હવે બાળકો માટે તૈયાર ટેંગ કે પછી રસના પાવડર લાવવાની જરૂરત નથી, ઘરે જ બનાવો…

ઘરે જ બનાવો ઇન્સ્ટન્ટ શરબત બનાવવા માટેના પાઉડર

ઉનાળાની ગરમીમાં બાળકોના વેકેશન ચાલતા હોય છે અને માટે તેમની પાસે રમવાનો અઢળક સમય હોય છે અને તે લોકો ખુબ જ રમતા હોય છે. તેઓ વહેલી સવારે પાર્કીંગમાં ક્રીકેટ કે ફૂટબોલ રમતા હોય છે તો પછી બપોરે ઘરમાં બેસીને રમકડાં, કેરમ, ચેસ રમતા હોય છે અને વળી પાછી સાંજ પડેને બહાર રમવા દેડી જતા હોય છે. આમ આખો દિવસ તેમનો પ્રવૃત્તિઓમાં તેમ જ ધમાચકડીમાં જાય છે. અને આદરમિયાન તેમની સતત કંઈકને કંઈક નવીન વાનગીઓ માંગવાની ડીમાન્ડ તો ચાલતી જ રહે છે. અને ગરમી હોવાથી તેમને વારંવાર તરસ લાગતી હોય છે. તેઓ પાણી તો પીવે જ છે પણ જો ઘરમાં કોલ્ડ્રીંક કે બીજા શરબત કે જ્યૂસ હોય તો તેનો પણ વપરાશ વધી જતો હોય છે. અને બાળકો જ્યારે આઉટડોર ગેઇમ્સ રમતા હોય છે ત્યારે સતત તેમના શરીરમાં પાણીની કમી થતી રહે છે. અને સાથે સાથે ગ્લુકોઝની પણ ઘટ પડતી રહે છે તો તેવા સમયે બાળકોને પાણીની સાથે સાથે જો ફ્લેવર્ડ વોટર એટલે કે જાત જાતના શરબતો જો એક બોટલમાં ભરીને આપી દઈએ તો તેઓ ખુશ થઈ જશે. અને તેમની એનર્જી પણ જળવાઈ રહેશે.

તો આજે અમે તમારા માટે લાવ્યા છે શરબતના પાઉડર બનાવવાની રેસીપીઝ. આમ તો બજારમાં ટેન્ગ અને રસના ઉપલબ્ધ હોય છે. તેમ છતાં ઘરે આપણી નજર સામે બનેલા શરબતની તો મજા જ કંઈક ઓર હોય છે. તો ચાલો બનાવીએ ત્રણ જાતના શરબતના પાવડર.

1. કાલાખટ્ટા શરબત પાવડર

સામગ્રી

½ કપ દળેલી ખાંડ

¼ કપ ગ્લુકોઝ ( જો તમે છુટ્ટક ગ્લુકોઝ બજારમાં ન મળતું હોય તો તમે ગ્લુકોન ડીનું ગ્લુકોઝ લઈ શકો છો)

½ સ્પૂન શેકેલુ જીરુ

½ સ્પૂન સંચળ

ચપટી મીઠું

½ સ્પૂન લીંબુના ફૂલ

કાલા ખટ્ટા ઇમલ્સન (જો કાલા ખટ્ટા ઇમલ્શન ન મળે તો તમે કાલા ખટ્ટા એસેન્સ અને જોડે ફૂડ કલર લઈ શકો છો)

રીત


સૌ પ્રથમ મિક્સરનો જાર લેવો, તેમાં 1 કપ દળેલી ખાંડ ઉમેરવી, હવે તેમા ¼ કપ ગ્લુકોઝ પાવડર એડ કરવો, ત્યાર બાદ તેમાં અરધી ચમચી લીંબુના ફૂલ એડ કરવા. હવે તેને એકવાર ક્રશ કરી લેવું. હવે તેમાં સંચળ પાવડર એડ કરવો, શેકેલા જીરાનો પાવડર એડ કરવો, ચપટી મીઠું એડ કરવું. હવે કાલાખટ્ટા ઇમલ્શન ની ½ ટી સ્પૂન તેમાં એડ કરવી. હવે તેને ફરી ક્રશ કરી લેવું. તેને ધીમે ધીમે ચાલુ બંધ કરીને ક્રશ કરવું. એકદમ બારીક પાવડર તૈયાર કરી લેવો.


તૈયાર છે કાલાખટ્ટા શરબત પાઉડર.

2. ઓરેન્જ શરબત પાવડર

½ કપ દળેલી ખાંડ

¼ કપ ગ્લુકોઝ

ચપટી મીઠું

½ સ્પૂન લીંબુના ફૂલ

ઓરેન્જ ઇમલ્સન

રીત


હવે ઓરેન્જ શરબત પાવડર તૈયાર કરવા માટે એક મિક્સર જાર લેવો. તેમાં દળેલી ખાંડ અને ગ્લુકોઝ પાવડર તેમજ લીંબુના ફૂલ અને મીઠું એડ કરવા. અને તેને મીક્સરમાં મીક્સ કરી લો. ત્યાર બાદ તેમાં ½ ટી સ્પૂન ઓરેન્જ ઇમલ્શન ઉમેરવું. હવે તેને ધીમે ધીમે ક્રશ કરી લેવું. મીક્સરને વારંવાર ચાલુ બંધ કરી લેવું. એકદમ બારીક પાઉડર બનાવી લેવો.

તૈયાર છે ઓરેન્જ શરબત પાઉડર

3. સ્ટ્રોબેરી શરબત પાઉડર

½ કપ દળેલી ખાંડ

¼ કપ ગ્લુકોઝ

½ સ્પૂન લીંબુના ફૂલ

½ ટી સ્પૂન સ્ટ્રોબેરી ઇમલ્સન


સ્ટ્રોબેરી શરબત પાઉડર તૈયાર કરવા માટે તમારે અરધો કપ દળેલી ખાંડ, પા કપ ગ્લુકોઝ, લીંબુના ફૂલ અને ½ ટી સ્પૂન સ્ટ્રોબેરી ઇમલ્શન. આ બધી જ સામગ્રી મીક્સરમાં ભેગી કરી લેવી. ત્યાર બાદ તેને બરાબર મીક્સ કરી લેવી. તેનો બારીક પાઉડર બનાવી લેવો.


તૈયાર થઈ ગયા ત્રણ ફ્લેવરના શરબતના પાઉડર

હવે પાવડરમાંથી શરબત બનાવવાની રીત


3 ચમચી પાવડર (કાલાખટ્ટા/ઓરેન્જ/સ્ટ્રોબેરી) કોઈ પણ ફ્લેવરનો પાઉડર લો. તેને 1 ગ્લાસમાં એડ કરો, હવે તે ગ્લાસમાં એકદમ ચીલ્ડ પાણી ઉમેરો, અને પાવડરને પાણીમાં બરાબર મીક્ષ કરી લો. હવે તેમાં એક આઈસ ક્યૂબ એડ કરો અને ફરી તેને એકવાર હલાવી લો. તૈયાર છે કાલાખટ્ટા કે પછી ઓરેન્જ કે પછી સ્ટ્રોબેરી શરબત.

રેડી છે ઇન્સ્ટન્ટ શરબત તૈયાર કરવા માટે થ્રી-ફ્લેવર્ડ પાઉડર. આ પાઉડરને 1-2 મહિના માટે સ્ટોર કરી શકો છો. તબજારમાં મળતા પાઉડર જેવા જ આ પાઉડર બને છે અને તેમાંથી બનતું શરબત પણ તેવું જ હોય છે અને બાળકોને તે ખુબ જ પસંદ આવે છે.

તો ઉનાળામાં તમારા બાળકોને પાણી નહીં પણ પાણીની સાથે સાથે એક બોટલ આવા સ્વાદિષ્ટ શરબતની પણ આપો. અને તેમના મિત્રોને પણ પીવડાવો. તેમાં ગ્લુકોઝ અને ખાંડ હોવાથી તમારા બાળકોને એનર્જી પણ મળશે અને હાઇડ્રેશન પણ મળતું રહેશે.

તો ઇન્જોય કરો આ ઇન્સ્ટન્ટ શરબત.

સૌજન્ય : અમે ગુજરાતી (યુટ્યુબ ચેનલ)

આ પાવડર બનાવવાની સંપૂર્ણ વિડીઓ રેસીપી જુઓ અહિયાં –