ગત વર્ષે ખૂબ જ ચર્ચામાં રહેલા સબરીમાલા મંદીર વિષેની જાણી અજાણી માહિતીથી ભરપૂર લેખ, જરૂર વાંચો

સબરીમાલા મંદીરમાં 10થી 50 વર્ષની સ્ત્રીઓને પ્રવેશ આપવા દેવામાં આવતો નથી. જે બાબતે એક મહિલાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી હતી. અને તેના કારણે ઘણા બધા વિવાદો ઉભા થયા હતા. છેવટે માનવ હક્કોને ધ્યાનમાં રાખીને સુપ્રિમ કોર્ટે મહિલાના પક્ષમાં ચૂકાદો આપીને સબરીમાલા ટેમ્પલમાં સ્ત્રીઓના પ્રવેશને ખુલ્લો કર્યો હતો.

જો કે સુપ્રિમ કોર્ટના ઓર્ડર બાદ પણ સ્ત્રીઓને ત્યાં પ્રવેશવા દેવામાં નહોતી આવી અને તેના કારણે ઘણા બધા રાજનૈતિક વિવાદો ઉછળ્યા હતા. તેમજ હિંચા પણ આચરવામાં આવી હતી. હાલ તો સમગ્ર મુદ્દો જ શાંત પડી ગયો છે. પણ સબરીમાલા મંદીર એક પૌરાણિક મંદીર છે અને તેની સાથે ઘણી બધી માન્યતાઓ જોડાયેલી છે. તો ચાલો જાણીએ પૌરાણિક સબરીમાલા મંદીરની જાણી અજાણી વાતો.

રામાયણના પાત્ર શબરી પરથી મંદીરનું નામ સબરીમાલા પાડવામાં આવ્યું

સબરીમાલાનો સ્પષ્ટ અર્થ થાય શબરીની ટેકરીઓ. રામાયણ માં શબરીને રામની પરમ ભક્ત તરીકે વર્ણવવામાં આવી છે. એવું કહેવાય છે કે શબરી ટેકરીઓ જંગલમાંથી રામ જ્યારે લંકા તરફ પ્રયાણ કરી રહ્યા હતા સીતાને બચાવવા માટે તે દરમિયાન જંગલમાં તેમની મુલાકાત શબરી સાથે થઈ. અને શબરીએ ખુબ જ ચાવ થી પોતાના ભગવાન રામ માટે ચાખી ચાખીને ભેગા કરેલા મીઠા બોરનું પાન કરાવ્યું હતું. અને તે જ વિસ્તારમાં આ મંદીર આવેલું છે.

 

View this post on Instagram

 

A post shared by 🙏Ayyappa🙏 (@swamy_ayyappa_) on

અયપ્પમ ભગવાનની મૂર્તિ પંચ ધાતુમાંથી બનેલી છે

સબરીમાલા મંદીરમાંની અયપ્પમ ભગવાનની મૂર્તિને પંચ ધાતુઓમાંથી બનાવવામાં આવી છે. એટલે કે સુવર્ણ, ચાંદી, લોખંડ, તાંબુ અને સીસુ ધાતુના મિશ્રણથી મૂર્તિનું સર્જન કરવામાં આવ્યું છે. એવી વાયકા છે કે ભગવાન પરશુરામે ધર્મ શસ્તની આંઠ મૂર્તિઓ પશ્ચિમ ઘાટ પર સ્થાપિત કરી હતી, અને તેમાંની એક જગ્યાએ ભગવાન રામ ધર્મ શસ્તને મળ્યા હતા. અને માટે અહીં સબરીમાલા મંદીરમાં અયપ્પન અને ધર્મ શસ્ત તરીકે મૂર્તિની પૂજા કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by പന്തളപുത്രൻ (@pandala_puthran) on

ભગવાન શિવ અને વિષ્નુના મોહિની અવતારના પુત્ર એટલે ભગવાન અયપ્પન

સબરીમાલા મંદીર ભગવાન અયપ્પનને સમર્પિત છે. અયપ્પનને ધર્મ શસ્ત તરીકે પણ ઓળખવામાં આવે છે. એવી વાયકા છે કે દેવ અયપ્પાએ મહીશીનો વધ કર્યા બાદ જ્યાં ધ્યાનમાં બેઠા તે જગ્યાએ આ મંદીર બનાવવામાં આવ્યું છે. મહીશી એ મહિસાસૂરની બહેન હતી જે ભેંસના મોઢા વાળી રાક્ષસણી હતી. મા દૂર્ગા વડે પોતાના ભાઈ મહિસાસૂરના વધનો બદલો લેવા તેણીએ અયપ્પમ સામે યુદ્ધ કર્યું હતું અને તે યુદ્ધમાં અયપ્પમ દેવે તેણીનો વધ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Sarath Edakkanam (@sarath_edakkanam) on

સબરીમાલામાં 15 નવેમ્બરથી 26 નવેમ્બર દરમિયાન લાખો ભક્તો ઉમટી પડે છે.

દર વર્ષે નવેમ્બરના મધ્ય સમયમાં લગભગ ડોઢ કરોડથી ત્રણ કરોડ ભક્તો દર્શન માટે મંદીરમાં ઉમટી આવે છે. અને જો ભક્તોનો વાર્ષિક આંકડો ગણવામાં આવે તો 5 કરોડ સુધી પહોંચી જાય છે. મંડલ પુજા માટે નવેમ્બરની 15 તારીખથી 26 તારીખ સુધી મંદીર ખુલુ રાખવામાં આવે છે. અને 14 જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતી અને 14 એપ્રિલે મહા વિષ્ણુ સંક્રાંતી દરમિયાન પણ હજારો ભક્તો મંદીરની મુલાકાત લે છે.

18 ટેકરીઓથી ઘેરાયેલું સબરીમાલા મંદીર

સબરીમાલાનું મંદીર 18 ટેકરીઓથી ઘેરાયેલું છે અને તેના મંદીર સુધી પહોંચવા માટે શ્રદ્ધાળુઓએ 18 સીડીઓ ચડવી પડે છે. અને આ 18 સીડીઓ પાછળ પણ કેટલાક પરિબળો સમાયેલા છે. પ્રથમ પાંચ પગથિયા મનુષ્યની પાંચ ઇદ્રીયોને પ્રદર્શિત કરે છે એટલે કે આંખ, ધ્વની, સુવાસ, સ્પર્શ અને સ્વાદ.

 

View this post on Instagram

 

A post shared by Suman Doogar (@nomadicshoes) on

બાકીના 8 પગથિયા મનુષ્યની 8 મનો સ્થિતીનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે વાસના, ક્રોધ, અભિલાષા, આસક્તિ, ગર્વ, ઇર્ષા, ક્રૂર અને અસ્વસ્થ હરિફાઈ. બાકીના ત્રણ પગથીયા જન્મજાત ગુણોનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે સત્વ, રજસ, અને તમસ અને છેલ્લા 2 પગથિયા જ્ઞાન અને અજ્ઞાનનું પ્રતિનિધિત્વય કરે છે.

 

View this post on Instagram

 

A post shared by നരസിംഹസേന (@narasimhasena) on

દર મકરસંક્રાંતીએ વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે

એવી વાયકા છે કે જ્યારે શબરી દ્વારા ચાખીને ભેગા કરેલા મીઠા બોર શ્રી રામને ધરવામાં આવ્યા ત્યારે તેમણે હોંશે હોંશે તેનું પાન કર્યું. તે દરમિયાન ભગવાન રામે એક વ્યક્તિને ધ્યાન કરતા જોઈ અને શબરીને તે વિષે પુછ્યું. ત્યારે શબરીએ જણાવ્યું કે તે શસ્ત છે.

જ્યારે ભગવાન રામ તેની તરફ ચાલવા લાગ્યા, ત્યારે શસ્તનું ધ્યાન ભંગ થયું અને તેમણે ભગવાન રામનું સ્વાગત કર્યું. અને આ ક્ષણની ઉજવણી માટે મકારાવિલાક્કુની ઉજવણી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન ધર્મશસ્ત આ દીવસે પોતાના ધ્યાનને ભંગ કરીને શ્રદ્ધાળુઓને મકર જ્યોતિ નામના તારા થકી આશિર્વાદ આપે છે.

મંદીરના ગર્ભગૃહમાં પ્રવેશ માટે 41 દીવસનો ઉપવાસ કરવો પડે છે

જે ભક્તોએ મંદીરના ગર્ભગૃહના દર્શન કરવા હોય તેમણે સતત 41 દીવસ સુધી વ્રત કરવા પડે છે. અને તેના કેટલાક ખાસ નિયમો પણ હોય છે. જેમ કે વ્રત દરમિયાન તમે માત્ર શાકાહારી ભોજન જ આરોગી શકો, તેમજ વ્રત દરમિયાન તમારે બ્રહ્મચર્ય પાળવું પડે, આ ઉપરાંત વ્રત દરમિયાન તમે તમારા નખ અને વાળ ન કાપી શકો, ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ કરવી, અભદ્ર ભાષાનો પ્રયોગ ન કરવો, મદ્યપાન કે તમાકુનું સેવન ન કરવું, દીવસમાં બે વાર નાહવું, તેમજ પ્લેન કાળા કે ભૂરા વસ્ત્રો ધારણ કરવા. વ્રત પૂર્ણ થયા બાદ મંદીરની પ્રદક્ષિણા કરવાની હોય છે.

 

View this post on Instagram

 

A post shared by the dreamer (@harshar_r_gowda) on

સબરીમાલા મંદીરની નેયાભિશેકમની અભિભૂત કરતી વિધી

નેયાભિશેકમના દીવસે શ્રદ્ધાળુઓ હાથથી વણેલા કોટનના કપડામાં ભગવાન પર અભિશેક કરવા માટે ઘી લાવે છે. સબરીમાલામાં મળતા પ્રસાદ અરવાના પયાસમ અને અપ્પમને ચોખા ઘી, ખાંડ અને ગોળ ઉપરાંત વિવિધ સામગ્રીઓથી બનાવવામાં આવે છે અને શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવે છે.

મંદીરના દ્વાર બંધ થતાં પહેલાં ભગવાન અયપ્પમ સમક્ષ હરિવરાસનમ ગાવામાં આવે છે

શ્રીનીવાસ ઐયાર દ્વારા સંસ્કૃતમાં તૈયાર કરવામાં આવેલી આ ધૂન નિયમિત પણે રોજ અઠાઝા પુજા બાદ ગાવામાં આવે છે. આ ધૂનમાં 8 છંદો અને 32 પંક્તીઓ સમાયેલી છે અને તેના કૂલ શબ્દો 108 છે.

 

View this post on Instagram

 

A post shared by Ñâťûřâľ Phôťôgřphÿ (@4_nostalgic_kerala) on

સબરીમાલા મંદીરનો મુસ્લીમ સંત વાવર સાથેનો નક્કર સંબંધ

વાવર અને ભગવાન અયપ્પમ વચ્ચેના સંબંધની કેટલીએ લોક વાયકાઓ પ્રચલીત છે. કેટલાકનું એવું માનવું છે કે તે સંત હતો તો કેટલાક એવું માને છે કે તે યુદ્ધા હતો. જો કે વાવરનો કોઈ નક્કર ઇતિહાસ અસ્તિત્તવમાં નથી. મંદીરના સાનિધ્યમાં જ ‘વાવર પાલ્લી’ની મસ્જીદ આવેલી છે. સબરીમાલા મંદીરના દર્શને આવતા શ્રદ્ધાળુઓ આ મસ્જીદની મુલાકાત પણ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Pilgrimage Tourism (@pilgrimagetourism) on

સમુદ્ર સપાટીથી 480 મીટરની ઉંચાઈ પર આવેલું છે સબરી માલા મંદીર

સબરીમાલાની ટેકરીઓમાં અનેક પૌરાણીક મંદીરો આવેલા છે. જેમાંના કેટલાક આજે ખંડીયર થઈ ગયા છે તો કેટલાક માંડ માંડ પોતાનું અસ્તિત્વ ટકાવી શક્યા છે.

ભારતમાં હજારો પૌરાણીક મંદીરો આવેલા છે અને તેની પાછળ કેટલીએ વાયકાઓ તેમજ કેટલાએ રહસ્યો અને કેટલીએ માન્યતાઓ સમાયેલી છે. આશા છે આજની આ માહિતીસભર પોસ્ટ તમને ગમી હશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ