જલ્સા કરોને જેંતીલાલ

જો તમને આવડે છે આ 5 કામ તો ઘરે બેસીને ફ્રિલાન્સિંગની મદદથી કમાઈ શકાશે મોટી રકમ

જો તમે ઘરે બેઠા વધારે રૂપિયા કમાઈ લેવાનું વિચારી રહ્યા છો કે પછી તમે એવી જોબ શોધી રહ્યા છો જેમાં વર્ક ફ્રોમ હોમની સુવિધા મળે તો તમે 5 ફીલાન્સિંગ જોબ કરી શકો છો. તેના માટે તમારી પાસે કેટલુંક સ્પેશ્યલ નોલેજ હોવું જોઈશે. તો જાણો આ વાતો વિશે.

ડિજિટલ માર્કેટિંગ

image source

સૌથી લોકપ્રિ અને ઈન ડિમાન્ડ સ્કીલમાંથી તે એક માનવામાં આવે છે. સ્ટાર્ટઅપ્સને માટે માર્કેટિંગ એક મોટો રોલ હોય છે. માર્કેટિંગની મદદથી તે પોતાના બિઝનેસને આગળ વધારે છે. આજના સમયમાં પણ દરેક સ્ટાર્ટઅપ્સને ડિજિટલ માર્કેટિંગની જરૂર રહે છે જેની મદદથી તેઓ સોશ્યલ મીડિયા પર પોતાના બિઝનેસને વધારે છે. એક રિપોર્ટમાં મળતી માહિતી અનુસાર ભારતમાં એક ફ્રીલાન્સ ડિજિટલ માર્કેટરનું સામાન્ય વેતન 5,74,152 રૂપિયાથી 9,59,358 રૂપિયા વાર્ષિક હોય છે.

ડિજિટલ માર્કેટેટરની પાસે કઈ સ્કીલ હોવી જોઈએ

વેબ ડેવલપર

image source

વેબ ડેવલપર પણ સૌથી મોટી દિમાન્ડ ધરાવતી પ્રોફાઈલ છે. કેમકે દરેક સ્ટાર્ટઅપને પોતાના ગ્રાહકોની સાથે જોડી રાખવા માટે એક આકર્ષક વેબસાઈટની જરૂર રહે છે. ટેક્નોલોજીના સમયમાં વેબ ડેવલપરની માંગ વધારે રહે છે. વેબસાઈટ બનાવવા માટે તમારે કોડિંગ અને વેબ ડિઝાઈનિંગની જરૂર રહે છે.

આ સ્કીલ્સની રહેશે જરૂર

કન્ટેન્ટ રાઈટિંગ

image source

આ એક શોખ, રૂચિ, જૂનૂન સાથે શરૂ થાય છે અને જલ્દી બ્લોગિંગ અનેક બ્લોગર્સની માટે એક કરિયર વિકલ્પ બને છે. અનેક વોકો ફૂલટાઈમ બ્લોગર હોય છે. બ્લોગ શરૂ કરવાની 2 રીત હોય છે. તમે એક તો વર્ડપ્રેસ કે ટંબલરની મદદથી એક બ્લોગ બનાવી શકો છો. તેમાં કોઈ રોકાણની જરૂર નથી કે પોતે બ્લોગ બનાવી શકાય છે. તે કંટેન્ટ પર તમને એડ મળી શકે છે અને તમે રૂપિયા કમાઈ શકો છો. કંટેન્ટ રાઈટિંગ ઓનલાઈન પ્લેટફોર્મ પર સારી શરૂઆત હોઈ શકે છે. આર્ટિકલની ગુણવત્તાના આધાર પર તમે રૂપિયા કમાઈ શકો છો.

ગ્રાફિક ડિઝાઈનિંગ

image source

જો તમે કોઈ ગ્રાફિક ડિઝાઈનિંગ સોફ્ટવેર જેવા કે એડોબ ક્રિએટિવ ક્લાઉડ કે ફોટોશોપ જેવા સોફ્ટવેરની સારી જાણકારી રાખો છો તો તમે કંપનીઓ માટે ગ્રાફિક ડિઝાઈન કરીને સારી કમાણી કરી શકો છો. આ માટે તમારી પાસે ક્રિએટિવ માઈન્ડ હોવું જરૂરી છે. એક રિપોર્ટ અુનુસાર ભારતમાં એક ફ્રીલાન્સ ગ્રાફિક ડિઝાઈનરને પ્રતિ કલાક 295 રૂપિયા વેતન મળે છે અને ભારતમાં ગ્રાફિક ડિઝાઈનરનું વાર્ષિક વેતન 5,21, 505 રૂપિયા છે.

બ્લોક ચેન ડેવલપર

image source

બ્લોક ચેન એક નવું ડોમેન છે આજકાલ દરેક સેક્ટર જેવા કે હેલ્થ કેર, એજ્યુકેશન, રિટેલમાં બ્લોક તેન ડેવલપર્સની જરૂર રહે છે. હાઈ ડિમાન્ડ અને ઓછા ડેવલપર્સના કારણે કંપની આ પ્રોફાઈલને સારા રૂપિયા આપવા તૈયાર રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version