તરફ વધે છે અને તલવારની જેમ જોવા મળે છે. આ છોડ જોવામાં આર્ટીફીશીયલ પ્લાન્ટની જેમ જ લાગે છે. સ્નેક પ્લાન્ટનો ઉપયોગ મોટાભાગે ઘરની સજાવટ કરવા માટે કરવામાં આવે છે. આ જોવામાં ખુબ જ આકર્ષક હોય છે. સ્નેક પ્લાન્ટને વધવા માટે ખુબ જ ઓછા પાણીની જરૂરિયાત હોય છે. સ્નેક પ્લાન્ટની પાંદડીઓ થોડાક અંશે ઝેરીલી પણ હોય છે એટલા માટે સ્નેક પ્લાન્ટને બાળકોની પહોંચથી દુર રાખવા જોઈએ.

ઘરમાં સ્નેક પ્લાન્ટને રાખવાના ફાયદા.

રાતના સમયે હવાને કરે છે ફિલ્ટર.

સ્નેક પ્લાન્ટ ઘરની અંદર રહેલ હવાને ફિલ્ટર કરવામાં મદદ કરે છે. આ ખુબસુરત દેખાતા પ્લાન્ટના ખાસ સંયંત્ર વિષે અનોખી વાત એ છે કે, આ એ કેટલાક છોડવાઓ માંથી એક છે રાતના સમયે કાર્બન ડાઈઓકસાઈડ (CO2) ને ઓક્સિજનમાં પરિવર્તિત કરી શકે છે. આ ગુણ એને ઘરની સજાવટ માટે એક આદર્શ છોડ બનાવે છે કેમ કે, આ સ્વસ્થ વાયુપ્રવાહને વિનિયમિત કરવામાં મદદ કરી શકે છે.

ઝેરીલા પ્રદુષકોને હટાવે છે.

સ્નેક પ્લાન્ટને વિષાક્ત વાયુ પ્રદુષકોને હવા માંથી દુર કરવામાં મદદ કરવાની ક્ષમતા માટે પણ જાણવામાં આવે છે. સ્નેક પ્લાન્ટ કાર્બન ડાઈઓક્સાઈડ, બેન્જીન, ફાર્મલાડીહાઈડ, જાઈલીન અને ટોલ્યુન જેવા પ્રદુષકોને અવશોષિત કરી શકે છે. નુકસાનકારક વિષાક્ત પદાર્થોને અવશોષિત કરવા અને બહાર કાઢવાની ક્ષમતાની સાથે, સ્નેક પ્લાન્ટ એર એલર્જીની વિરુદ્ધ એક પ્રભાવિત બચાવ તરીકે પણ કામ કરે છે.

કેવી રીતે કરવી જોઈએ સ્નેક પ્લાન્ટની દેખભાળ?

સ્નેક પ્લાન્ટની સાર- સંભાળમાં ખુબ જ ઓછી દેખભાળની જરૂરિયાત હોય છે. આ જ કારણ છે કે, લોકો સ્નેક પ્લાન્ટને સરળતાથી પોતાના ઘરમાં લગાવે છે. સ્નેક પ્લાન્ટ એક લચીલો છોડ હોય છે અને આ છોડ ઘરની અંદર અને બહાર બંને જગ્યાએ જીવિત રહી શકે છે. જો આપ પોતાના ઘરમાં સ્નેક પ્લાન્ટ લગાવવાની યોજના બનાવી રહ્યા છો તો આપના માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

વધારે પાણી છોડ માટે નુકસાનકારક:

વધારે પાણી સ્નેક પ્લાન્ટ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ પ્લાન્ટને સ્વસ્થ રાખવા માટે એને એક સારી રીતે સુકાઈ ગયેલ પોટમાં લગાવવો જોઈએ. વધારે પાણી સ્નેક પ્લાન્ટના મુળિયાના સડવાનું કારણ બની શકે છે. એટલા માટે સ્નેક પ્લાન્ટમાં ત્યારે જ પાણી નાખો જયારે તેની માટી પૂરી રીતે સુકાઈ ગઈ હોય.

ઈનડાયરેક્ટ તાપ છે સારો.:

સ્નેક પ્લાન્ટ માટે ઈનડાયરેક્ટ તાપ સૌથી સારો માનવામાં આવે છે. સ્નેક પ્લાન્ટને કોઈ ઓછા તાપ આવતી જગ્યાઓ પર વધી શકે છે. સ્નેક પ્લાન્ટ ઘરની અંદર અને બહાર ક્યાંય પણ વિકસિત થઈ શકે છે. એના ખાસ દેખભાળની રાખવાની જરૂરિયાત હોતી નથી.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ