વેલેન્ટાઈન ડે ઘરે મનાવવાનો પ્લાન છે તો આ રીતે કરી લો સજાવટ, જાણો તમામ ડેકોરેટિવ આઈડિયાઝ

સદીઓથી પ્રેમને એક અલગ જગ્યા આપવામાં આવી છે અને ફેબ્રુઆરી મહિનો તો પ્રેમ કરનારા માટે ખાસ માનવામાં આવે છે કેમકે આ મહિને એક અઠવાડિયું આ માટે ફાળવવામાં આવે છે. વેલેન્ટાઈન ડેની વાત કરીએ તો આ દિવસે કપલ્સ પોતાના પાર્ટનરને ઘરમાં પમ અનેક સરપ્રાઈઝ આપવાના પ્લાન બનાવે છે.

image source

આ માટે તેઓ ઘરને સારી રીતે સજાવે છે અને સાથે અનેક વાર એવું બને છે કે તેમાં પણ કોઈ ખામી દેખાઈ જાય છે તેનાથી પાર્ટનરનું મન ઉદાસ થઈ જાય છે. તો આ સમયે તમે ગભરાઓ નહીં કેમકે ઘરની સજાવટના કેટલાક ખાસ ઉપાયો અમે તમને આપવા જઈ રહ્યા છીએ. તો જાણી લો કેટલાક યૂનિક આઈડિયાઝ અને સજાવી લો ખાસ દિવસે તમારું ઘર.

લાલ રંગના બલૂન્સથી ઘરને આપો ખાસ લૂક

image source

વેલેન્ટાઈન ડેને દરેક લોકો ખાસ બનાવવાની કોશિશ કરે છે. આ માટે તમારે ઘરની સજાવટ પણ રોમેન્ટિક લૂકમાં કરવાની રહે છે. આ માટે તમે લાલ રંગના બલૂન્સથી સજાવટ કરી શકો છો અને તેમાં પણ હાર્ટ શેપના બલૂન્સ ખાસ રહે છે. દીવાલથી લઈને જમીન પર આ બલૂન્સ રાખી શકાય છે. સાથે લાલ રંગના ફૂલથી ઘરની સજાવટ કરી શકાય છે. લાલ રંગની રિબનથી દિવાલોને સજાવી શકાય છે. આ સિવાય તમે બેડની ચારે તરફ પણ લાલ દિલ શેપના બલૂન્સ લગાવી શકો છો અને રૂમની લાઈટ પણ લાલ રંગની કરી શકો છો.

કેન્ડલ લાઈટ ડિનરથી ખુશ કરો પાર્ટનરને

image source

જો તમે વેલેન્ટાઈન ડેના દિવસે પાર્ટનરને ઘરે જ સરપ્રાઈઝ આપવા ઈચ્છો છો તો તમે એક સ્પેશ્યલ કેન્ડલ લાઈટ ડિનરની વ્યવસ્થા કરી શકો છો. તેનાથી તમે ડિનર ટેબલ સજાવી શકો છો. તેમાં તમારી મદદ કેન્ડલ, ફૂલ અને ચોકલેટ કરી શકે છે. ડિનર ટેબલ પર કેન્ડલ લગાવીને તમે તેને ફૂલથી સજાવી લો. આ સાથે તમે દિલ શેપની કેક પણ લાવીને રાખી શકો છો. તેની પર તમે વેલેન્ટાઈન ડે લખાવી લાવો. પાર્ટનરે આ રીત પણ ખુશ કરી શકે છે.

મીણબત્તી કરશે તમારી મદદ

image source

જ્યારે તમે ઘરની અંદર પ્રવેશ કરો ત્યારે તમારી નજર ઘરમાં પડવાની શરૂ થાય છે. એવામાં જરૂરી છે કે સજાવટ ઘરના ગેટથી કરાય. તેમાં મીણબત્તીઓ તમારી મદદ કરશે. ગેટની આજુ બાજુ તમે મીણબત્તીઓ પ્રગટાવીને રાખો, આમ કરીને તમે જે સ્થાને પાર્ટનરને સરપ્રાઈઝ આપવા ઈચ્છો છો તે સ્થાન સુધી મીણબત્તીઓ મૂકો. અહી તમે તેમના માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ લાવીને મૂકી દો. આ પ્લાન પણ પાર્ટનરને ખુશ કરી શકે છે અને તેમના માટે યાદગાર દિવસ બની શકે છે.

ઘરના દરેક ખૂણાને રોશનીથી ભરી લો

image source

વેલેન્ટાઈન ડેના ખાસ અવસરે તમે ઘરના દરેક ખૂણાને સજાવી શકો છો. આ માટે તમે ઘરમાં ખાલી પડેલી બોટલનો ઉપયોગ કરી શકો છો. તેમાં તમારે લાઈટ લગાવવાની રહે છે. આ બોટલોને તમે બેઠક રૂમમાં, પર્સનલ રૂમમાં પણ દરેક ખૂણામાં લગાવી શકો છો. રાતના સમયે તેની લાઈટિંગ રૂમને સુંદર બનાવે છે. જો તમે મીણબત્તીની મદદથી આ કરી શકો તો તે તમારા માટે સસ્તો અને સુંદર વિકલ્પ બની રહે છે. તેનાથી તમારા ઘરની સુંદરતા પણ બની રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ