જલ્સા કરોને જેંતીલાલ

લોકડાઉન સમયેે ઘરમાં રહેવાનુ બહુ આકરુ લાગતુ હોય તો વાંચી લો નેલશન મંડેલા વિશે તમે પહેલા

લોકડાઉન દરમ્યાન ઘરમાં જ રહેવાનું બહુ આકરું લાગતું હોય તો નેલશન મંડેલાને યાદ કરજો.

દક્ષિણ આફ્રિકાની સ્વતંત્રતા માટે લડત આપતા નેલશન મંડેલાની ધડપકડ કરીને એને રુબેન ટાપુ પર બંધીવાન બનાવેલા. આ ટાપુ પર એક સાવ નાનકડી રૂમમાં એમને રાખવામાં આવેલા જેમાં સુવા માટે પથારીની પણ વ્યવસ્થા નહોતી.

image source

નેલશન મંડેલાને આ કેદ દરમ્યાન દર 6 મહિને માત્ર એકવખત એક પત્ર લખવા દેવામાં આવતો અને બહારની વ્યક્તિએ મોકલેલો એક પત્ર એને વાંચવા આપવામાં આવતો. 6 મહિનામાં માત્ર એક જ પત્ર લખી શકતા અને એક જ પત્ર વાંચી શકતા.

કોઈ નેલશન મંડેલાને મળવા માટે આવે તો મળવાની મનાઈ હતી. વર્ષમાં માત્ર એક વખત અને એ પણ ફક્ત 30 મિનિટ માટે મળવા દેવાની છૂટ મળતી. આવી પરિસ્થિતિમાં નેલશન મંડેલા એ રુબેન ટાપુ પર કેટલો સમય જેલવાસ ભોગવ્યો છે એ જાણો છો ? પૂરા 18 વર્ષ. ત્યાર બાદ બીજા 9 વર્ષ એને એક ઘરમાં કેદ કરીને રાખવામાં આવ્યા હતા.

image source

આમ નેલશન મંડેલા પોતાના દેશની સ્વતંત્રતા માટે 27 વર્ષ કેદ રહ્યા.

નેલશન મંડેલાને કોઈ સુવિધા નહોતી મળતી અને એકલા રહેવાનું હતું છતાં દેશ માટે 9800 દિવસ કરતા વધુ સમય કાઢ્યો. આપણી પાસે તો ટીવી, ઈન્ટરનેટ, મોબાઈલ અને એ બધાથી વિશેષ આપણો પરિવાર આપણી સાથે છે તો શું આપણે આપણી જાત માટે, આપણા પરિવાર માટે અને આપણા દેશ માટે જરૂર પડે તો થોડા વધુ દિવસો ઘરમાં ના રહી શકીએ ?

image source

લોકડાઉન આકરું લાગે ત્યારે નેલશન મંડેલાનો આ ફોટો જોજો અને એના લોકડાઉનને યાદ કરજો. તકલીફ પોતાની સાથે સ્મિત લઈને પણ આવતી હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version