૨૦ વર્ષના છોકરાએ મોબાઈલ ગેમને ગુમાવ્યો જીવ, હા આ વાત છે Pubgની જાણો અને થઇ જાવ સાવધાન…

છેલ્લા કેટલાક સમયથી આ ગેમે સૌનું ધ્યાન પોતાના તરફ દોર્યું છે. ભલે તમે ગમે તેટલા દૂર રહેતા હોવ પણ પોતાના મિત્રોનો સંપર્ક કરીને તેમની સાથે રમવાની એક મજાની મોબાઈલ ગેમ યુવાનોમાં ખૂબ જ ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. ત્યારે એક જૂની કહેવત પ્રમાણે કહેવાય છે કે અતિ સર્વત્ર વર્જયતે…આખો દિવસ એજ ગેમ રમવાની લત એવી તે લાગી કે કેટલાય લોકોના જીવ ચાલ્યા ગયા છે. જીવ જતો રહે તો કંઈ પાછો નથી આવતો એ આ નવી પેઢી સમજશે ત્યારે મોડું ન થઈ ગયું હોય…


એક સમાચાર મુજબ મહારાષ્ટ્રના હિંગોલી વિસ્તારમાં એક માણસ રમતે રમતે નીચું જોઈને ચાલતો હતો અને ટ્રેનની નીચે આવી ગયો. બીજા એવા સમાચાર છે કે મધ્યપ્રદેશમાં એક છોકરો બેધ્યાનપણે રમત રમતે પાણી સમજીને એસિડ પી ગયો! હાલમાં સમાચાર છે કે પબજી રમી રહેલા ૨૦ વર્ષના છોકરાને ગરદનમાં દુખાવો ઉપડ્યો અને તેનો જીવ નીકળી ગયો…

૨૫ દિવસ સુધી સતત રમ્યા કરતો હતો પબજી ગેમ.


એક કેસ એવો સામે આવ્યો છે જેમાં એક ૨૦ વર્ષનો છોકરો ૪૫ દિવસ સુધી સતત પબજી રમતો હતો. નીચું મોં કરીને ફોનમાં ગેમ રમ્યા કરવાથી તેની ગરદનમાં અચાનદ દુખાવો ઉપડ્યો. દરદ બહુ જ વધ્યું એટલે તેને હૈદ્રાબાદની એક હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો.

એક દિવસ ગરદનમાં દુખાવો થતાં લઈ ગયા હોસ્પીટલ અને મળ્યું આવું પરિણામ


એકધારું મોબાઈલમાં ગેમ રમવાથી કરોડરજ્જુથી ગરદન સુધીનું દરદ એ છોકરાને એટલું વધી ગયું કે તેનું ઇલાજ દરમિયાન મૃત્યુ નિપજ્યું. સમાચાર સૂત્રોના અનુસાર ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેના સતત વાંકા વળીને ગેમ રમવાને લીધે શરીરની કોઈ નસ દબાઈ રહી હતી જેને લીધે તેની મૌત થઈ છે.

ઇલાજ દરમિયાન ૨૦ વર્ષના યુવાને ગુમાવ્યો જીવ; ગેમ તરફથી લેવાયો આ નિર્ણય

પબજી રમતા યુવાનોને લઈને અનેક જગ્યાએથી જીવલેણ ફરિયાદો આવવાને લીધે તેમણે નિર્ણય લીધો છે કે હવે ભારતમાં માત્ર ૬ કલાક જ આ ગેમ રમવા મળશે.

યુવાનો આ રીતે કોઈ મોબાઈલ ગેમ માટે ઘેલછા રાખે અને એનું આવું ગંભીર પરિણામ આવે ત્યાં સુધી રમત રમવાની વાત ખરેખર ચિંતાજનક છે.