તમારે પણ તમારા મિત્ર કે તમારા પરિવાર સાથે કોઈ જગ્યાએ બહાર ફરવા જવું હોય તો આ સમય તેના માટે ખૂબ ઉચિત રહેશે. આ સ્થળ પર તમે તમારા મિત્ર, જીવનસાથી અને પરિવાર સાથે ફરવા જઇ શકો છો. મોટાભાગના લોકો આ ઋતુમાં હિલસ્ટેશને ફરવા જાવાનું વિચારતા હોય છે અને ઘણા લોકોને દરિયા કિનારે એટલે કે બીચ પર ફરવાનો પણ ખૂબ શોખ હોય છે ત્યાના આ મનમોહક સ્થળની મુલાકાત લઈને તે એક નવી સ્ફૂર્તિનો અનુભવ કરે છે.

તમારે જો આવી જ રીતે નવી સ્ફૂર્તિ અને આનંદ માનવો હોય ત્યારે તમે આ સ્થળ પર ફરવા જઈ શકો છો. આ સ્થળ ગોવા છે ત્યાં ફરવા જવાનો ઘણાને ખુબ શોખ હોય છે. તેથી અહી તમે ફરવા જઈને તમારો શોખ પૂરો કરી શકો છો. ગોવા ભલે ભારત દેશનું એક નાનકડું શહેર હોય પરંતુ, અહી ફરવા માટેના ઘણા સ્થળ રહેલા છે અહી ફરીને તમારામાં એક નવી સ્ફૂર્તિ આવી શકે છે. પાણીની લહેરોની વચ્ચે તમે મસ્તી કરીને અને ત્યાના બીચ પર બેસવાનો આનંદ માણી શકો છો. આજે આપણ ગોવાના એવા કેટલાક સ્થળ વિષે જાણીએ જ્યાં તમે ફરવા જઈ શકો છો.
બાગા બીચ :

અહી આવેલા દરિયા કિનારાને લીધે તે લોકો અહી આવવાનું ખૂબ પસંદ કરે છે. અહી દરિયા કિનારો હોવાથી લોકોને આ સ્થળ પર આવવું ખૂબ ગમે છે. ત્યાં આવેલા બીચમા આ બીચ પણ ખૂબ લોકપ્રિય છે. તે ઉત્તરી ગોવામાં ખૂબ જ ફેમસ છે. આ બીચ પર તમે રાઈડ અને પેરાસાઈકલિંગ કરીને આનંદ માણી શકો છો.

આ સ્થળ પર તમે રમાતી ઘણી અવનવી રમત અને એક્ટિવિટી કરીને પણ તમે આનંદ માણી શકે છે. આ બીચ પર તમે ડોલ્ફિન જોવાનો મોકો પણ મેળવી શકો છો. આ બીચ પર મોટી મોટી પાણીની લહેરોને મનભરીને માણી શકો છો આ જગ્યા પર તમારે એક વાર અવશ્ય ફરવા જવું જોઈએ.
બોમ જીસસ બસીસીકહમ :

તમારે ફરવા માટે એવી જગ્યા પસંદ કરવી જોઈએ જ્યાં જઈને તમને આનંદ અને શાંતિ મળી શકે છે. તેથી તમારે પણ જો શાંતિ જોઈતી હોય તો તમારે પણ આ જગ્યાએ ફરવા જવું જોઈએ. આહિ તમને ખૂબ શાંતિ મળી શકે છે. આ સ્થળ પર એક ચર્ચ છે ત્યાં તમને ખૂબ શાંતિ મળશે. આ ચર્ચ જૂના ગોવામાં સેન્ટ ફ્રાન્સેસ ઝેવિયરના અવશેષો રાખવામા આવ્યું છે. આ સ્થળ પર ઘણા લોકો આવે છે ફરવા માટે અહીની મુલાકાત લઈને તેમણે ઘણો આનંદ મળી શકે છે.
પાલોલેમ બીચ :

આપણે જ્યારે પણ બીચ પર જવું હોય ત્યારે આપણે આ બીચની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. અહી તમને મનોરંજન, પિકનિક જેવી વસ્તુનો ઘણો આનંદ મળી શકે છે. આ બીચ પર તમને શાંતિ અને પાણીની લહેરોનો અનુભવ મળી શકે છે. આ સ્થળની ખાસ બાબત એ છે કે અહી ડિસ્કો થેક છે.

પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે અહી મોટા સ્પીકરને બદલે તમને અહી ખાનગી સ્પીકર આપવામાં આવે છે. તેથી તમે તેને પહેરીને ગીત અને ડાંસનો આનંદ માણી શકો છો. આ બીચનું સુંદરતા પણ ખૂબ વિશેષ છે. આ બીચ પર તમે નૌકાવિહાર પણ કરી શકો છો. આ સુંદર બીચ પર તમે તમારી રજાનો આનંદ મેળવી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,