ગઠબંધનની સરકારોનો ‘કલંકિત’ ઈતિહાસ, અંગત સ્વાર્થ, દગો અને સૌદાબાજીની કહાની


કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસ બંને પક્ષો મળીને સરકાર બનાવી રહ્યા છે. 23મી મેના રોજ કુમારસ્વામી રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લેશે. એવા પણ અહેવાલો છે કે રાજ્યમાં મુખ્યમંત્રી સહિત કુલ 34 મંત્રીઓ હશે જેમાં 20 કોંગ્રેસના જ્યારે મુખ્યમંત્રી મળીને 14 જેડીએસના હશે. એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુંમાં એચડી કુમારસ્વામીએ કહ્યું હતું કે કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે સરકાર ચલાવવાને લઈને એક ન્યૂનતમ સાજા કાર્યક્રમ હશે.

જો કે વારાફરતી સીએમ બનાવવાના ફોર્મ્યુલાને તેમણે ફગાવી દીધેલો છે. પરંતુ દેશના રાજકારણમાં સરકારોનો અનુભવ બહુ સારો રહ્યો નથી. ન્યૂનતમ સાજા કાર્યક્રમ હેઠળ બનતી સરકારો ત્યારબાદ સોદાબાજી, પોતાના અંગત સ્વાર્થ અને વૈચારિક મતભેદોના કારણે ધરાશયી થયેલી જોવા મળી હતી. આવામાં કર્ણાટકમાં સરકારનું શું ભવિષ્ય રહેશે તે જોવા જેવું રહેશે. ચૂંટણીમાં 38 બેઠકો જીતનારી જેડીએસના નેતા એચડી કુમારસ્વામી રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યાં છે. 78 બેઠકો મેળવનારી કોંગ્રેસ સમર્થન આપશે અને તેના કોટાથી કોઈ ડેપ્યુટી સીએમ હશે.


બિહારમાં પડી ભાંગ્યુ હતું ગઠબંધન
વર્ષ 2015માં બિહારમાં મજબુત વિપક્ષની એક્તાની મોટી મિસાલ બનેલા મહાગઠબંધન (જેડીએસ+આરજેડી+કોંગ્રેસ)એ વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવી હતી. પરંતુ માંડ દોઢ વર્ષ વીત્યું હશે અને આ ગઠબંધનનો ચહેરો અને જેડીયુ નેતા તથા સીએમ નીતિશકુમારે પોતે રાજીનામું આપી દીધુ. ત્યારબાદ ભાજપ સાથે મળીને સરકાર બનાવી લીધી. મહાગઠબંધન બનતા પહેલા નીતિશકુમારે 15 વર્ષ સુધી ભાજપ સાથે ગઠબંધનનાં સાથ આપ્યો હતો અને બે વાર મુખ્યમંત્રીનો કાર્યકાળ પૂરો કર્યો હતો. પરંતુ નરેન્દ્ર મોદી પીએમને પીએમ બનાવવાના મુદ્દા પર તેઓ એનડીએથી અલગ થયા અને આરજેડી સાથે મળીને સરકાર બનાવી હતી.


યુપીમાં મુલાયમ-કાંશીરામ અને ત્યારબાદનો ગેસ્ટહાઉસ કાંડ
1992માં મુલાયમ સિંહ યાદવે સમાજવાદી પાર્ટી બનાવી હતી. એક વર્ષ બાદ થયેલી વિધાનસભા ચૂંટણીમા કુલ 425 બેઠકોમાંથી સમાજવાદી પાર્ટીને 109 અને બીએસપીને 67 બેઠકો મળી હતી. ભાજપ 177 બેઠકો મેળવીને સૌથી મોટી પાર્ટી બની હતી. ચૂંટણીમાં જીત બાદ એક નારો પણ પ્રચલિત થયો હતો. મિલે ‘મુલાયમ કાંશીરામ, હવામાં ઉડ ગયે જય શ્રીરામ’ પરંતુ ત્યારબાદ જલદી બસપા અને સપામાં કડવાહટ પેદા થઈ અને બસપાથી સપા અલગ થઈ. આ દરમિયાન ભાજપે રાજ્યપાલને પત્ર લખ્યો કે જો માયાવતીની સરકાર બનશે તો તેઓ સમર્થન આપશે. આ ઘટનાક્રમમાં માયાવતી પોતાના વિધાયકો સાથે ગેસ્ટહાઉસમાં બેઠક યોજી રહ્યાં હતાં ત્યાં જ સપાના કેટલાક કથિત કાર્યકર્તાઓએ તેમના પર હુમલો કર્યો હોવાનું કહેવાય છે. આ ઘટનાને ગેસ્ટહાઉસ કાંડ તરીકે પણ ઓળખે છે. મુલાયમસિંહની સરકાર અલ્પમતમાં આવી ગઈ અને પડી. ત્યારે ભાજપ તરફથી નારો આવ્યો હતો કે લડે મુલાયમ-કાશીરામ, ‘જોર સે બોલો જય શ્રી રામ’.


યુપીમાં બીએસપી-ભાજપ ગઠબંધન
માયાવતી પહેલીવાર જૂન 1995માં સમાજવાદી પાર્ટીની સાથે ગઠબંધન તોડીને ભાજપ અને અન્ય પક્ષો સાથે બહારથી સમર્થન સાથે મુખ્યમંત્રી બન્યા હાતં. ત્યારે તેમનો કાર્યકાળ માત્ર ચાર મહિનાનો હતો. તેઓ બીજીવાર 1997 અને ત્રીજીવાર 2002માં મુખ્યમંત્રી બન્યા હતાં. ત્યારે તેમની પાર્ટી બીએસનું ભાજપ સાથે ગઠબંધન હતું. પરંતુ કોઈ ક્યારેય કાર્યકાળ પૂરો થયો નહીં.


અત્યારના ધૂર વિરોધી એચડી કુમારસ્વામી અને યેદિયુરપ્પાનું પણ થયું હતું ગઠબંધન
યેદિયુરપ્પા પહેલીવાર 12 નવેમ્બર 2007ના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા હતાં. સીએમ બન્યા બાદ આઠમા દિવસે જ 19 નવેમ્બર 2007ના રોજ તેમણે પદ છોડવું પડ્યું હતું. ગઠબંધન સરકારમાં થયેલી સમજૂતિ પ્રમાણે મુખ્યમંત્રી પદ પર બંને પક્ષોના નેતાઓએ બરાબર સમય સુધી સીએમ પદ પર રહેવાનું હતું. સમજૂતિ હેઠળ યેદિયુરપ્પાએ જેડીએસના નેતા એચડી કુમારસ્વામીને ફેબ્રુઆરી 2006મા મુખ્યમંત્રી બનવા દીધા હતાં. પરંતુ જ્યારે ઓક્ટોબર 2007માં યેદિયુરપ્પાને મુખ્યમંત્રી બનાવવાનો સમય આવ્યો તો કુમારસ્વામી ફરી ગયા. યેદિયુરપ્પાના પક્ષે સમર્થન પાછું લીધુ અને રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું.

ટીપ્પણી