જો ઘરમાં આ રીતે દેખાય કાળી કીડી, તો થશે કંઇક…

આપણા બધાના ઘરમાં ચોક્કસપણે કાળી કીડીઓ જોવા મળી આવે છે. આપણાંમાંથી મોટાભાગના લોકો આ ઘટનાને સામાન્ય ઘટના માનીને ધ્યાન આપતા નથી. પરંતુ શું આપ જાણો છો કે આ કીડીઓ સાથે કેટલીક શુભ અને અશુભ ઘટનાઓ જોડાયેલી હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ વિશે વિસ્તારથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

image source

કહેવાય છે કે કાળી કીડીઓને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. કાળી કીડીનો સંબંધ શનિ ગ્રહ સાથે બતાવામાં આવ્યો છે. કહેવાય છે કે કાળી કીડીઓને ચોખા નાખવાથી વૈકુંઠનું સુખ પ્રાપ્ત થાય છે. આ માન્યતા મુજબ વ્યક્તિને વિષ્ણુ લોકમાં જગ્યા મળે છે. કીડીઓને લોટનું ચૂરમું પણ નાખવાનું કહેવામાં આવે છે. આ માન્યતાથી કહે છે કે આમ કરવાથી દુર્ભાગ્ય સમાપ્ત થાય છે.

image source

ઘરમાં સીમિત સંખ્યામાં કીડીઓનું હોવું સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે ઘરની કીડીઓને ખાંડ નાખવી જોઈએ. આ માન્યતા મુજબ એમ કહેવાય છે કે કીડીઓને ખાંડ નાખવાથી દાંપત્યજીવનમાં આવનારી તકલીફો દૂર થાય છે. તેમજ પતિ પત્ની વચ્ચે થતા નાના મોટા ઝગડા ખતમ થઈ જાય છે. એક અન્ય ઉપાયમાં જણાવાયું છે કે ઘરની કીડીઓને નારિયેળનું છીણ નાખવાથી ઘરની નકારાત્મક ઉર્જાને સમાપ્ત થઈ જાય છે.

image source

રંગના આધારે કીડીઓને બે ભાગમાં વહેચવામાં આવે છે. લાલ કીડીઓ અને કાળી કીડીઓ. માન્યતાઓ મુજબ કાળી કીડીઓને ઘર માટે શુભ માનવામાં આવી છે અને લાલ કીડીઓને નહિ.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ કીડીઓને ખાવાનું નાખવાથી કુંડળીમાં રાહુ અને શનિની દશા મજબૂત બને છે. રાહુ અને શનિની દશા મજબૂત હોવાથી વ્યક્તિને ઘણા પ્રકારના લાભ થવાનું કહેવાય છે. એક માન્યતા મુજબ ઘરની કીડીઓને જરૂરથી કઈક ને કઈક ખવડાવી દેવું જોઈએ. જેથી વ્યક્તિનું પૃથ્વી તત્વ મજબૂત બને છે.

image source

જ્યારે કોઈ ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે તો તે ઘર પર ખૂબ મુસીબતો આવે છે. એક પછી એક તકલીફો આવતી જ રહે છે. આટલી બધી તકલીફો પછી પણ આપ સમજી શકતા નથી કે મુસીબત આવતા પહેલા સંકેત આપે છે. સાચી વાત છે મુસીબત આવતા પહેલા સંકેત આપે છે.

image source

જો આપની સાથે પણ તકલીફોનું આવું જવું લાગ્યું રહે છે તો આપે જાણી લેવું જોઈએ કે તકલીફો આવવાના સંકેત ક્યાં હોઈ શકે છે. તો જાણીશું કે તકલીફ આવતા પહેલા કેવા પ્રકારના સંકેત આપે છે.

image source

સામાન્ય રીતે કીડી કાળી હોય કે લાલ તેઓને મીઠી એટલે કે ગળી વસ્તુઓ જેવી કે ખાંડ, ગોળ, ઘઉંનો લોટ વગેરે આવી વસ્તુઓમાં કીડીઓ વધુ જોવા મળે છે. પરંતુ કાળી કીડીઓ જ્યારે નમકીન એટલે કે જે વસ્તુ ગળી ના હોય તેમછતાં તેવી વસ્તુઓમાં કાળી કીડીઓ જોવા મળે તો તે એક સંકેત છે કે આપની પર ને આપના ઘર પર મુસીબતો આવાનો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ