ઘરમાં બરકત લાવવા તમે મનીપ્લાન્ટ વાવો છો ? તો તેની જગ્યાએ આ છોડ વાવો ધનના ઢગલા થશે !

ભારતમાં કોઈ પણ ઘરમાં જો તમે જશો તો ત્યાં તમને બે છોડ તો ચોક્કસ જોવા મળશે એક છે તુલસીનો છોડ અને બીજો છે મની પ્લાન્ટ જેને લક્ષ્મી વેલ પણ કહેવાય છે. તુલસી આપણે વાર તહેવારે પુજા કરવા તેમજ હીંદુ ધર્મોમાં તેને એક પવિત્ર છોડ માનવામાં આવે છે તે કારણસર વાવીએ છીએ.

દરેક વ્યક્તિની એવી ઇચ્છા હોય છે કે તે ખુબ ધન એકઠુ કરે. ઘણા લોકો ખુબ મહેનત કરતા હોવા છતાં તેમને ત્યાં પૈસાની હંમેશા ખોટ રહ્યા કહે છે અને ઘણા લોકો ઓછી મહેનતે પણ ધનસંપન્ન રહે છે. અને ધનની ખોટને પુરી કરવા માટે આપણે મહેનત તો કરતા હોઈએ છીએ પણ કેટલીક ધાર્મિક વિધિઓ તેમજ વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની ગોઠવણી પણ કરતા હોઈએ છીએ.

મની પ્લાન્ટ પાછળ ઘણા લોકોનું એવું માનવું છે કે ઘરમાં મનીપ્લાન્ટ વાવવાથી ધનની આવક વધી જાય છે. આ ઉપરાંત મની પ્લાન્ટને સૂર્ય પ્રકાશની જરૂર નથી પડતી કે નથી તો તેને માટીની પણ જરૂર પડતી. તેને માત્ર પાણીમાં પણ ઉગાડી શકાય છે. તે દરેક સ્થિતિમાં ખુબ જ સારી રીતે ઉગી જાય છે. જો કે ઘણીવાર એવું થતું હોય છે કે મની પ્લાન્ટ વિકસી જ નથી શકતો.

પણ જો તમે એવું માનીને લક્ષ્મી વેલને ઘરમાં ઉગાડતા હોવ કે તે તમારા ઘરમાં બરકત લાવશે તો તેની જગ્યાએ તમારે ઘરમાં આ છોડને વાવવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે આ છોડ તમારા ઘરમાં ધનના ઢગલા કરી દેશે તેટલી બધી હકારાત્મક ઉર્જા ધરાવે છે.

આ છોડનું નામ છે ક્રાસુલા. આને પણ એક પ્રકારનો મની પ્લાન્ટ જ કહેવામાં આવે છે. વાસ્તવમાં તેને ઇંગ્લીશમાં મની ટ્રી પણ કહેવામા આવે છે.

ફેંગશુઈમાં પણ ઘરમાં આ છોડને રાખવા બાબતે જોર આપવામાં આવ્યું છે. ફેંગશુઈમાં કહેવામાં આવ્યું છે કે જો ઘરમાં આ છોડને રાખવામાં આવે તો તેનાથી પૈસો આકર્ષાય છે.

આ છોડના પાંદડા ખુબ જ જીણા અને ગાદીદાર તેમજ મખમલી હોય છે. ક્યારેક ક્યારેક તેના પાંદડાની કીનારીઓ લાલ પણ થઈ જાય છે. આ છોડ ખુબ જ ભરાવદાર હોય છે અને તે ખુબ જ ઝડપથી વિકસે છે.

આ છોડને વાવવો પણ સરળ છે. કોઈ પણ નર્સરીમાં આ છોડ ઉપલબ્ધ હોય છે. તમારે માત્ર ત્યાંથી આ એક છોડ ખરીદવાનો છે અને તમારા ઘરના ક્યારામાં તેને લગાવી દેવાનો છે. આ છોડને પણ તડકા કે છાંયડા ગમે ત્યાં લગાવી શકાય છે તે ગમે ત્યાં વિકસી શકે છે.

ફેંગશુઈમા જણાવવામાં આવ્યું છે કે આ છોડમાં હકારાત્મક ઉર્જા હોય છે જે ઘરમાં હકારાત્મક વાતાવરણ તો ફેલાવે જ છે પણ સાથે સાથે ધનને પણ પોતાની તરફ આકર્ષે છે. જો તેને કોઈ ચોક્કસ સ્થાન પર લગાવવાની વાત હોય તો તમે તેને શક્ય હોય તો ઘરના પ્રવેશ દ્વારની જમણી બાજુ મુકી શકો છો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ