આજે જ શરુ કરો આ પદ્ધતિથી ડેરીનો વ્યવસાય, થશે અઢળક કમાણી, જાણો કઇ છે આ ગાય જે તમને કરાવે છે લાખોની કમાણી

મિત્રો, આજકાલ લોકોને ગાયનુ દૂધ ખરીદવાનો ખુબ જ વધારે પડતો શોખ છે. ડેરી કંપનીઓ પણ ગાયના દૂધનો સારો એવો વ્યવસાય કરી રહી છે. અગાઉ ડેરીનો વ્યવસાય ઘણીવાર ભેંસના દૂધ દ્વારા થતો હતો પરંતુ, હવે લોકો માત્ર સારો ધંધો જ નથી કરતા પરંતુ, ગાયના દૂધમાંથી પણ સારા પૈસા કમાય છે. જો તમે પણ ડેરીનો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હોવ તો ગાયના દૂધ સાથે વ્યવસાય કરવો એ એક સારો વિકલ્પ હોઈ શકે છે.

image source

આમા પણ જો તમે અમુક વાતોનુ ધ્યાન રાખો તો તમે વધુ નફો પણ કરી શકો છો. તમે જાણો છો કે, ગાયના દૂધથી ડેરીનો ધંધો કેવી રીતે શરૂ કરવો. આજે અમે તમને એક ચોક્કસ પ્રકારની ગાય વિશે પણ બતાવીશુ, જેનુ દૂધ તમને વધુ પૈસા કમાવી આપી શકે છે. તો ચાલો જાણીએ કે, તે ગાય અને તેનુ દૂધ તમારા માટે આવકનો સારો સ્ત્રોત કેવી રીતે સાબિત થઇ શકે છે?

આ ગાય કઈ છે?

image source

ઘણીવાર પશુપાલકો ડેરીના વ્યવસાય માટે ગાયને પસંદ કરે છે અને તે ગીર ગાય છે. વાસ્તવમા અગત્યની વાત એ છે કે, આ ગાયના ઉછેરનો ખર્ચ ખુબ જ ઓછો છે અને દૂધનુ ઉત્પાદન પણ ખુબ જ વધારે છે. આવા કિસ્સામા તમે ગીર ગાયો સાથે પણ તમારો વ્યવસાય શરૂ કરી શકો છો.

ગીર ગાય શા માટે ફાયદાકારક છે?

image source

વાસ્તવમા આ ગાયોને અર્ધશુષ્ક આબોહવામાં સરળતાથી ઉછેરી શકાય છે. આ ગાયની રોગપ્રતિકારક શક્તિ પણ ખૂબ જ સારી હોય છે, જેના કારણે તે ખૂબ જ ઓછી બીમાર હોય છે. તેનાથી પશુપાલકોને મોટો ખર્ચ બચે છે. આ ગાયનું દૂધ, ઘી અને ગૌમૂત્ર ખુબ જ મોંઘા ભાવે વહેંચાય છે.

image source

આ ગાયની માંગ ફક્ત આપણા દેશમા જ નહી પરંતુ, વિદેશમા પણ ખૂબ જ સારી છે. આ ગાયનો ઉછેર બ્રાઝિલમા પુષ્કળ પ્રમાણમા થાય છે. વિદેશમા બ્રાઝિલ એ એકમાત્ર એવો દેશ છે કે, જ્યા આપણા દેશની આ ગાયનો ઉછેર થાય છે અને દૂધમાથી પણ સારો એવો નફો થાય છે. ગીર ગાયની બે જાતિઓ એકદમ લોકપ્રિય છે, જેમાં સ્વર્ણ કપિલા, દેવમણિનો સમાવેશ થાય છે.

આ ગીર ગાય ક્યા છે?

image source

ગીરગાય ભલે ગુજરાત મૂળની હોય પરંતુ, તેનો ઉછેર રાજસ્થાનના અજમેર અને હરિયાણાના અમુક વિસ્તારોમા પણ કરવામા આવે છે. હવે તેની લોકપ્રિયતા ધીમે-ધીમે વધી રહી છે. લોકો તેના વિશે શીખી રહ્યા છે અને તેના પાલનપોષણ પર ખુબ જ ભાર મૂકવામા આવી રહ્યો છે. તેનુ આયુષ્ય ૧૨ થી ૧૫ વર્ષ છે. ગાયના જીવનકાળમા ૬ થી ૧૨ બાળકો હોય શકે છે.

કેટલુ દૂધ આપે છે?

image source

ડીડી ફાર્મરના એક અહેવાલ પ્રમાણે ગીર ગાય આખા દિવસમા ૫૦ લિટર સુધીનુ દૂધ આપી શકે છે. જોકે, અમુક અહેવાલોમા એવો પણ દાવો કરવામા આવેલો છે કે, આ ગીર ગાય ફક્ત ૨૦ લિટર સુધીનુ દૂધ આપે છે આમ, તો દૂધની ક્ષમતા પણ ગાયના ઉછેર અને સંવર્ધન પર આધાર રાખે છે.

ગીર ગાયના પાલનપોષણમા શું ધ્યાન રાખવુ?

image source

ગીર ગાય કરતા વધુ સારા દૂધ ઉત્પાદન માટે સંતુલિત આહાર આપવો જોઈએ અને ગાયના ઘેરાને આરામદાયક બનાવવો જોઈએ. આ સિવાય વધુ સારા સ્વાસ્થ્ય માટે પશુચિકિત્સકોની સલાહ પણ લેતી રહેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!