ઘરમાં અગરબત્તી કરવી કે ધૂપ,,, જાણો આ પ્રશ્નનો સાચો જવાબ…

તમે અનેકવાર સાંભળ્યું હશે કે ઘરમાં અગરબત્તી ન કરવી, ઘરમાં હંમેશા ધૂપ કરવો જોઈએ… આ ચર્ચામાં તમે પણ ભાગ લીધો હશે પરંતુ આજ સુધી આ વાત શા માટે કરવામાં આવે છે તેનું સાચું કારણ તમે જાણી શક્યા નહીં હોય. તો ચાલો આજે તમને જણાવી દઈએ શા માટે આ પ્રકારની ચર્ચાઓએ વેગ લીધો છે.

અગરબત્તી બનાવવામાં વાંસનો ઉપયોગ કરવામાં આવે છે અને શાસ્ત્રોમાં વાંસને સળગાવવાની મનાઈ છે. કારણ કે વાંસ બળવાથી પિતૃદોષ લાગે છે. વાંસના લાકડાનો ઉપયોગ અર્થીમાં પણ થાય છે પરંતુ તેને ચિતામાં સળગાવી શકાતી નથી. વાંસ ન બાળવા પાછળ શાસ્ત્રોક્ત કારણ સાથે વૈજ્ઞાનિક કારણ પણ જવાબદાર છે. વૈજ્ઞાનિકો અનુસાર વાંસમાં લેડ તેમજ હેવી મેટલ વધારે પ્રમાણમાં હોય છે. આ બંને પદાર્થ જ્યારે બળે છે તો તેમાંથી સ્વાસ્થ્ય માટે જોખમી નીરો ટોક્સિક અને ઓક્સાઈડ્સ બને છે. તેથી વાંસને બાળવાની મનાઈ કરવામાં આવે છે.

વાંસ તો આપણે સળગાવતાં નથી પરંતુ તેનું લાકડું જે અગરબત્તીમાં ઉપયોગમાં લેવામાં આવે છે તેને રોજ ઘરમાં પ્રજ્વલિત કરીએ છે. આ ઉપરાંત અગરબત્તીને સુગંધી બનાવવા માટે કેમિકલનો ઉપયોગ પણ થતો હોય છે. તે પણ શ્વાસ વડે શરીરમાં જવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે. આ સિવાય એક તર્ક એવો પણ છે કે શાસ્ત્રોમાં નિત્ય થતી પૂજામાં ભગવાન સમક્ષ દીવો અને ધૂપ કરવાની જ વાત કરવામાં આવી છે. જો કે હવે કેટલીક સંસ્થાઓ વાંસ વિનાની અગરબત્તી પણ બનાવે છે જેનો ઉપયોગ કરી શકાય છે. અન્યથા ઘરમાં સવારે અને સાંજે ધૂપ કરવો વધારે હિતાવહ છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક જાણવા જેવી ઉપયોગી માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી