ક્યારેક કિચનના કેબિનેટ તો ક્યારેક વાસણમાંથી, ન જાણે ક્યારે, ક્યાંથી વાંદાઓ ફરતાં જડી જાય! જ્યારે તમે રસોડાના કાર્ય પૂરા કરીને બહાર જાઓ છો ત્યારે આ જંતુઓ કેબિનેટ કે વાસણો પર ફરતા દેખા દઈ શકે છે. અને તેમનું આમ ફરવું એટલે બિમારીને નોતરું આપવું.

રસોઈ કર્યા બાદ ભલે તમે સ્લેબ તેમજ નીચે ફર્શ ની સફાઈ કરતાં હોય પણ આટલું જ કાફી નથી. આ જંતુઓથી કેમ છુટકારો મેળવવો એના થોડાંક ઉપાયો તમારા માટે લઈ આવ્યા છીએ, તો વાંચતા રહો..
પ્રશ્ન છે કે સૌથી પહેલા કિચન જ કેમ?

૧. ઘરના અન્ય ભાગો કરતા સૌથી વધારે કીડી, મકોડા અને કોક્રોચ થવાની સંભાવના કિચનમાં જ હોય છે. કેમ કે આ જંતુઓને પણ ભીનાશ અને ભોજનની જરૂર હોય છે. અને રસોડાં કરતા સારી જગ્યા કઈ હોય શકે! ખાસ કરીને જો વરસાદી વાતાવરણ હોય તો ભેજ સતત જળવાય રહે છે. તેમજ આ જંતુઓ વાસણમાં રહેવા લાગે છે કેમ કે વાસણ તેમના માટે ઘર જેવું બની જાય છે. બીજું કારણ વાસણની બરાબર સફાઈ ન થવી પણ હોય શકે છે.
સરસ રીતે ચોખ્ખું કરો.

૨. રસોડાના પ્લેટફોર્મ, કેબિનેટ, ફ્રિજ, અને ફર્શની બરાબર રીતે સફાઈ કરવી. ઘણી વખત નાના નાના ભોજનના ટુકડા રહી જવાના કારણે પણ કીડાઓ જલ્દી પહોંચી જતા હોય છે. કામ કરતી વખતે લોટ કે ભાત જેવું કંઈ પણ જમીન પર પડે તો તરતજ તેની સફાઈ કરી લેવી. આમ કરવાથી તે સુકાસે નહિ અને સફાઈ પણ આસાનીથી થઈ જશે.
ભેજથી દુર રાખો.

૩. રસોડું ફક્ત ચોખ્ખું રાખવું જ પૂરતું નથી પરંતુ તેને સૂકું રાખવું પણ એટલું જ જરૂરી છે. ખાસ કરીને ચોમાસામાં ભીનાની બદલે સૂકા પોતાનો ઉપયોગ કરવો. તેમજ સ્ટોવને ભીના કપડાં થી સાફ કર્યા બાદ તરત જ સૂકા કપડાં થી લૂંછી લેવો. તડકો લગાવતી વખતે તેલ અને મસાલાના જે ટીપાં બહાર ઉડે છે તે રોકવા હમેશાં ઢાંકણ ઢાંકીને જ તડકો આપવો. બેકિંગ સોડા, વિનેગર, કિટાણુનાશક અને ડિટર્જન્ટના મિશ્રણથી સફાઈ કરવાથી ચીકાશ પણ દૂર થઈ જશે.
તેના સિવાય તમે આ ઉપાય પણ કરી શકો છો.

૪. – સફેદ સરકો અને પાણીને બરાબર માત્રIમાં ભેળવીને જ્યાં કીડીઓનો ત્રાસ હોય ત્યાં છાંટી દેવી. તેમજ જ્યાંથી નીકળતી હોય તે કાણાને પણ બુરી દેવું.
- – દાલચીની, લવિંગ અને તજથી પણ કીડીઓ ભાગે છે. તજપત્રને ખાંડના કે મીઠી વસ્તુના ડબ્બામાં મૂકવાથી પણ કીડીઓથી રાહત મળે છે. તજપત્રનો ભુક્કો કરીને પણ રસોડાના ખૂણામાં મૂકી શકાય.
- – કપૂરની ગોળી પણ અત્યંત અસરકારક સાબિત થાય છે. જ્યાંથી કીડીઓ નીકળતી હોય ત્યાં નાખી દેવું.
- – બેકિંગ પાઉડર અને ખાંડને બરાબર માત્રામાં ભેળવીને જ્યાં જ્યાં પણ કોકરોચ દેખાય ત્યાં નાખી દેવું. ખાસકરીને રસોડાં તેમજ સિંકના ખૂણામાં. આ સોલ્યુશનને હર ત્રીજા દિવસે બદલીને છાંટતા રહેવું.
સાચી સંભાળ જરૂરી છે.

૫. કચરાપેટીને રસોડામાંના રાખતા બાલ્કની અથવા આંગણામાં રાખવી તેમજ ઢાંકણ સરસ રીતે બંધ રાખવું. કચરાપેટીને દરરોજ સાફ કરવી. વપરાયેલી ચા પત્તી, ફળ અને શાકભાજીના કચરાને રસોડામાં રાખવી નહિ. રસોડામાં બધા સમાનને સરસ એર ટાઈટ ડબ્બામાં ભરવા.

રોટલી પણ બની શકે તો એર ટાઈટ ડબ્બામાંજ રાખવી, આમ કરવાથી તેની સુગંધ ફેલાસે નહિ અને કીડીઓથી બચાવી શકાશે. વપરાયેલા વાસણ જો જાતે સાફ ના કરતા હોય તો પણ તેમાંથી એઠ કાઢીને જ તેને સિંકમાં મુકવા. આમ કરવાથી પણ તમે જંતુઓને આમંત્રણ આપવાથી બચી જશો. વાસણ ધોવા બાદ સિંક પણ જરૂર સાફ કરવી.
દુર્ગંધ પણ હોય શકે છે કારણ.

૬. વધેલા ખોરાકની દુર્ગંધથી પણ કીડી- મકોડા આકર્ષિત થાય છે. એટલે જમવાનું બનાવવાના સ્થાન પર થોડો બેકિંગ સોડા છાંટી દેવી. લીંબુના રસ ભરેલો વાટકો પણ મૂકી શકાય. તેના સિવાય પ્લેટફોર્મ પર પોતું મારતા વખતે બે ટીપાં સરકાના પણ નાખી શકો. વિનેગર, ડીટર્જન્ટ અને બેકિંગ સોડાના મિશ્રણથી ચૂલો અને પ્લેટફોર્મ સાફ કરી શકાય. આમ કરવાથી જિદ્દી માં જિદ્દી દુર્ગંધ પણ છુમંતર થઇ જશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ