ઘરેથી ભાગીને કચરો વીણવાનું કામ કરતો હતો આ છોકરો, આજે છે કરોડો રૂપિયાનો માલિક, જાણો તેની સક્સેસ સ્ટોરી

વિક્કી રોય- જેમની પાસે રહેવાનું ઘર ના હોય અને પછી અચાનક તેમની કિસ્મત બદલાય અને પૈસાદાર થઈ જાય છે એવા લોકોની સક્સેસ સ્ટોરી વિશે સાંભળ્યું હશે અને આજે અમે તમને એક એવા છોકરાની સક્સેસ સ્ટોરી વિશે જણાવીશું જે ક્યારેક રસ્તા પર અને રેલવે સ્ટેશન પર કચરો વીણતો હતો અને આજે કરોડોનો માલિક બની ગયો છે.

જો તમે ઈમાનદારી અને મહેનતથી કામ કરો તો જીવનમાં એક ના એક દિવસ તમને જરૂર સફળતા મળે છે. દુનિયામાં મહેનત એક એવી વસ્તુ છે, જે તમારી કિસ્મત બદલી નાખે છે. કિસ્મત પણ તે લોકોને સાથ આપે છે જે લોકો મહેનત કરતા હોય છે.

કચરો વીણવા વાળો વિક્કી રોય બન્યો કરોડપતિ-
પશ્ચિમ બંગાળના પુરુલિયા ગામમાં બહુ ગરીબ પરિવારમાં વિક્કીનો જન્મ થયો હતો. નાનપણ તેના પર બહુ અત્યાચાર કરવામાં આવ્યા હતા જેના કારણે તે ઘરેથી ભાગવા પર મજબૂર થઈ ગયો હતો. ઘરેથી ભાગીને તે દિલ્હી આવી ગયો અને અહીં પોતાનું પેટ ભરવા માટે કચરો વીણવાનું કામ શરૂ કરી દીધું.

જ્યારે પૈસાની જરૂરત પડી ત્યારે તે એક હોટલમાં કામ કરવા લાગ્યો અને ત્યાં તેની મુલાકાત એક એવા વ્યક્તિ સાથે થઈ જેને વિક્કીની કિસ્મત બદલી નાખી અને આ વ્યક્તિ વિક્કી માટે ભગવાન સમાન હતો. તેમને વિક્કી રોયનું એડમિશન સલામ બાળક ટ્રસ્ટ નામની સંસ્થામાં ધોરણ 6 માં કરાવ્યું. અહીં વિક્કીએ 10માં ધોરણ સુધી અભ્યાસ કર્યો.

વર્ષ 2004માં તે અભ્યાસ પૂરો કરી રહ્યો હતો તે સમયે તે ટ્રસ્ટમાં ફોટોગ્રાફીના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં બ્રિટિશ ફોટોગ્રાફર પિક્સી બેંઝામિન આવ્યા હતા પરંતુ તે સમયે વિક્કીને ઈંગ્લિશ ન હતું આવડતું. તેન કારણે તે ફોટોગ્રાફી વર્કશોપ અટેન્ડ કરવાની તક ન મળી.

જો કે, વિક્કી રોયે હાર ન માની અને તે દરમિયાન તેની મુલાકાત એની માન નામની ફોટોગ્રાફર સાથે થઈ. તેને વિક્કીને પોતાની પાસે કામ પર રાખ્યો અને તેને 3,000 રૂપિયા મહિનાની સેલરી પણ આપતી. વર્ષ 2007માં ઈન્ડિયા હૈબિટેંડ સેંટમાં એક એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમને પોતાની ફોટોગ્રાફીનું પહેલું એક્ઝિબિશન રાખ્યું હતું. તેનાથી તે બહુ ફેમસ થયો હતો અને તેમની કિસ્મત ચમકી ગઈ.

તેના પછી તેમને રામનાથ ફાઉન્ડેશન માટે ફોટોગ્રાફી કરવાની ઓફર મળી અને તે ભારતની બહાર જતા રહ્યા. તેના પછી જ્યારે તેઓ પાછા આવ્યા તો તેમને સલામ ટ્રસ્ટ દ્વારા ઈન્ટરનેશનલ એવોર્ડ ફોર સંગ પીપલથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

વિક્કીએ વર્ષ 20011માં પોતાના મિત્રોની સાથે મળીને એક બુક લખી હતી અને સ્ટોક ફોટોગ્રાફી લાઈબ્રેરી ખોલી અને પછી ત્યાં ફોટોગ્રાફરોની સાથે મિશન કવર શોટ માટે શ્રીલંકા જતા રહ્યા જ્યાં તેમને પોતાની પહેલી બુક હોમ સ્ટ્રીટ લખી જેને નજર ફાઉન્ડેશન દ્વારા પબ્લિશ કરવામાં આવી હતી.

આજે વિક્કી રોય દેશની મોટી હસ્તી છે અને આજે તેમની પાસે પૈસા અને શોહરત બંને છે. હવે તેઓ એક ઈન્ટરનેશલ ફોટોગ્રાફર છે, તેમની પાસે કરોડો રૂપિયા છે. આજે એવું કોઈ નહીં હોય જે વિક્કી રોયને નહીં આળખતું હોય.

આ કહાની વાંચીને તમને પણ થયું હશે કે જો મહેનતથી કોઈ પણ કામ કરવામાં આવે તો દરેક મુશ્કેલી પણ સરળ થઈ જાય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે. તમે પણ દિલથી મહેનત કરશો તો એકના એક દિવસ જરૂરથી તમને સફળતા મળશે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી