હવે એડ્રેસ પ્રુફ વિના જ આ રીતે સરળતાથી મેળવી શકાશે 5 કિલોનો ગેસ સિલિન્ડર, જાણો IOCL એ શું આપી રાહત

ઇન્ડિયન ઑયલ કોર્પોરેશનએ સામાન્ય લોકોને રાહત આપતા રસોઈ ગેસ પર એડ્રેસની જરૂરતને પુરી એટલે કે બંધ કરી દેવામાં આવી છે. હવે ગ્રાહકો પોતાનું ઓળખ પત્ર આપીને પણ ગેસ સિલિન્ડર ખરીદી શકશે.

image soucre

પોતાના ઘરેથી દૂર રહેતા લોકો માટે સૌથી મોટી સમસ્યા જમવાની હોય છે. આવી સ્થિતિમાં ઘરમાં જ ખાવાનું બનાવીને લોકોને ગેસ સિલિન્ડર લેવા માટે એડ્રેસ પ્રુફની જરૂર પડે છે, એ સિવાય ભાડાના મકાનમાં રહેતા લોકોને પણ ગેસ સિલિન્ડર ખરીદવા માટે એડ્રેસ પ્રુફ આપવાની જરૂર રહે છે અને ભાડે રહેતા લોકો માટે એ માથાના દુખાવા સમાન સમસ્યા છે કારણ કે તેઓ પાસે પોતાનું મકાન ન હોવાથી તેઓ એડ્રેસ પ્રુફ બતાવી શકતા નથી. અને આવી સ્થિતિનો સામનો કરતા ઘણા ખરા લોકોએ મજબૂરીને કારણે ફરજીયાત પણે બ્લેકમાં એટલે કે બજારમાંથી ગેરકાયદેસરની રીતે ગેસ સિલિન્ડર ખરીદવો પડે છે. પરંતુ હવે લોકોને આવી સમસ્યાનો સામનો નહિ કરવો પડે અને તેઓ એડ્રેસ પ્રુફ વિના પણ ગેસ સિલિન્ડર ખરીદી શકશે.

ઇન્ડિયન ઑયલ કોર્પોરેશન દ્વારા સામાન્ય લોકોને મળી આ રાહત

image source

IOCL એટલે કે ઇન્ડિયન ઑયલ કોર્પોરેશન દ્વારા સામાન્ય લોકોને રાહત આપતા હવે ગેસ સિલિન્ડર ખરીદવા માટે એડ્રેસ પ્રુફની જરૂરિયાતને બંધ કરી દેવામાં આવી છે. હવે સામાન્ય લોકો પોતાનું ઓળખ કાર્ડ બતાવીને 5 કિલોગ્રામ વાળા નાના ગેસ સિલિન્ડર ખરીદી શકશે અને તેમાં તેઓને કોઈ એડ્રેસ પ્રુફ આપવાની જરૂર નહીં રહે. આ નાના ગેસ સિલિન્ડર ખાસ કરીને એ લોકો માટે જેઓ ભાડાના મકાનમાં રહે છે અથવા ઘરથી બહાર રહે છે તેમના માટે ફાયદાકારક છે. સિલિન્ડર ખરીદવા માટે હવે સીધા જ ઇન્ડેન ગેસ ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈને ત્યાં પોતાનું ઓળખ કાર્ડ બતાવી અને પૈસા ચૂકવી ગેસ સિલિન્ડર ખરીદી શકશે. પાંચ કિલોનો આ નાના ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 340 રૂપિયાની આસપાસ છે.

ઘર બેઠા જ સરળતાથી કરી શકાય ગેસ સિલિન્ડર બુક

image soucre

એ સિવાય તમે તમારા ગેસ સિલિન્ડરને રિફિલ કરવા માટે બુક પણ કરી શકો છો અને આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. આ માટે ઇન્ડેનએ એક ખાસ નંબર 8454955555 જાહેર કર્યો છે. દેશમાં કોઈ પણ શહેરમાંથી આ નંબર પર મિસ્કોલ કરીને નાનો ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. એ ઉપરાંત તમે whatsapp દ્વારા પણ ગેસ સિલિન્ડર બુક કરી શકો છો. આ માટે તમે રિફિલ ટાઈપ કરીને 7588888824 પર મેસેજ કરી દો. આમ કરવાથી પણ તમારો ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. એ સિવાય તમે 7718955555 પર ફોન કરીને પણ સિલિન્ડર બુક કરાવી શકો છો

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong