હજુ સુધી કૂદરતથી આગળ નથી વધી શક્યુ કોઇ, 90 ડોક્ટર દંપતીઓએ કોરોનાથી વિશ્વને મુક્ત કરવા કર્યા ‘ગાયત્રી મંત્ર’ના જાપ

કોરોના સંકટથી વિશ્વને ઉગારવા તેમજ સુખાકારી માટે 90 ડોક્ટર દંપત્તીઓએ કર્યા ગાયત્રિ મંત્રના જાપ

માણસ વિજ્ઞાનમાં ભલે ઘણો આગળ વધી ગયો હોય તેમ છતાં તે હજુ સુધી કૂદરતથી આગળ નથી વધી શક્યો. આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે કશું જ માણસના હાથમાં નથી હોતું જે કૂદરત ધારે છે તે જ થાય છે. ડોક્ટરોને ભલે મૃત્યુમાંથી ઉગારનાર ગણવામાં આવે પણ છેવટે તેમના હાથમાં પણ કશું જ નથી હોતું. હાલ છેલ્લા ચાર મહિનાથી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તેણે દર્શાવી દીધું છે કે લાખ-લાખ સંશોધનો છતાં, ડોક્ટરોના લાખ પ્રયત્નો છતાં કોરોના વાયરસની મહામારીમાંથી હજુ સુધી દુનિયાને બચાવી શકાઈ નથી અને હવે એક આશરો કૂદરતનો એટલે કે ભગવાનનો જ રહ્યો છે.

image source

ડોક્ટર્સ પણ તે સારી પેઠે જાણે છે. અને માટે જ તાજેતરમાં મણિનગર મેડિકલ એસોસિએશન દ્વારા એક આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેરના 90 ડોક્ટર દંપત્તીઓએ ભાગ લીધો હતો અને તેમની સાથે વિશ્વ આખાના 500 જેટલા ડોક્ટર્સે ગાયત્રિ મંત્રના જાપ કરીને વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

image source

ગાયત્રિ મંત્ર છે નકારાત્મક ઉર્જાને દૂર કરનાર

આ એસોસિએશનના પ્રમુખ ડો. કલ્પિતાબેન દવે જણાવે છે કે, શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગાયત્રિ મંત્રના સતત જાપથી જે તરંગો વાતાવરણમાં ઉત્પન્ન થાય છે તે બ્રહ્માંડમાં પહોંચીને દિવ્ય શક્તિ ધરાવતા અણુઓને આકર્ષિત કરે છે અને તે દ્વારા આપણી આસપાસ એક આભામંડળ બને છે જે લોકોને નકારાત્મક ઉર્જાથી બચાવે છે.

image source

તેમનો ઉદ્દેશ એક લાખ ગાયત્રિ મંત્રોના જાપનો હતો. તે દ્વારા તેઓ સમગ્ર વિશ્વને કોરોના વાયરસની મહામારીમાંથી ઉગારવા માટે ઇશ્વરને પ્રાર્થના કરવાનો છે. અને માત્ર અમદાવાદ જ નહીં પણ સમગ્ર વિશ્વમાં રહેલા અન્ય 500 જેટલા ડોક્ટર્સે પણ આ પહેલમાં ઇન્ટરનેટ દ્વારા ભાગ લીધો હતો.

એક લાખ ગાયત્રિ મંત્રના જાપ બાદ કોરોના વોરિયર્સને પ્રસાદરૂપે અનાજની કીટનું વિતરણ કરાયું

image source

ઘણી બધી હોસ્પિટલના સ્ટાફે તેમજ હોસ્પિટલ સાથે સંકળાયેલા અગણિત લોકોએ કોરોનાની મહામારી દરમિયાન કોરોના વોરિયર તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ખાસ કરીને વર્ગ ચારના કર્મચારીઓએ તે બાબતે ખૂબ મહેનત કરી છે. અને માટે જ ગાયત્રિ મંત્રના એક લાખ મંત્રોચ્ચારના પ્રસાદરૂપે તેમને એસોસિએશન દ્વારા અનાજની કીટ આપવામા આવી છે. આ કિટમાં, બે કિલો ઘઉ, એક કિલો દાળ અને બે કિલો ચોખાનો સમાવેશ થાય છે.

આ યજ્ઞમાં જેડાયેલા ડો. મેહુલ શાહનું કહેવું છે કે ગાયત્રિ મંત્રના એક લાખ જાપનો ઉદ્દેશ સમગ્ર માનવજાતિ પર આવી પડેલી આફત સામે લડવાનો છે. આ યજ્ઞ એક લાખ મંત્રોનો હોવાથી ડોક્ટરોએ લાંબો સમય બેસવાનું હોવાથી તે માટેનું પ્રશિક્ષણ તેમને અગાઉથી આપવામા આવ્યું હતું. તેમજ વિદેશમાં રહેતા ડોક્ટર્સ કે જે આ યજ્ઞમાં જોડાવા માગતા હતા તેમના માટે ખાસ આ યજ્ઞનનો સમય સાંજના પાંચ વાગ્યાનો રાખવામા આવ્યો હતો.

તેમાં કોઈ જ શંકા નથી કે ગાયત્રિ મંત્રમાં અપાર શક્તિ રહેલી છે. માત્ર ભારત જ નહીં થોડા સમય પહેલાં એક હિન્દુ પંડિત દ્વારા અમેરિકાની સેનેટમાં પ્રાર્થના તેમજ યજુર્વેદમાંના શાંતિ મંત્રનો પાઠ કરવામા આવ્યો હતો. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ મંત્રોચ્ચાર કરનાર ન્યુજર્સીના અક્ષરધામ મંદીરના પુજારી હરિશ બ્રહ્મભટ્ટનો આભાર માન્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ