ગૌ-પૂજા કરવાથી થતા ફાયદા, વાસ્તુશાસ્ત્રમાં પણ અનોખું મહત્વ છે ગૌ-પૂજાનું…

સનાતન પરંપરામાં ગાય, ગંગા અને ગાયત્રીનું ખૂબ વધારે ધાર્મિક મહત્વ છે. માન્યતા છે કે ગોમાતાના શરીર પર 33 કોટિ દેવી-દેવતાઓનો વાસ થાય છે. ગોમાતાની સેવા અને પૂજા કરનાર, જાતક ઉપર આ બધા દેવી-દેવતાઓની કૃપા છે. ગોસેવા થી ન ફક્ત આ જન્મના બદલે પૂર્વ જન્મના દોષો પણ દૂર થઈ જાય છે.

જ્યોતિષ વિધ્યામાં ગાય સાથે જોડાયેલા કેટલાક ઉપાયો છે, જે કરનારના બધી જ પ્રકારના કષ્ટો ગાયમાતા હરી લે છે. આવા જ સનાતની ઉપાયો જાણવા માટે વાંચો આખો લેખ.


દરેક સવારે જ્યારે તમારા ઘરમાં ભોજનમાં બનવાનું શરૂ થાય છે, તો સૌથી પહેલી રોટલી બને તેને તમે ગોમાતા ના નામ કાઢી નાખો અને ભોજન કરતાં પહેલા એ ગાયમતાને ખવડાવો. જો શક્ય હોય તો કાળી ગાયને ખવડાવવા જો કાળી ગાય ન મળે તો સફેદ ગાય હશે તો પણ ચાલશે.

દરેક પૂજા અને માંગિક કાર્યોમાં ગોમાતા અથવા તેમની સાથે જોડાયેલી ચીજવસ્તુઓ જેમ કે ગાયનું છાણ, ગોમુત્ર, ગાયના દૂધ અથવા ગાયના દૂધથી બનાવેલું ઘી નો ચોક્કસ ઉપયોગ કરો.


સનાતન પરંપરા અનુસાર, જે ઘરમાં ગાય છે, તે ઘરથી જોડાયેલા બધા વાસ્તુદોષ દૂર થાય છે.

કોઈપણ પૂજા માં ગૌથી બનેલ પંચગવ્યનો ઉપયોગ કરો. એનાથી પૂજા પાઠ સફળ થાય છે.

ગાયની કૃપા પ્રાપ્ત કરવા માટે દરરોજ, અઠવાડિયા અથવા મહિનામાં કુટુંબ સાથે એકવાર ગોશાળા જવાનો નિયમ બનાવવો અને ગાયને ઘાસ ખવડાવવું.

ગૌસેવા અને ગૌપૂજાથી નવ ગ્રહો શાંત થઈ જાય છે અને તેમની સાથે સંકળાયેલા દોષોનું નિદાન થાય છે.


ઉનાળામાં ગૌ માતાને પાણી પીવળાવો અને શિયાળો માં ગૌ માતાને ગોળ ખવડાવો. ધ્યાન રાખો કે ઉનાળામાં ગાય ને ગોળ ન ખવડાવો.

અનેક દેવી-દેવતાઓને તેમના શરીર પર ધારણ કરનાર ગૌ માતા સાથે જોડાયેલ કેટલાય સંકેત શુભ અને અશુભ પણ છે. દાખલા તરીકે, ગાય દોહતા સમયે જો ગાય દૂધ ને ઠોકર મારી દે અથવા દૂધ ઢોળાઈ જાય તો તે અપશુકન છે.


જો કોઈ યાત્રા પર નીકળતું હોય અને ગાય અચાનક પોતાના વાછરડા ને દૂધ પીવડાવતી સામે જોવા મળે તો તે શુભ સંકેત છે.

યાત્રા પર જતી વખતે ગયાનો અવાજ સાંભળવો પણ એ શુભ ગણાય છે.