ઘરમાં વરસાવવી છે મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તો હમેંશા આ રીતે કરો તેમનું પૂજન..

શાસ્ત્રોમાં જણાવવામાં આવેલા આ નિયમોથી તમારા ઘર પર બની રહેશે મા લક્ષ્મીની કૃપા, નહિ થાય ધનની કમી, ઘરમાં વરસાવવી છે મા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ તો હમેંશા આ રીતે કરો તેમનું પૂજન

હાલના દિવસોમાં ભાગદોડ ભરેલા જીવનમાં દરેક વ્યકિત પોતાના પરિવારની સુખ શાંતિ માટે દિવસ રાત મહેનત કરે છે. ઘરવાળાની સુખ શાંતિ અને સુવિધાઓ સાથે અને આટલી મહેનત કર્યા બાદ દરેક વ્યકિત ઈચ્છે છે કે તેના ઘરમાં સુખ શાંતિ પણ જળવાઈ રહે. પરંતુ જોવા મળે છે કે ઘણા લોકો આટલી મહેનત અને પૈસા કમાણા બાદ પણ તેમના ઘરમાં શાંતિની કમી રહે છે. જી હા કહેવાય છે કે પૈસાથી દરેક ખુશી મળે છે પરંતુ તે પૈસા શું કામના જે તમને શાંતિ ન આપી શકે અને આ જ વાતથી ઘણા લોકો ચિંતિત રહે છે.

જ્યાં ઘણા લોકોને ઓછી મહેનત છતા પણ આસાનીથી ધન પ્રાપ્તિ થાય છે તો ત્યાં જ ઘણા લોકો ખૂબ પરિશ્રમ કર્યા બાદ પણ એટલા પૈસા નથી કમાઈ શકતા અને ના તો મનચાહી સફળતા મળે છે. ભલે વાત નોકરીયાત માણસની કરીએ કે બિઝનેસમેનની દરેક વ્યકિતને ધન પ્રાપ્તિ સાથે મનની શાંતિ પણ જોઈએ. તો આજ અમે તમને અમારા આ લેખમાં જણાવીશું કે કઈ વિધિથી તમે તમારા ઘરમાં રોજબરોજના કલેશ, ઝગડા વગેરે કેવી રીતે ઓછા કરવા, કે પછી એવું શું કરવું જેનાથી ઘરમાં સુખ-શાંતિ જળવાઈ રહે અને સબંધમાં પ્રેમ સબંધ જળવાઈ રહે. તો ચાલો હવે તમને જણાવીએ છીએ તે જ ઉપાયો વિશે જેને કરીને તમે આ શાંતિને મેળવી શકો છો. જણાવી દઈએ કે આ ઉપાય શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે અને અચૂક પણ છે.

પીપળો

જણાવી દઈએ કે પીપળાના વૃક્ષની હિંદુ ધર્મમાં ખૂબ માન્યતા હોઈ છે, હિંદુ લોકો આ વૃક્ષની પણ પૂજા કરે છે. શાસ્ત્રોને અનુસાર જો તમે નિયમિત રીતે પીપળાના વૃક્ષ પર જળ અર્પિત કરો છો તો એવું કરવાથી તમારા પિતૃદોષનું શમન થાય છે અને સાથે જ ઘરમાં ખુશહાલી પણ આવે છે.

દાન

ત્યાં જ બીજો ઉપાય છે કે જો તમે સાચા મનથી કોઈ આશ્રમમાં લોટ અને સરસિયાનું તેલ દાન કરો છો તો એવું કરવાથી તમારા ઘરમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિ પણ આવે છે.

મીઠું (નમક)

ત્યાં જ કહેવામાં આવે છે કે જો તમે અઠવાડિયામાં એક વાર સમુદ્રી મીઠુ અથવા સિંધાલુ મીઠુ પાણીમાં મેળવીને ઘરમાં પોતુ કરો છો તો એવું કરવાથી પણ ઘરમાં ખુશહાલી અને સુખ સમૃદ્ધિ આવે છે. ત્યાં જ શાસ્ત્રોને અનુસાર જો તમે મીઠાવાળા પાણીથી પ્રાય: ઘરનો ઉંબરો ધુઓ છો તો એવું કરવાથી ઘરથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

લીંબુ

લીંબુથી પણ ઘણા પ્રકારના ઉપચાર કરવામાં આવે છે. જણાવી દઇએ, કહેવામાં આવે છે કે જો તમે લીંબુના ચાર ટુકડા કરી ચારે દિશમાં ફેંકી દો, અને આ પ્રકિયા તમે ૪૦ દિવસ સુધી કરો છો તો તમને રોજગાર પ્રાપ્‍ત થવાની દિશમાં વિશેષ અનુકુળતા થાય છે.

લક્ષ્મી પૂજન

જણાવી દઈએ કે લક્ષ્મી માતાને ધનના દેવી કહેવામાં આવે છે. તેમની કૃપા જે કોઈ પર પણ હોઈ છે તેના ઘરમાં ધન અને વૈભવની કમી નથી થતી. પરંતુ લક્ષ્મી માતાના પૂજન માટે જરૂરી છે કે તમે તેમનું પૂજન કરતા સમયે અમુક વાતોનું ધ્યાન રાખો જેથી સદા તમારા પર તેમની કૃપા બની રહે. જણાવી દઇએ કે માતા લક્ષ્મીની પૂજા ક્યારેય પણ એકલા ન કરવી જોઈએ પરંતુ ભગવાન વિષ્ણુ સાથે કરવી જોઈએ.

મહામૃત્યુંજય જાપ

ત્યાં જ શાસ્ત્રોને અનુસાર જો તમે દરરોજ ઘરથી નિકળતા પહેલા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીને ઘરની બહાર નિકળો છો તો તમારા પર દિવસભર સુરક્ષા રહે છે.

અમાસની રાત

ત્યાં જ કહેવામાં આવે છે કે અમાસને દિવસે ભોજન કરતા પહેલા જો પોતાના પિતૃને પણ ભોજનનો ભોગ લગાવો છો તો પિતૃના આશિર્વાદથી ઘર પર હમેંશા બરકત રહે છે. ત્યાં જ અમાસની રાત્રે ચાર રસ્તા પર સરસિયા તેલનો ચોમુખ દીવો પ્રગટાવવો પણ ખૂબ શુભ માનવામાં આવે છે અને સાથે જ ઋણ મુક્ત પણ થશો. ધ્યાન રહે આ ઉપાયોને પ્રયોગમાં લાવવાથી તમારે ક્યારેય ધન અને સુખ સમૃદ્ધિની કમી ન થાય અને ઘરમાં હમેંશા શાંતિનું વાતાવરણ જળવાઈ રહે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ