બાપ રે…ગૌતમ અદાણી 2021માં એટલું કમાયા કે જેમાંથી 82 વખત સ્ટેચ્યુ ઓફ યુનિટી બની જાય! જાણો રકમ

ગૌતમ અદાણી જેફ બેજોસ અનવ એલન મસ્કને પાછળ મૂકીને આ વર્ષે બની ગયા કમાણીમાં નંબર વન.

આ વર્ષે ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણીની ધન સંપત્તિમાં જેટલો વધારો થયો છે એટલો દુનિયાના કોઈ પણ અરબપતિની ધન સંપત્તિમાં નથી થયો. આ બાબતમાં ગૌતમ અદાણીએ એલન મસ્ક અને જેફ બેજોસને પણ પાછળ મૂકી દીધા છે. એની પાછળ ગૌતમ અદાણીના પોર્ટથી લઈને પાવર પ્લાન્ટસમાં રોકાણનો વિશ્વાસ છે, જેના કારણે ગૌતમ અડણીની જોળીમાં અરબો રૂપિયા આવી ગયા છે.

image source

બ્લુમબર્ગ બિલિયનેયર ઇન્ડેક્સ પ્રમાણે વર્ષ 2021ના થોડાક જ મહિનાઓમાં જ ગૌતમ અદાણીની સંપત્તિ 16.2 અરબ ડોલરથી વધીને 50 અરબ ડોલર પર પહોચી ગઈ છે. આ લિસ્ટમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એમેઝોનના સીઈઓ જેફ બેજોસ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કને પાછળ છોડીને સૌથી વધુ સંપત્તિ કમાનાર વ્યક્તિ બની ગયા છે. આ વર્ષે અદાણીના એક સ્ટોકને છોડીને બધામાં 50 ટકાનો વધારો જોવા મળ્યો છે.

image source

અદાણી ગ્રુપની કંપનીઓના શેર બજારમાં પ્રદર્શનની વાત કરીએ તો આ વર્ષે Adani Total Gas Ltd. ના સ્ટોક 96%, Adani Enterprises માં 90%. Adani Transmission Ltd. માં 79%. Adani Power Ltd. અને Adani Ports and Special Economic Zones Ltd. માં 52% નો વધારો થયો છે.। Adani Green Energy Ltd. ગયા વર્ષે 500% ઉછડ્યો હતો અને આ વર્ષે અત્યાર સુધી 12% ઉપર ચડી ચુક્યો છે.

મુકેશ અંબાણીની સંપત્તિમાં આ વખતે 8.1 અબજ ડોલરનો ઉમેરો

image source

ચાલો તમને જણાવી દઈએ કે અદાણી સિવા એશિયાના સૌથી ધનિક ગણાતા મુકેશ અંબાણીની સંપત્તિમાં પણ આ સમયગાળા દરમિયાન 8.1 અબજ ડોલરનો ઉમેરો કર્યો છે. તમને જણાવી દઈએ કે અદાની ભારતમાં બંદરો, એરપોર્ટ, ડેટા સેન્ટરો અને કોલસાની ખાણોને જોડીને ઝડપથી તેના સમૂહનું વિસ્તરણ કરી રહ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે ગૌતમ અદાણીનો જન્મ એક ગરીબ પરિવારમાં થયો હતો, તેમના પિતા શાંતિલાલ અદાણી જ્યારે બનાસકાંઠાના થરાદથી અમદાવાદ શિફ્ટ થયા હતા ત્યારે તે પોળ વિસ્તારની શેઠની પોળમાં રહેતા હતા. આ પોળમાં ગૌતમ અદાણી તેમના છ ભાઇ-બહેનો સાથે રહેતા હતા. અદાણી પરિવાર આજે પણ આ જગ્યાને યાદ કરે છે. ગૌતમ અદાણી આજે પણ તેમના બાળપણના મિત્રોને મળવા માટે અહી આવે છે.

image source

વર્ષ 1997માં એક આતંકવાદી સંગઠને ગૌતમ અદાણીને કિડનેપ કરી લીધા હતા, કિડનેપરે તેમને 18 કલાક પોતાની કેદમાં ગોંધી રાખ્યા હતા. એ પછી વર્ષ 2008માં મુંબઇની તાજ હોટલમાં થયેલા આતંકી હુમલામાં પણ ગૌતમ અદાણી હોટલમાં ફસાઇ ગયા હતા. અદાણી કેટલાક ગેસ્ટ સાથે હોટલમાં ડિનર માટે ગયા હતા. થોડા સમય પછી ત્યા હુમલો થયો હતો. બીજા દિવસે કમાન્ડોએ હોટલમાં ફસાયેલા કેટલાક લોકોને બહાર કાઢ્યા હતા, જેમાં એક ગૌતમ અદાણી પણ હતા. આ ઘટના બાદ તેમણે કહ્યું હતું કે ભગવાનની મારી પર દયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!