ગૌરી ખાને પોતે ડિઝાઈન કર્યું છે મન્નત, જાણો 6 માળના આલિશાન ઘરની ખાસિયત અને જુઓ ફોટોઝ

શાહરૂખ ખાનનું નામ બોલિવૂડમાં એક અલગ જ ઓળખ અપાવે છે. અનેક ફિલ્મો દ્વારા ફેન્સના દિલમાં રાજ કરનારા શાહરૂખ ખાને લાંબો સમય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વીતાવ્યો છે. કહેવાય છે કે શાહરૂખ ખાન જેટલો પ્રેમ ફિલ્મો અને કામને કરે છે તેટલો જ પ્રેમ પોતાના સપનાના મહેલ એટલે કે મન્નતને કરે છે. કિંગ ખાને પોતાના આલિશાન ઘરને 2001માં 13.32 કરોડ રૂપિયામાં ખરીદ્યું હતું.

Inside Photos: 7 સ્ટાર હોટલથી પણ વધુ શાનદાર છે, શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ગૌરીએ કર્યું છે ઇન્ટિરિયર, જુઓ તસવીરો
image source

શાહરૂખનો આ આલિશાન બંગલો મુંબઈના બેંડસ્ટેન્ડ પર આવેલો છે. 1-2 નહીં પણ 6 માળનો આ બંગલો શાહરૂખના દિલની નજીક છે. શાહરૂખના આ બંગલાને તેની પત્ની ગૌરી ખાને ડિઝાઈન કર્યો છે. તેમાં કૈફ ફકીહે પણ તેમને સાથ આપ્યો છે.

Inside Photos: 7 સ્ટાર હોટલથી પણ વધુ શાનદાર છે, શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ગૌરીએ કર્યું છે ઇન્ટિરિયર, જુઓ તસવીરો
image source

ગૌરી ખાન પોતે એક જાણીતી ઈન્ટિરિયર ડિઝાઈનર છે. આ ઘર ગૌરીએ 1920ની પેટર્ન અનુસાર ડિઝાઈન કર્યું છે. શાહરૂખ ખાન અને ગૌરી ખાનના આ મન્નત બંગલામાં અનેક આલિશાનની સાથે સાથે ટ્રેડિશનલ ચીજોને પણ સામેલ કરવામાં આવી છે. ગૌરીએ આ આલિશાન ઘરમાં દરેક ચીજને માટે સ્પેશ્યિલ જગ્યા બનાવી છે. જેના કારણે ચીજ અને ઘરની શોભા બંને વધે છે.

કઈ વસ્તુઓ ઘરમાં ધ્યાન ખેંચે છે

Inside Photos: 7 સ્ટાર હોટલથી પણ વધુ શાનદાર છે, શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ગૌરીએ કર્યું છે ઇન્ટિરિયર, જુઓ તસવીરો
image source

શાહરૂખ ખાન અને ગૌરી ખાનના ઘરમાં સુંદર મંદિર, પર્સનલ સ્વિમિંગ પૂલ, બોક્સિંગ રિંગ, એક ટેબલ ટેનિસ એયર, સરળતાથી બેસીને વાર્તા સાંભળવા અને મીટિંગ કરવા માટે એક ખાસ જગ્યા, મૂવી થિએટર અને એક રસોઈ ઘર છે અહીં દુનિયાના અનેક સારા શેફ ખાવાનું બનાવવા માટે હાજર રહે છે. આ સિવાય આ ઘરમાં 2 લિવિંગ રૂમ છે. જે એક મેકની સાથે લિફ્ટથી જોડાયેલા છે. આ બંને લિવિંગ રૂમને એમએફ હુસૈનના પેઈન્ટિંગની સાથે સાથે અનેક પ્રાચીન ચીજોની મદદથી સજાવાયા છે. શાહરૂખ ખાનનું આ ઘર સૌથી મોંઘા ઘરમાંનું એક માનવામાં આવે છે. જેની કિંમત આજે 350 કરોડ રૂપિયાથી પણ વધારેની છે.

જીવનનું સૌથી મુશ્કેલ કામ હતુ મન્નતને ખરીદવાનુ

Inside Photos: 7 સ્ટાર હોટલથી પણ વધુ શાનદાર છે, શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ગૌરીએ કર્યું છે ઇન્ટિરિયર, જુઓ તસવીરો
image source

એક વાર કોઈ એક ઈન્ટરવ્યૂમાં શાહરૂખ ખાને એમ પણ કહ્યું છે કે જો મેં લાઈફમાં કોઈ મુશ્કેલ કામ કર્યું હોય તો તે એક જ છે, તે આ ઘરને ખરીદવાનું. હું અનેક વાર મારા મિત્રો અને સહકર્મીઓને કહું છું કે મારા રૂપિયા, મારી કાર બધું છીનવી લેવાય તો ચાલશે પણ મારું ઘર મારી પાસેથી કોઈ છીનવી શકશે નહીં. આ ઘર મારા પરિવારની સુરક્ષા માટે છે. આ મારા બાળકોને માટે છે.

અનેક ફિલ્મોમાં દમદાર અભિનય કરી ચૂક્યા છે કિંગ ખાન

Inside Photos: 7 સ્ટાર હોટલથી પણ વધુ શાનદાર છે, શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ગૌરીએ કર્યું છે ઇન્ટિરિયર, જુઓ તસવીરો
image source

એ વાત કોઈનાથી છૂપી નથી કે બોલિવૂડના કિંગ ઓફ રોમાન્સ કહેવાતા અભિનેતા શાહરૂખ ખાને પોતાની સખત મહેનતના દમ પર ફર્શથી અર્શની સફર કાયમ કરી છે. શાહરૂખ ખાને જ્યારે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પગ રાખ્યો ત્યારે તેમની પાસે પોતાની લવિંગ વાઈફ ગૌરી ખાનની સિવાય કંઈ પણ ન હતું.

Inside Photos: 7 સ્ટાર હોટલથી પણ વધુ શાનદાર છે, શાહરૂખ ખાનનો બંગલો ‘મન્નત’ ગૌરીએ કર્યું છે ઇન્ટિરિયર, જુઓ તસવીરો
image source

પરંતુ સખત મહેનતના દમ પર પોતાને બોલિવૂડનો કિંગ બનાવ્યો અને સાથે પોતાની કરિયરમાં અનેક હિટ ફિલ્મો પણ આપી. તેમાં ખાસ કરીને રઈસ, અશોકા, બાઝીગર, મૈં હું ના, કભી ખુશી કભી ગમ, કુછ કુછ હોતા હૈ, કરણ અર્જુન, ચેન્નઇ એક્સપ્રેસ જેવી અનેક ફિલ્મોનો સમાવેશ થાય છે. કિંગ ખાન પોતાના અભિનયના કારણે આજે પણ અનેક દર્શકોના દિલ પર રાજ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong