વાંચો આજે વિશ્વમાં પ્રખ્યાત ગરવી ગુજરાતની વાત……..

ગરવી ગુજરાત

ભારત જેવા અંખડ અને અવિચલ રાષ્ટ્રમાં જન્મ લેવો તે આપણા સૌના માટે સૌભાગ્યની વાત છે .હું એક ભારતીય છું તેવી પ્રતિજ્ઞા ની સાથે સાથ એક ખુબ સારો માનવી અને નાગરિક છું તેવું કહેવું કોઈ તો કોઈ અતિશયોક્તિ નથી ..આજે ભારતના ગૌરવ સમાન રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્ર ની ૫૮ મી વર્ષગાંઠ બહુ માન ભેર ઉજવી રહ્યા છીએ .
મારો આજનો વિષય છે મારી જન્મભૂમી ગુજરાત ……ભવિષ્ય ના ભારત ની ભૌતીક સમ્પદા પરમ કૃપાળુ પરમાત્મા ની અવિરત ,શૈલ ,સરિતા અને સ્થાપત્ય ,કળા ,સંસ્કૃતિ રૂપી આવી આ મા અંબા ની ભૂમિ અને મારા ગીરનાર ની કંદરા માંથી ઉઠતી ધખતી ધૂણીની શુભ્રસેર ની સુવાસિત ભૂમિ એટલે મારું ગુજરાત .

રસક્વન્તી શ્રેઠ ભૂમિ એટલે ગુજરાત .દ્વારકેશ ના આ પરમચૈતન્ય ને પામવા તો આ સુદામા ની પોટલી સમાન લેખ ખોલી ને વાંચવો જ પડે .

“જય જય ગરવી ગુજરાત ,દીપે અરુણો પ્રભાત જય જય ગરવી ગુજરાત …વંદન તને ગુજરાત .”મારા ગુજ્જુ ભાઈ બહેનનો ને આ પંક્તિ એક પ્રથના સમાન લાગે .

અને હા ! કેમ નહી વળી ? ગુજરાતી છું તેવું બોલતા તો પરદેશમાં જાણે મા એ મોં માં પતાસું ન મુક્યું હોય તેવો ભાવ જાગે છે .આજે જેનાથી આપણે જાણીતા ,સમૃદ્ધ અને સુસંસ્કૃત છીએ તેવી આપણી ભૂમિ એટલે ગુજરાત .કેટ કેટલા રત્નો કે અલંકાર જણાવું .કેટ કેટલી આભાઓ અહીં રમવા આવી છે .આદ્ય કવિ નરસિહ ના પદો,અખા નાં છપ્પા,દયારામની ગરબી ,ચારણ ના દુહા ,કલાપી નો કેકારવ,ગોવર્ધન રામની સરસ્વતી ચંદ્ર આ બધું જ મારા ગુજરાત ની લ્હાણી છે .

ગુજરાત રાજ્ય એક રજવાડુ હતું સોલંકી કાળના વંશજ સિદ્ધરાજ જયસિંગે ગુજરાત રાજ્ય પર સુ શાસન કર્યું .મહમદ ગઝની એ ત્રણ વખત સોમનાથ જ્યોતિર્લીંગ લુંટ્યું ત્યારે ઘણા તેની સામે યુદ્ધ માં વીરગતિ ને પામ્યા એવું સમૃદ્ધ મારું ગુજરાત .હરપ્પન સંસ્કૃતિ ની વાત કરીએ તો લોથલ, રંગપુર ,ધોળાવીરા ના તટીય પ્રદેશ પર જીવતી સંસ્કૃતિ ના પુરાવા આજે પણ જોવા મળે તેટલી પ્રાચીન આ ભૂમિ .

સતયુગમાં માં પણ ભગવાન શ્રી રામ ,પાંડવો જેવા અનેક મર્યાદા અને વીર પુરુષે પોતાના ચરણ આ ભૂમિ પર પાડી ને તેને પાવન કરી છે .દયાનંદ સરસ્વતી ,પુ.મહાત્મા ગાંધી થી લઇ ને શ્રી નરેન્દ્ર મોદી જેવા કુશળ ,અહિંસા માં માનનાર ,વિચારક અને કુશળ વહીવટ કર્તા મારા ગુજરાતે જ આપ્યા છે

સરદાર સાહેબ નો અખંડ બોલે રજવાડાઓ ને એક કર્યા ,મોરારજી ભાઈ ના સ્વાભીમાને સૌને જાગૃત કર્યા.અંગ્રેજો એ પોતાનાં પાયા નાંખવા ગુજરાત ઉપર નજર નાખી કેમકે મુઘલો અહી થી વેપાર વાણીજ્ય માં ખુબ આગળ નીકળ્યા હતા .સુરત ની જાહોજલાલી જોઈ ને શિવાજી એ બે વાર તેના પર ચઢી કરી તેને લુટી લીધું હતું .ગુજરાત ની સરિતા અને ગિરિમાળાઓ ની તો વાત જ શું કરવી ! ઉત્તર માં અંબા મા, પૂર્વમાં કાળી મા,દક્ષિણમાં કુંતેશ્વર મહાદેવ અને પશ્ચિમ માં દ્વારકેશ અને સોમનાથ મહાદેવ ના હર હર મહાદેવ ની ગુંજ દુશ્મન દેશ ને પણ થરથરાવે છે .તાપી ,નર્મદા ,મહી ,સુભદ્રા ને રત્નાકર .ગીરીનાર ,પાવાગઢ ,બરડો કે શૈત્રુંજ્ય જેવા પર્વતો હોય ,શંખેશ્વર,મહુડી અને પાલીતાણા જેવા જૈન તીર્થ સ્થાનો થી પવિત્ર ભૂમિ હજુ મહેકે છે અને આવી ભૂમિ ના આપણે સંતાનો …છાતી ગદગદ ફૂલે છે ને !!ગુજરાત ના રાસ ગરબા ,અઠીગો ,દોઢિયું જેવા લોક નૃત્યો એ તો પુરા વિશ્વને પોતાના તાલ પર થીરકતું કરી દીધું .પાટણના પટોળા ,કચ્છી બાંધણી, અને ગઠિયા અને ગીર ના સિંહો એ તો વિશ્વમાં પોતાનો ટ્રેડમાર્ક લઇ લીધો છે .
કાપડું ,બલોયું,વલોણું ,ઘોડિયું ,આબલીયું ને દોઢિયું આવા તળપદી શબ્દો અને ભતીગળ ભાત આપણા ગુજરાત ની હો !! ચારણ ની હાકલ ,નાગર ની બોલી ,બ્રાહ્મણ ની રસોઈ ,અને ક્ષત્રિયો નો વૈભવ થકી તો ઉજળાં છીએ ,,,ભાઈ ભાઈ !!!!

કળા ક્ષેત્ર માં મૃણાલીની સારાભાઇ ,અવિનાશવ્યાસ ,પદ્મશ્રી પુરુસોત્તમ ઉપાધ્યાય , દિવાળીબેન ભીલ ,ભીખુદાનભાઈ ,કાજલ ઓઝા વૈદ્ય ,જય વસાવડા, ઉપેન્દ્ર ત્રિવેદી ,પ્રફુલ્લ દવે ,રમેશ મહેતા ,કિંજલ દવે જેવા ધુરંધરો ની આ ભૂમિ ..

રાવલ ,પટેલ ,દેસાઈ ,શાહ ,ગાંધી ,ગોરડિયા જેવી અટકો એ તો વિશ્વ આખા માં બીજું ગુજરાત સ્થાપિત કરી દીધું છે .
સંત ની ભૂમિ એટલે પવિત્ર સતાધાર ,ભવનાથ નો મેળો ,તરણેતર નો મેલો કે દાતાર નો ઊર્સ જેવા સંસ્કૃતિક મેળવડા થી ભાઇચારાના સંદેશ વહે છે એવી આ પાવન ધરા. વિશ્વ શાંતિ ના સેતુ સમાન સંત શિરોમણી પૂજય યોગીજી મહારાજ ,પ્રમુખ સ્વામી ,મોરારિબાપુ થકી તો આપણે ગુજરાતી ઉજળાં છીએ .આવો તો સૌ આવી પાવન ધરા ના સંતાનો સાથે મળી ને આજે ગાઈએ .

“જય જય ગરવી ગુજરાત ,દીપે અરુણો પ્રભાત
જય જય ગરવી ગુજરાત .વંદન વંદન વંદન ……”

અસ્તુ .

અલ્પા પંડ્યા દેસાઈ ..

ટીપ્પણી