અપનાવો આ ઘરેલુ નુસખાઓ, અને ભગાડો ઘરમાંથી ગરોળી, વંદા અને મચ્છરો…

ગરમીની સિઝનમાં મચ્છરો તેમજ બીજા જીવ-જંતુઓનો ખૂબ જ ત્રાસ વધી જતો હોય છે. મચ્છરો અને જીવ-જંતુઓને પણ ગરમી લાગવાને કારણે તેઓ બહાર આવતા હોય છે, જ્યારે શિયાળામાં ઠંડકને કારણે જીવ-જંતુઓ બહાર આવતા નથી.

મચ્છર કરડવાથી અનેક બીમારીઓ શરીરમાં ઘર કરી જાય છે. મચ્છર કરડવાથી મેલેરિયાથી લઇને બીજા અનેક પ્રકારના હેલ્થ ઇસ્યુ પણ થાય છે. આમ, જો તમે આ બીમારીઓની સારવાર સમયસર નથી કરાવતા તો દર્દીનુ મૃત્યુ પણ થઇ શકે છે. આ માટે જરૂરી છે કે, કોઇ પણ હેલ્થ પ્રોબ્લેમ્સ જ્યારે થાય ત્યારે તેનુ સમયસર નિદાન કરાવવુ ખૂબ જ જરૂરી છે. આ માટે જરૂરી છે કે, તમે તમારા ઘરમાં ચોખ્ખાઇ રાખો અને પાણીનો ભરાવો ના થવા દો જેથી કરીને મચ્છર થાય નહિં. આમ, જો તમે મચ્છરોને સરળતાથી ઘરની બહાર કાઢવા ઇચ્છો છો તો આ ઘરેલુ નુસખાઓ તમારા માટે એકદમ બેસ્ટ છે. આ ઘરેલુ ઉપાયોથી મચ્છર પણ બહાર નિકળી જશે અને સાથે-સાથે તમે કોઇ બીમારીનો ભોગ પણ નહિં બનો.

લીમડાનું તેલલીમડામાં કુદરતી જ કડવાશ હોય છે જેથી કરીને તે મચ્છર ભગાડવા માટેની એક બેસ્ટ દવા છે. આ પ્રયોગ કરવા માટે નારિયેળ તેલ અને લીમડાનુ તેલ સરખા પ્રમાણમાં લો અને તેનુ મિશ્રણ તૈયાર કરો. હવે આ તૈયાર કરેલા મિશ્રણને રાત્રે સુતા પહેલા ત્વચા પર લગાવો. જો તમે આ મિશ્રણ ત્વચા પર લગાવશો તો તમારી આસપાસ ક્યાંય પણ મચ્છર ફરકશે નહિં. આ તેલની અસર તમારી ત્વચા પર આઠ કલાક સુધી રહે છે.

નીલગિરી અને લીંબૂનું તેલ

લીંબૂના તેલમાં થોડા નીલગિરીના ટીપાં મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરી લો અને રાત્રે સુતા પહેલા તેને તમારી સ્કિન પર લગાવો. આ તેલ લગાવવાથી મચ્છર તમારી નજીક નથી આવતા. તમને જણાવી દઇએ કે, આ તેલમાં એન્ટી સેપ્ટિક અને કિટનાશક ગુણો હોય છે જે શરીરમાં એક નોર્મલ ગંધ પેદા કરે છે જેથી કરીને મચ્છર દૂર ભાગે છે.

લવેન્ડર ઓઇલલવેન્ડર ઓઇલ સુંગધીદાર હોય છે જેથી કરીને તેનાથી મચ્છર દૂર ભાગે છે. આમ, જ્યારે તમે રાત્રે સુઇ જાઓ ત્યારે લવેન્ડર ઓઇલ ત્વચા પર લગાવો. જો તમે ઇચ્છો તો લવેન્ડર ઓઇલનો ઉપયોગ તમારા રૂમમાં પ્રાકૃતિક ફ્રેશનર તરીકે પણ કરી શકો છો. જો તમે આ તેલ તમારા રૂમમાં રાખો છો તો તેનાથી ગરોળી જેવા બીજા જીવ-જંતુઓ પણ આવતા નથી. કોઇ સારી ક્રીમમાં આ તેલ મિક્સ કરીને પણ તમે ત્વચા પર લગાવી શકો છો.

ટીટ્રીઓઇલઆ તેલ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે જ મચ્છરોને ભગાડવામાં પણ આ તેલ અસરકારક છે. આ તેલને રોજ રાત્રે સુતા પહેલા ત્વચા પર લગાવી દો મચ્છર કરડતા બંધ થઇ જશે. જો તમે એક સ્પ્રે બોટલમાં આ તેલ ભરી લેશો અને પછી તે રૂમમાં છાંટશો તો ગરોળી, વંદા જેવા જંતુઓ પણ તેનાથી દૂર ભાગશે.

લેખન સંકલન : નિયતી મોદી

શેર કરો આ માહિતી દરેક મિત્રો સાથે, દરરોજ આવી અનેક ઉપયોગી માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી