ગુજરાતના લોકો વિશ્વ ભરમાં વેપાર માટે ફેમસ છે. આજે અહીં આવા જ એક ગુજરાતીની સફળતા વિશે વાત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના એક નાનકડાં ગામના રહેતો આ વ્યક્તિ સામાન્ય ખેડૂત પરિવારનો હતો. ગામડામાંથી શહેર સુધીની તેની સફર ઘણી સંઘર્ષપૂર્ણ રહી અને આજે તે હીરા-ઉદ્યોગપતિ બની ગયો છે. આ વ્યક્તિનું નામ છે ઘનશ્યામ ધોળકિયા. તેઓ સુરતમાં ફેમસ હરિકૃષ્ણ ગ્રૂપના સવજી ધોળકિયાના નાના ભાઈ છે. તેમણે મુંબઈના વરલી વિસ્તારમાં 185 કરોડનો બંગલો ખરીદ્યો છે.

કહેવામાં આવી રહ્યું છે કે ઘનશ્યામભાઈ સૌરાષ્ટ્ર સમાજમાં આટલો વૈભવી બંગલો ખરીદનારી કદાચ પ્રથમ વ્યક્તિ હશે. ઘનશ્યામભાઈ સાથે થયેલી વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ભગવાનની કૃપા અને વડીલોના આશીર્વાદથી આ શક્ય બન્યું છે. આ બંગલો વિશે વાત કરતાં તેઓ કહે છે કે છેલ્લા ઘણા સમયથી મુંબઈના વરલી વિસ્તારમાં અમે મકાન શોધતા હતા. ઘણાં મકાનો જોયા પછી અમને આ મકાન પસંદ આવ્યું અને જેથી 185 કરોડમાં આ બંગલોની ડીલ અમે કરી લીધી છે.

આજના સમયે ઘરનું ઘર હોવું તે વાત ઘણી મોટી કહેવાય છે અને તેમાં પણ માયાનગરી મુંબઈની તો વાત જ અલગ છે. મુંબઈમાં જમીન સાથેનું મકાન હોવું એ જ એક મોટી વાત છે અને તેમાં પણ ખાસ કરીને વરલીના આ વિસ્તારમાં. જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં એક સ્ક્વેરફૂટનો ભાવ 93000 રૂપિયા છે. આ બંગલો એસ્સાર ગ્રુપની કંપની આર્કાઈ હોલ્ડિંગ્સ લિ. પાસેથી ગત 30 જુલાઈએ ખરીદાયો છે. તેઓ અહીં સુધી પહોંચી શક્યા તે સફળતાનું કારણ આપતા સવજીભાઈ કહે છે કે જીવનમાં તમે સકારાત્મક વિચારો રાખો એટલે સુખ જરુર મળે છે.

આગળ વાત કરતા તેમણે કહ્યું કે આજે આ સુખ મળ્યું તેનું કારણ છે કે અમે ગામડાંમાં સરોવર બનાવનું કામ કર્યું, પ્રકૃતિને પ્રેમ કર્યો, કર્મચારીઓ માટે સારાં મકાનોની વ્યવસ્થા કરી, તે બધાના આશીર્વાદથી જ આજે અહીં પહોંચ્યા છીએ. આ બંગલોની વાત આજે એટલે સૌ કોઈ કરી રહ્યા છે કારણ કે ઘણા ઉદ્યોગપતિઓ માટે 185 કરોડનો બંગલો ખરીદવો કદાચ સામાન્ય બાબત હોય શકે છે પરંતુ જ્યારે વાત એક નાનકડા ગામડાના ખેડૂતપુત્ર વિશે થઈ રહી હોય ત્યારે આ અસામાન્ય બાબત કહી શકાય છે.

વાત કરીએ આ બંગલો વિશે તો તે વરલી સી-ફેસ ખાતે આવેલો છે અને 19886 ચોરસફૂટ જગ્યામાં આવેલો છે. આ લક્ઝુરિયસ ‘પનહાર’ બંગલોમાં ગાર્ડન સહિતની તમામ સુવિધાઓ સામેલ છે જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડફ્લોર ઉપરાંત 7 માળ છે. ઘનશ્યામભાઈના કુટુંબના 36 સભ્યો માટે 36 ભવ્ય બેડરૂમ છે. ઘનશ્યામભાઈ એ મૂળ સૌરાષ્ટ્ર વતની છે. સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામથી આજે તેઓ અહીં સુધી પહોંચ્યા છે.

જ્યારે આ વિશે ઘનશ્યામભાઈ સાથે વાત કરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું હતું કે આજથી 32 વર્ષ પહેલાં હું મુંબઈ રહેવા આવ્યો હતો. તે સમયે સ્થિતિ એવી હતી કે અહીં 8 વર્ષ સુધી ભાડાના મકાનમાં રહેવું પડતું હતું. આ પછી 1994ની સાલમાં એક BHKના ફ્લેટમાં રહ્યા. ધીમે ધીમે 2 અને 3 BHKના ફ્લેટમાં ભાડાથી 8 વર્ષ સુધી રહ્યા હતા. આ પછી 2001માં પોતાની માલિકીનો ફ્લેટ ખરીદ્યો અને તે પછી સફળતાના એક એક પગથિયાં ચડતા ગયા. અત્યારે ભગવાનની કૃપાથી વરલી જેવા વિસ્તારમાં બંગલો ખરીદવાનું સપનું પણ સાકાર થઈ ગયું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong