૧૫ યુનિક બિઝનેસ આઈડિયા જે તમે ઘરે બેઠાં જ શરુ કરી શકો છો, તમારી અંદર રહેલા ઉદ્યોગ-સાહસિકને જગાડો…

તમારી અંદર રહેલા ઉદ્યોગ-સાહસિકને જગાવો: ૧૫ વ્યવસાયિક આઈડિયા જે તમે ઘર બેઠાં જ શરુ કરી શકો છો

19 Best Online Businesses to Start in 2020 with Little to No Money
image source

વિશાળ વ્યવસાયોને સક્રિય કરવા માટે ટેક્નોલોજી હંમેશા અગ્રગામી રહેલી છે – તમારા સપનાઓને હકીકતમાં તબદીલ કરવાના એક આઈડિયાને મદદ કરવાથી લઈને આ ધરતી પર ખુબ મોટા એવા તમારા સપનાઓને પાંખ આપવા સુધી બધે જ. તેણે દુનિયાને નાની કરીને આપણે લોકોને આપણી ક્ષમતાઓનો અહેસાસ કરાવ્યો, ખાસ કરીને ત્યારે જયારે રૂપિયા બનાવવાની અને સફળ ધંધો કરવાની વાત આવે. ઉદાહરણ તરીકે ઈ-કોમર્સનું મોટું માથું એમેઝોન, જે હકીકતમાં તો એક ગેરેજમાં ચાલતો બુકસ્ટોર હતો કે જે અત્યારે બુક્સ, કપડાઓ અને કેટલીય ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ આખી દુનિયામાં પહોંચાડે છે.

Who Invented the Internet? | Britannica
image source

આ ઈન્ટરનેટની દુનિયામાં હવે વહેંચવું, ખરીદવું અને સર્વિસ મેળવવી એ ખુબ સરળ બની ગયું છે. રૂપિયા ઓછા છે? કોઈ વાંધો નહીં! અમુક સ્ટાર્ટઅપ આઈડિયા માટે ૧૦,૦૦૦ જેટલી નાની રકમથી પણ શરૂઆત કરી શકાય છે. જરૂરિયાત દરેક વ્યક્તિની આકાંક્ષાઓ પ્રમાણે અલગ હોઈ શકે છે, પણ એટલું જરૂરથી નિશ્ચિત છે કે અનેક લોકોના માધ્યમ દ્વારા આરામથી ઘેર બેઠા કોઈ ધંધો કરવો એ સારું છે. તો તમારી પાસે જો વધુ પૈસા ન હોય રોકાણ કરવા માટેના, પણ તમારામાં આવડત અને ઘરમાં જગ્યા હોય, તો અહીં એવા થોડા પરખેલા અને અજમાવેલા ઘરેલુ ધંધાઓ વિષે જણાવીએ કે જેની શરૂઆત નાના રોકાણથી થઇ શકે છે.

ઘરે બનાવેલી ગિફ્ટ અને સ્ટેશનરી

image source

જો તમે એક કલાકાર છો તો તમે તમારી પ્રતિભા અને આવડતનો ઉપયોગ કરીને ઓનલાઇન અને ઑફલાઇન બંને રીતે પૈસા કમાઈ શકો છો. ઘરે બનાવેલા સાબુ અને મીણબત્તીથી લઈને સ્ટેશનરી જેમકે પેન્સિલ, નોટબુક વગેરે પ્રકારના ઉત્પાદનોની ખુબ વ્યાપક રેન્જ છે જે તમે શોધી શકો છો. તમે આ બધું એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા મોટા પોર્ટલ પર વહેંચી શકો છો, અને જો તમે આ નાના અને સરળ પાયે કરવા માંગતા હોવ તો નાના પ્લેટફોર્મ જેવાકે ઈનિડામાર્ટ, ઇન્સ્ટાગ્રામ અને વૉટ્સએપ પર પણ તે થઇ શકે. ટેક્નોલોજીની નાની મદદ અને ખુબ નાના રોકાણ દ્વારા તમે તમારી પ્રતિભા માટેના પૈસા કમાઈ શકો છો.

SPEEDRUN] CUPHEAD - Funfear Fever #3 (59s) - YouTube
image source

ઑફલાઇન, તમે કોઈ લોકલ ફલી માર્કેટનો કે ફેસ્ટિવ મેળા અથવા પ્રદર્શનમાં ભાગ લઇ શકો. તમારી પ્રતિભાની પેદાશને દેખાડવા માટે તકનો ક્યારેય અભાવ નથી હોતો, પછી તે સન્ડે સૉઉલ સેન્ટે, બેંગ્લોર હોય કે પછી દિવાળી મેલાસ, દિલ્લી હોય. ઘણા લોકોએ નાની વસ્તુઓથી શરૂઆત કરી અને પછી ચાર દીવાલો વચ્ચેથી નીકળીને ખુબ મોટા બિઝનેસ સુધી પહોંચ્યા, જેમકે ક્રાફ્ટ કાર્ટ કે જે મિનિએચર, એકસેસરીઝ, ઘરેણાઓ, ગ્રીટિંગ કાર્ડ્સ, કેંડલ્સ, ન્યૂઝપેપર બોક્સિસ, બાસ્કેટ, લેમ્પ શેડ્સ જેવા સુંદર ઉત્પાદનો બનાવે છે.

ટિફિન સર્વિસ

image source

શહેરોમાં કામમાં રોકાયેલા ઢગલાબંધ કર્મચારીઓ પોતાના ઘરથી દૂર રહેવાના કારણે ઘરે બનાવેલા ભોજન માટે તરસે છે અને તે માટે ભારે કિંમત ચુકવતા હોય છે. જો તમે એવી જગ્યાએ રહો છો જ્યાં યુવાન કર્મચારીઓ આજુબાજુ રહે છે તથા તમે સારું ખાવાનું બનાવી શકો છો, તો તમારા માટે માર્કેટ તૈયાર જ છે. તમે માત્ર બે ચાર લોકોને ભોજન પૂરું પાડવાથી શરુ કરી શકો અને પછી જેમ તમને બરાબર લાગે તેમ વધારી શકો. કરિયાણું ઘરે મંગાવી અને તેમાં જે સમય બચે તે ભોજન બનાવવામાં અને તેને પેક કરવામાં તથા જેઓ ઘરના ભોજનને મિસ કરે છે તેમને પહોંચાડવામાં આપી શકાય. જો તમારા બનાવેલા ભોજનની માંગ વધે તો, તમે થોડા મદદનીશ પણ રાખી શકો અને ૨૦-૫૦ લોકોને ભોજન પૂરું પડી શકો તમારા પોતાના રસોડામાંથી.

ટયુશન્સ અને પ્રોગ્રામિંગ કલાસીસ

image source

હવે બધા જ કોર્સ ઓનલાઇન મળી જાય છે, આથી ટયુટરની જરૂરિયાત પહેલા જેવી નથી રહી પણ છતાંય ઘણા માબાપ પોતાના સંતાનો કઈ નવું શીખે એવું ઈચ્છે છે, કોડિંગ થી લઈને સ્ટેમ સબ્જેક્ટ સુધી અને જો કોઈ પોતાનો પર્સનલ સમય આપે એવા લોકોથી મદદ લઈને આ બધું શીખવા ઈચ્છે છે. બેઝિક પ્રોગ્રામિંગ શીખવા માટેની માંગ ખુબ વધુ છે. તમારે એક કે બે બાળકોથી શરુ કરવાનું અને પછી લોકોને તેઓની વાતોથી જ ખબર પાડવા દેવી. જો તમે સારું ભણાવતા હશો તો માબાપની માંગ ઓછી નહીં થાય. તમે ઔપચારિકતા માટે વૉટ્સએપમાં ગ્રુપ બનાવીને સ્ટુડેન્ટના માબાપ સાથે જોડાઈ શકો છો અને કલાસિસની ડીટેઇલ આપી શકો છો.

મોન્ટેસરી અને ક્રેચે

લોકોમાં પ્રીસ્કૂલની માંગ ખુબ વધી ગઈ છે. નાનપણથી જ સારી ગુણવત્તા વાળા ભણતરની માંગ આ હરીફાઈ વાળા જમાનામાં ખુબ વધી છે. તમારા વિસ્તારમાં એક કોલોની અથવા સોસાયટી શોધો અને પ્લે સ્કૂલ શરુ કરો. કાનૂન પ્રમાણે, તમે એક પ્રોફિટ કે નોન-પ્રોફિટ એન્ટરપ્રાઇઝ તરીકે રેજિસ્ટર કરી શકો છો. તમે કોઈ ફ્રેન્ચાઇઝી માટે કામ કરી શકો અથવા પોતાનું નવું પ્લે સ્કૂલ શરુ કરી શકો. પહેલાના જમાનામાં જયારે માબાપ નોકરી પર જતા ત્યારે વડીલો બાળકોનું ધ્યાન રાખતા. પણ હવે, માબાપ પોતાના સંતાનોને ટિમ બિલ્ડીંગ એકટીવીટીમાં ગોઠવવા માંગે છે અને પ્રી સ્કૂલ તથા ક્રેચે આ માટે સચોટ જગ્યાઓ છે જેથી આવી જરૂરતો પુરી થઇ શકે. જો તમારામાં બાળકોને ભણાવવા તથા સાચવવાનું ધૈર્ય હોય તો આ તમારા માટે એકદમ સાચું ઉદાહરણ છે બિઝનેસ માટેનું.

હોબી કલાસીસ

image source

પેઇન્ટિંગ, સિંગિંગ, આર્ટ એન્ડ ક્રાફ્ટ હોય કે મ્યુઝિક, હજુ પણ એવા ઘણા લોકો હોય છે જેઓ આ બધાના કલાસીસ લેતા હોય, પછી તે મોટું શહેર હોય કે નાનું. જો તમે મ્યુઝિકમાં નિપુણ છો તો આગળ વધો અને થોડું કાર્નેટિક મ્યુઝિક શીખવાડો અથવા તો પિયાનો કે ગિટાર કે ડ્રમ્સ કઈ રીતે વગાડાય તે શીખવાડો. આર્ટના કલાસ લ્યો અથવા માટીની બનેલી વસ્તુઓ શીખવાડો. તમારામાં જે પણ પ્રતિભા રહેલી હોય, તેનો લાભ લ્યો અને કલાસનો તે પ્રમાણે ભાવ લ્યો. અને આ બધાને લોકોમાં પ્રચલિત કરવા માટે તમારા ને તમારા સ્ટુડેંટ્સના કામને સોશ્યલ મીડિયા જેવાકે ઇન્સ્ટાગ્રામ અથવા સ્નેપચેટ પર મુકો. આ માત્ર એક સારું માર્કેટિંગ જ નથી પણ આ રસ્તા દ્વારા લોકોને એ ખબર પડશે કે તમે શું કામ કરી રહ્યા છો.

ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી

Photographer and Videographer Management Company | Brand Root 360
image source

તમે એક ખુબ સારા મુસાફર છો અથવા તમને ફોટાઓ પાડવાનો શોખ છે? જો તમને લાઈટિંગ અને ISO વિષે જાણકારી છે, અને તમે એક ફોટાના કોમ્પોઝિશન બાબતે ઘણી ચર્ચાઓ કરી શકો છો? જો ફોટોગ્રાફીનું અને વીડિયોગ્રાફીનું અંદર બહાર બધું ખબર હોય, તમે આ માટે ઉત્સાહી લોકોના પ્રોફેશનલ ટ્રેનિંગ માટેના સેશન્સ લઇ શકો છો. તમે બહારની જગ્યાઓ પર શૂટ મારે જઈશકો અથવા ઘરની અંદર પણ આવી ફોટો ગ્રાફી કરી શકો આ બધું તમારા બજેટ અને પસંદગી પ્રમાણે નક્કી કરી શકાય. આખી દુનિયા ક્લિક થવા માટે રાહ જોઈ રહી છે, અને લોકો ઘણી વાર ફોટોગ્રાફી શીખવા માટે સારા પૈસા આપવા પણ તૈયાર હોય છે. તમે માનસી ગંડોત્રાની સ્ટોરી પર થી પ્રેરણા લઇ શકો છો.

હોમ – બેકર્સ

image source

હોમ બેકર્સ આહલાદક હોય છે – કોઈ પણ વ્યક્તિ ખુબ દૂર થી કેકની સુગંધ લઇ શકે છે. બેક કરેલી વાનગીઓ કોને ના ભાવે – કસ્ટમ કેક થી માંડીને પાય, પેસ્ટ્રીઝ, ડોનટ્સ, કૂકીઝ, અને ચોકોલેટ્સ કે બ્રેડસ, મુઝ, ફ્રૂટ ફ્લેવર્ડ રૅલીશીસ અને હજુ ઘણું! જો તમારી બેકિંગની આવડત ખુબ સારી છે, તો તમે આસાની થી તમારા ઘરેથી જ પેટીસેરી સેટ કરી શકો છો, અને તમે તમારી આ આવડતને બેકિંગ ના કલાસિસ દ્વારા આગળ પણ વધારી શકો છો. અને આવી જ રીતે નાઝીયા અલી, કે જે ઘરે રહેતી એક માતા હતી, તેમણે પોતાની સફર શરુ કરી!

નર્સરી અને ફ્રેશ ઉત્પાદનો

The Best Places to Buy Plants Online - Cheap Indoor Plants to Order
image source

ઘરે ઉગાડેલાં ફળો થી માંડીને ઓર્ગેનિક શાકભાજી સુધી, તમારું આંગણું ફ્રેશ ઉત્પાદનો નો સોર્સ બની શકે છે. બધા પ્રકારની વનસ્પતિઓ, ફળો અને શાકભાજીઓ – વિદેશી પણ જેવાકે પેશન ફ્રૂટ અને પીચ – તમારા આંગણામાં વાવી શકાય છે, જે પછી તમારી પિગી બેન્ક બની શકે છે. તમારા ઘર આંગણે પાક ઉછેરવા એ સાબિત કરે છે કે સ્ટાર્ટઅપ તમારા આંગણાથી પણ થઇ શકે છે. સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી વિતાવવી એ હવે આ દિવસોમાં ખુબ પ્રખ્યાત થઇ રહ્યું છે – તમારા ઉત્પાદનોને વ્યવસ્થિત ઉછેરો અને તેની જાહેરાત કરો, તમને ગ્રાહકો થોડા સમયમાં જ મળી જશે.

ઉત્પાદનો સિવાય, ફૂલોના છોડ જેમકે બોગનવેલ, બોન્સાઇ અને ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ ઘરની શોભા વધારવામાં ઉપયોગી થઇ શકે છે અને તમારા આવકનું સાધન પણ બની શકે છે. તમારા આંગણા અને પેશીઓ થી માંડીને ટેરેસ અને બાલ્કની, તમારી નાનકડી નર્સરી ગ્રીન હોમ માટેના તમારા ઈન્ટીરીઅર ડિઝાઇનિંગ બિઝનેસની શરૂઆત બની શકે છે. અને તમે તમારા ગ્રીન થમ્બને તમારા ગાર્ડનિંગ સ્ટોર માટે પણ વાપરી શકો છો. જેમ કે અર્બન ફાયરફ્લાય, આ સુમન છાબરિયા અડ્ડેપલ્લીનું એક સ્ટાર્ટઅપ છે કે જે એક એવી જગ્યા છે જ્યાં તમારા ગાર્ડન માટે બધું જ મળી રહે છે.

મીની લાયબ્રેરી

Mini Library: Amazon.com
image source

શું તમે સંગ્રહ પ્રેમી છો? શું તમારું બેઝમેન્ટ કે પેન્ટહાઉસ બુક્સ થી ભરેલું છે? તો તમે તમારી પોતાની કોમ્યુનિટી લાયબ્રેરી શરુ કરી શકો છો અને તમારા વિસ્તારમાં રહેતા અને જેઓ બુક વાંચવાના શોખીન છે તેઓને પણ મદદ કરી શકો છો. આનાથી સંગ્રહ શોખીન લોકોને મળવું શક્ય બનશે અને એટલું જ નહીં પણ ટોકન મેમ્બરશીપ પ્લાન બનાવીને થોડી ઘણી આવક કરવાનું પણ શક્ય બનશે. તમે ટોકન એન્ટ્રી ચાર્જની મદદથી ઇવેન્ટ પણ કરી શકો છો – જેમકે BYOB (bring your own book) ઇવનિંગ. જૂની બુક્સના બદલામાં નવી બુક્સ આપો, એકટીવીટી કરાવો અને મીટ અપ રાખો – એવું ઘણું કરી શકાય.

પેટ સીટિંગ

How to Board Your Pets for Cheap - Spills Spot
image source

તમે ક્યારેય વિચાર્યું છે કે જયારે લોકો રજાઓમાં બહાર જાય અને તેમના પાલતુ પ્રાણીઓને સાથે ન લઇ જઈ શકે તો ક્યાં મૂકીને જાય છે? જોકે તમે જાતે તેઓને રજૂઆત કરીને તેમના રુવાંટીદાર અને પિછાંયુક્ત મિત્રોનું ધ્યાન રાખવાની ઑફર કરી શકો છો. તમારા ઘરમાં હંગામી શ્વાનગૃહ બનાવો. તેમના માટે ખાવાની વ્યવસ્થા કરો, તેમને ચાલવા લઇ જાઓ અને તેમની સાથે કેચિંગ રમો (જરૂર પડે તો), અને તેમને પ્રેમ આપો. તમે તેમના માલિકને આ બધી કોસ્ટને ભરપાઈ કરવાનું કહી શકો અને તેમની ગેરહાજરીમાં તેમના પાલતુ પ્રાણીને સાચવવાના ટોકન ચાર્જ રૂપે રૂપિયા લઇ શકો.

હોમમેડ જામ અને કોંડિમેન્ટ્સ

How to Make Strawberry Jam - Texanerin Baking
image source

સંગ્રહ કરેલા અથાણાં, ચટણી, અને જામ આ બધા લોકોમાં ખુબ પ્રસિદ્ધ છે અને જો તે ઘરે બનેલા હોય તો તો તેમાં કંઈક અલગ જ ખાસિયત હોય છે. ઘરના મસાલાઓ પ્રમાણિત ફ્લેવરથી ભરપૂર અને સ્ટોરમાં જથ્થાબંધ મળતા મસાલાઓ કરતા વધુ સારા હોય છે. જો તમારામાં સારા અથાણાંઓ, ચટણી અને તાજા મસાલાઓ તથા જામ ઘરે બનાવવાના સાધનો હોય અને તમારી તેમાં આવડત હોય – તો તેના પર લેબલ લગાવો, તેને વહેંચો અને જુઓ તમારો આ ધંધો ક્યાંય પહોંચે છે. આ જ રીતે, અપેક્ષા જૈન એ પોતાનો ગોરમેટ જાર નો ધંધો શરુ કર્યો.

હેન્ડમેડ એકસેસરીઝ અને જ્વેલરી

એકસેસરી બનાવવી એ એક સ્કિલ છે અને અમુક લોકોને આવું આર્ટિસ્ટિક, વાયબ્રન્ટ અને પેટર્ન સાથે કલરફુલ બનવું ખુબ ગમતું હોય છે. એરિંગથી માંડીને નેકલેસ સુધી – જો તમારામાં જીણી જીણી વસ્તુઓની પરખ હોય અને ટ્રેન્ડ કઈ રીતે સેટ કરવો તેની પરખ હોય તો તમે હેન્ડમેડ જ્વેલરી ના ધંધાની શરૂઆત કરીને તમારી જાતે બ્રાન્ડ કરી શકો છો. રસ્ટિક અથવા સ્ટોન સ્ટડેડ, મેટાલિક અથવા ગ્લિટરી – જો તમે સ્ટાઇલ માટેના સ્ટાન્ડર્ડ સેટ કરી શકો, તો તમે ઘરે બનાવેલ વસ્તુઓની બ્રાન્ડ સેટ કરી શકો છો.

હેન્ડ-પેઇન્ટેડ અને એમ્બ્રોયડર્ડ દુપટ્ટાસ, સાડીઓ અને ગારમેન્ટ

traditional wedding unstitched punjabi salwar suit with heavy hand ...
image source

શું તમને લાગે છે કે તમે ડિઝાઇન અને એમ્બ્રોઇડરી અને પ્રિન્ટના ક્ષેત્રે અભિરુચિ ધરાવો છો અને તમે તેમાં સારા છો? શું તમે કોઈ સામાન્ય વસ્તુને સુશોભિત કરી શકો છો? શું તમે કાપડના એક સાદા ટુકડાને હેન્ડપ્રિન્ટ અથવા પ્રિન્ટ્સથી એક સારા ટુકડામાં ફેરવી શકો છો? તો તમે પહેલેથી જ ઘરેલુ ઉદ્યોગ સાહસિક છો. લોકોને હંમેશા તેમના કપડાં ભવ્ય દેખાવના જોઈતા હોય છે. તેમની આ તરસને તમારા પોતાના અનોખા પ્રિન્ટિંગ અને ડિઝાઇનિંગથી બુજાવો અને તેમના સપના પુરા કરો. નાના ગ્રાહકોથી શરુ કરીને તમે ધીમે ધીમે તમારા ધંધાને વધારી શકો છો અને તમારું પોતાની બુટિક પણ ખોલી શકો છો. ઉષા ઝા, કે જેઓ પેટલ ક્રાફ્ટ્સના શોધક છે, તેમણે તેમનો ધંધો ઘરેથી શરુ કર્યો અને હવે તેઓ પટનામાં મધુબની આર્ટના ચેમ્પિયન છે.

એડ્વાઇસરી સર્વિસીસ: ટેક્ષ પ્લાનિંગ, ફાઇનાન્શ્યલ કન્સલ્ટિંગ વગેરે

The ICRC Advisory Service on international humanitarian law ...
image source

ઘણા લોકોને બેઝિક ટેક્ષ કઈ રીતે ભરવો તેમજ પોતાના રૂપિયા કઈ રીતે અલગ અલગ જગ્યાએ રોકવા તેની સારી જાણકારી હોય છે. આ જમાનામાં ઓનલાઇન ઘણી ગાઈડ લાઈન અવેલેબલ છે પણ છતાંય ઘણા લોકો પર્સનલ એડવાઈઝરનો આગ્રહ રાખતા હોય છે. જો તમને આ ક્ષેત્રમાં સારી જાણકારી છે અને તમારી શાખ તેમાં સારી છે તો તો તમે કોઉન્સેલિંગ અને ફાઇનાન્શ્યલ પ્લાનિંગમાં હાથ અજમાવી શકો છો. જેમ એડ્વાઇસના ઘણા સોર્સ આ જમાનામાં હાથવગા છે, લોકો તેમાં ગૂંચવાઈ જતા હોય છે અને તેઓને કોઈ એવું જોઈતું હોય છે જે તેમને પ્રોસેસમાંથી પાસ કરાવે. જો તમારી પાસે કિંમતી સલાહ આપવા માટે હોય અને તમે ક્ષેત્ર નિષ્ણાંત હોવ, તો તમે તમારું તે જ્ઞાન વાપરી શકો અને કમાઈ શકો.

હોમ ટ્રેનર્સ

ઘણા લોકો કસરત કરવાનું ટાળતા હોય છે જો તેઓને જિમ અથવા ડાન્સ કલાસમાં જવાનું હોય તો અને અહીં નિષ્ણાતો કામમાં આવે છે. ઘણા ખરા એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્સમાં જિમની ફેસિલિટી હોય છે, તો તમે તમારા ઝુમ્બા અને યોગા સ્કિલને વાપરી શકો અને ટ્રેનિંગ પ્રોવાઈડ કરી શકો. જો તમે નુટ્રિશનના ક્ષેત્રમાં છો, તો તમે કોઈ એવા સાથે પાર્ટનરશીપ કરી શકો જે આવા ફિઝિકાલ ફિટનેસના ક્ષેત્રમાં આગળ હોય તેમને તમે ટ્રેનર રાખી શકો અને અમુક ફી પણ લઇ શકો. જો તમે એપાર્ટમેન્ટના સાધનો વાપરી શકો તો ત્યાં તમારા પૈસા બચી શકે. જો તમે તંદુરસ્ત જીવનશૈલી માટેનું ડાયટ બનાવી જાણતા હોવ તો, તમે ઓવરલ ટ્રેનર બની શકો છો. એક કોમન એપ પર ઓનલાઇન ગ્રુપ બનાવો જેથી લોકોને તમે ડાયટ માટે ટ્રેક કરી શકો.

શું તમે ડાન્સ આર્ટ જાણો છો જે તમે બીજાને શીખવી શકો? એક ડાન્સ સ્ટુડિયો લોન્ચ કરો – જેમકે સાલસા, જીવ, કલાસિકલ અથવા કોઈ પણ બીજા, તમારા ફિલ્ડના તમે ગુરુ બનો.

તમારી જગ્યાને એરબીએનબી પાર ભાડે આપો

શું તમારી પાસે ભાડે આપવા માટે સિટીમાં કોઈ જગ્યા છે જ્યાં તમે રહેતા ના હોવ? શું તમારી પાસે ઘર કે ફ્લેટ છે જે કંટ્રીસાઇડ કે હિલ સ્ટેશન પર હોય અને ખાલી પડ્યું હોય? તેને જરૂરિયાતના સંસાધનોથી ફર્નિશ કરો અને એરબીએનબી પર તેની ડિટેઈલ્સ નાખો. ઘણા બધા પ્લેટફોર્મ હવે અવૈલેબલ છે જ્યાં તમે રેજિસ્ટર કરી શકો અને લોકોને રહેવા માટે જગ્યા આપી શકો જયારે તેઓ મુસાફરી કરતા હોય. આ તમારા અવાક માટેનો એક સારો એવો સ્ત્રોત બની શકે છે, અને તમે તેને ફૂલ ટાઈમ બિઝનેસ બનાવી શકો છો. ટુરિઝમ એ એક સદાબહાર ઇન્ડસ્ટ્રી છે, જો તમે અજનબી મુસાફરોને તમારું ઘર ટૂંક સમય માટે ભાડે આપવા તૈયાર છો, તો આ વિચારને આગળ ધપાવો જેથી તમને એમ જ આવક આવવા માંડશે.

જેમ તમે જોઈ શકો છો, કે તમારા શોખ અને જુસ્સાને એક ફૂલ ટાઈમ બિઝનેસમાં ફેરવવું એટલું અઘરું નથી, અને તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની પણ જરૂર નથી આ બધું પાર પાડવા માટે ઈ-કોમર્સ તમારા માટે મદદરૂપ બની શકે છે, જો તમે સપ્લાય માટે અટવાયેલા હોવ. તમારો આઈડીઆ કોઈ પણ હોય, એટલી ચોક્કસાઈ રાખો કે તમે દરેક લીગલ રિક્વાયરમેન્ટ પૂર્ણ કરો કે જેથી તમારા સ્ટાર્ટઅપને રેજિસ્ટર કરી શકાય, એવા નિયમોનું ચોક્કસ પણે પાલન કરો કે કયા ઉત્પાદનો વહેંચવા અને કયા નહીં. ઘરેથી શરુ કરેલા ધંધામાં ખુબ મુશ્કેલીઓ નહીં આવે – તમારી વિશિષ્ટતા ઓળખો અને ધંધાને શરુ કરવા તરફ આગળ વધો. શુભકામનાઓ!!

આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા મિત્રો સાથે શેર જરૂર કરજો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ