રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા એક દુધવાળાની પુત્રીએ એવું અદભૂત કામ કર્યું છે, જેનાથી તે તમામ પુત્રીઓ માટે એક ઉદાહરણ બની જશે. ઉદયપુરમાં રહેતી સોનલ શર્મા પહેલા જ પ્રયાસમાં રાજસ્થાન જ્યુડિશિયલ સર્વિસિસની પરીક્ષા પાસ કરી લીધી છે. સોનલ શર્મા હવે જજ બનવા તૈયારી છે અને 2018 માં સોનલે આ પરીક્ષા આપી હતી. સોનલ શર્માની ઉંમર 26 વર્ષની છે અને તેણે ગૌશાલામાં રહીને પોતાનો સંપૂર્ણ અભ્યાસ પૂરો કર્યો હતો. તેમ છતાં સોનલ શર્માએ બી.એ., એલ.એલ.બી અને એલ.એલ.એમ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાંથી પાસ કરી છે.
સેશન કોર્ટમાં ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્તિ કરવામાં આવશે

એક મીડિયા રિપોર્ટ અનુસાર, સોનલ શર્માને રાજસ્થાનની સેશન કોર્ટમાં ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ તરીકે નિયુક્તિ કરવામાં આવશે. આ પરીક્ષાનું પરિણામ ગત વર્ષે ડિસેમ્બરમાં બહાર પાડવામાં આવ્યું હતું પરંતુ સોનલ શર્માનું નામ વેઈટિંગ લિસ્ટમાં હતું. તેનું કારણ એ હતું કે તેણી જનરલ કટ-ઓફ લિસ્ટમાં એક નંબરથી રહી ગઈ હતી.
સોનલ તેની કોલેજમાં સાયકલ ચલાવીને જતી

જ્યારે એક પસંદ થયેલા ઉમેદવારે આ સેવામાં આગળ ન વધવાનો નિર્ણય કર્યો ત્યારે સોનલ શર્માને આ તક મળી. ગરીબ પરિવાર સાથે જોડાયેલી હોવાને કારણે સોનલ શર્મા તેના અભ્યાસ માટે ટ્યુશન અને વાંચન સામગ્રી પણ લઈ શકતી ન હતી. સોનલ તેની કોલેજમાં સાયકલ ચલાવીને જતી અને લાઇબ્રેરીમાં અભ્યાસ કરતી.
એ કહેવામાં શરમ અનુભવતી હતી કે હું આ દૂધવાળાની પુત્રી છું

સોનલે કહ્યું કે કેટલીકવાર કોલેજ જતા સમયે મારી સેન્ડલ છાણથી બગડેલી રહેતી, ત્યારે હું મારા સહપાઠીઓને કહેવામાં શરમ અનુભવતી હતી કે હું આ દૂધવાળાની પુત્રી છું પણ આજે મને તેનો ગર્વ અનુભવાઈ રહ્યો છે. આજે સોનલની સફળતા જોઈને એ દરેક દિકરીઓને હિમ્મત મળશે જેઓની આર્થિક પરિસ્થિતિ સારી નથી. સોનલ એ દરેક મધ્યમ વર્ગની દિકરો માટે એક મિસાલ બની ગઈ છે. તેમણે એ સાબિત કરી દીધુ છે કે ઉચ્ચ પદ સુધી પહોંચવા માટે આર્થિક પરિસ્થિતિ રોકી શકતી નથી. તમારી લગનના જોરે તમે તે મુકામ સુધી પહોંચી શકો છો.
કોર્ટમાં પટાવાળાની પુત્રી બની જજ

34 વર્ષીય અર્ચનાનાં પિતા સોનપુર રેલવે કોર્ટમાં પટાવાળા હતા અને હવે એમની દીકરી અર્ચના કુમારીએ 2018માં થયેલી બિહારની ન્યાયિક સેવકની પરીક્ષામાં સફળતા મેળવી હતી અને તેઓ બાદમાં જજ બન્યાં હતા. તેમણે કહ્યું કે, અમારો પરિવાર એક રૂમના સર્વન્ટ ક્વાટરમાં રહેતો હતો. અમારા ક્વાટરની આગળ જ જજસાહેબનો બંગલો હતો. પપ્પા આખો દિવસ જજસાહેબ આગળ ઊભા રહેતા. બસ એ જજસાહેબનો એ બંગલો, એમને મળતું સન્માન અને સર્વન્ટ ક્વાર્ટર્સની એક રૂમની ઓરડી મારી પ્રેરણા બની.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,