5 નહિં પણ 6 ગિયરમાં આવે છે આ દમદાર બાઈક્સ, જાણો કિંમત અને તેના ફિચર્સ

દેશમાં વેચાતી મોટાભાગની બાઇકો 5- સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. મોટાભાગની પરફોર્મન્સ બાઇકમાં 6-સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. બીજી બાજુ જે બાઇક્સની પાવર અને ટોર્ક વધારે હોય છે, તેને 6-સ્પીડ ગિયરબોક્સની જરૂર હોતી નથી, તેમાંથી મોટાભાગની સિટીમાં ચાલવાવાળી બાઇક્સ હોય છે. વાસ્તવમાં છઠ્ઠો ગિઅર ‘ઓવરડ્રાઇવ’ માટે હોય છે, જેનાથી વધુ સારી માઇલેજ મળે છે. તો બીજી કેટલીક બાઇકોમાં તેનો ઉપયોગ ટોપ સ્પિડ પર પહોંચવા માટે થાય છે. તો ચાલો જાણીએ દેશમાં 6-સ્પીડ ટ્રાન્સમિશનવાળી કેટલીક આવનારી બાઇક વિશે.

KTM 200 Duke

IMAGE SOURCE

200 સીસી સેગમેન્ટમાં આ ઘણી લોકપ્રિય બાઇક છે. KTM 200 Duke માં 199.5 સીસી સિંગલ સિલિન્ડર લિક્વિડ કૂલ્ડ એન્જિન આવે છે જે 10,000 આરપીએમ પર 25 એચપી પાવર અને 8000 આરપીએમ પર 19.5 એનએમ ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 6 સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે.તેમાં આગળના ભાગમાં 4-પિસ્ટન રેડિયલ ફિક્સ કેલિપર ડિસ્ક બ્રેક છે અને પાછળના ભાગમાં સિંગલ-પિસ્ટન ફ્લોટિંગ કેલિપર ડિસ્ક બ્રેક આવે છે. તો કેટીએમ 200 ડ્યુકની સીટની ઉંચાઇ 810 મીમી, કર્બ વજન 134 કિલો, વ્હીલબેસ 1245 મીમી, ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 મીમી અને ઇંધણ ટાંકીની ક્ષમતા 11 લિટર છે. કેટીએમ 200 ડ્યુકની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 1.77 લાખ રૂપિયા છે.

Bajaj Pulsar RS 200

image source

બાઇકમાં 199.5 સીસી લિક્વિડ કૂલ, ફ્યુઅલ ઇન્જેક્ટેડ એન્જિન મળે છે. આ એન્જિન 9750 આરપીએમ પર 24 બીએચપી પાવર અને 8000 આરપીએમ પર 18.7 એનએમનું પીક ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આવે છે. બજાજ પલ્સર આરએસ 200 બીએસ6 માં ટ્વિન પ્રોજક્ટર હેન્ડલેપ્સ એલઇડી ડેટાઈમ રનિંગ લાઈટ્સ એલઈડી ચેલલાઈટ અને એક સેમી ડિજિટલ ઈન્સ્ટુમેન્ટ કંસોલ આપવામાં આવે છે.

કિંમત 1.30 લાખ રૂપિયા

બાઇકમાં ફૂલી ફેયર્ડ ડિઝાઇન અને મસ્ક્યૂલર ફ્યૂલ ટાંકી, સ્ટેપ્ડ અપ સીટ, આકર્ષક પેઇન્ટ જોબ અને ગ્રાફિક્સ આપવામાં આવે છે. તેમાં ટેલિસ્કોપિક ફ્રન્ટ ફોર્ક્સ અને પાછળના ભાગમાં ગેસ-ચાર્જ મોનોશોક યુનિટ આપવામાં આવે છે. તેમાં ડિસ્ક બ્રેક્સ સાથે સિંગલ-ચેનલ એબીએસ સ્ટાન્ડર્ડ આપવામાં આવે છે. નવા બજાજ પલ્સર આરએસ200 બીએસ 6 ની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 1.49 લાખ છે. તો બજાજ પલ્સર 200 એનએસ પણ 6 સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે, જેની કિંમત 1.30 લાખ રૂપિયા છે.

Yamaha R15

image source

Yamaha R15 માં 155સીસીનું લિક્વિડ-કૂલ્ડ એન્જિન આવે છે, 10,000 આરપીએમ પર 19 એચપી પાવર અને 8,500 આરપીએમ પર 14 એનએમ ટોર્ક આપે છે. આ બાઇક 6 સ્પીડ ટ્રાન્સમિશન સાથે આવે છે. તેમાં ઓલ એલઈડી લેમ્પ્સ, ઓલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, યુએસબી ચાર્જર, સ્લિપર ક્લચ અને ડ્યુઅલ ચેનલ એબીએસ જેવી સુવિધાઓ મળે છે. તેની એક્સ શોરૂમ કિંમત 1.78 લાખ રૂપિયાથી લઈને 1.81 લાખ રૂપિયા સુધીની છે.

Yamaha MT-15

image source

Yamaha MT-15 તો કંપનીની પ્રખ્યાત બાઇક યામાહા R15 ની તર્જ પર બનાવવામાં આવી છે. તેમાં 155 સીસી, લિક્વિડ કૂલ્ડ, 4-સ્ટ્રોક, ડીઓએચસી, 4-વાલ્વ, સિંગલ સિલિન્ડરવાળું એન્જિન આપવામાં આવ્યું છે. જે 18 બીએચપી પાવર અને 8,500 આરપીએમ પર 14 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જિન 6-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. આ સ્ટ્રીટ બાઇક એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, સ્કલ્પટેડ ટાંકી, સંપૂર્ણ ડિજિટલ નેગેટિવ એલસીડી ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ સાથે આવે છે.

એક્સ શોરૂમ કિંમત રૂ. 1,39,900

એમટી -15 આગળના ભાગમાં 282 મીમીની ડિસ્ક બ્રેક આપવામાં આવે છે. તેના પાછળના ભાગમાં 220 મીમીની ડિસ્ક બ્રેક આપવામાં આવે છે. સલામતી માટે તેમાં ડ્યુઅલ ચેનલ એબીએસ ફીચર આપવામાં આવે છે. તો તેની સસ્પેન્શન સુવિધાઓ વિશે વાત કરીએ તો એમટી -15 ટેલિસ્કોપિક ફોર્ક આપવામાં આવે છે. તો તેના પાછળના ભાગમાં મોનોશોક સેટઅપ આપવામાં આવ્યું છે. તેની માઇલેજ 45 કિમી પ્રતિ લિટર છે. યામાહા એમટી -15 ની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત રૂ. 1,39,900 છે, જેના ટોપ એન્ડ વેરિયન્ટની કિંમત રૂ. 1,40,900 છે.

KTM 125 Duke

KTM 125 Duke

image source

ડ્યુક શ્રેણીમાં કંપનીની લેટેસ્ટ એન્ટ્રી લેવલની બાઇક છે. તે સાથે કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક પણ છે. નવી કેટીએમ 125 ડ્યુકમાં 125 સીસીનું લિક્વિડ કૂલ્ડ ફ્યુઅલ-ઇન્જેક્ટેડ એન્જિન આપવામાં આવ્યું છે, જે 14.5 પીએસ પાવર અને મહત્તમ 12 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ ગિયર ટ્રાન્સમિશન સાથે આવે છે. 2021 KTM 125 ડ્યુક બાઇકનો લુક એકદમ સ્ટાઇલિશ છે.

ક્સ-શોરૂમ કિંમત 1.42 લાખ રૂપિયા

બાઇક સબ-ફ્રેમ પરના બોલ્ટ્સ સાથે ઇન્ટિગ્રેટેડ સ્ટીલ ટ્રેલીસ ફ્રેમવર્ક પર આધારિત છે. જો કે, નવી બાઇકમાં ડ્યુક 200 મોડેલના હેડલેમ્પ્સ, બોડી પેનલ્સ, ફ્યુઅલ ટેન્ક્સ અને એલસીડી પેનલ્સ આપવામાં આવ્યા છે. બાઇકમાં સારા એર્ગોનોમિક્સ, અપડેટ સસ્પેન્શન સેટઅપ અને 13.5 લિટરની ક્ષમતાવાળી મોટી ફ્યુઅલ ટાંકી આપવામાં આવી છે. જ્યારે છેલ્લી જનરેશનવાળી ડ્યુક 125 માં ફક્ત 11 લિટરની ટાંકી મળતી હતી. તેની માઇલેજ 34.5 kmpl છે, જ્યારે એક્સ-શોરૂમ કિંમત 1.42 લાખ રૂપિયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ