જલ્સા કરોને જેંતીલાલ

ગરમી નું સ્પેશિયલ ફુદીના લીંબુ શરબત – બહાર મળતા ઠંડા પીણા પીવા કરતા ઘરે જ બનાવો આ એનર્જી ડ્રીંક…

ગરમી ની શરૂઆત થતા જ ઠંડા પીણાં ની માંગ વધી જાય છે. બહાર ના કોઈ સોફ્ટ ડ્રિંક્સ પીવા કરતા ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવું શરબત ચોક્કસ થી ટ્રાય કરો. ફુદીનો ખૂબ જ ગુણકારી હોય છે. તે ગરમી માં ડીહાઇડ્રેશન થી બચાવે છે અને ગરમી માં રાહત આપવાની સાથે વજન ઘટાડવામાં મદદ કરે છે. અને પેટ અંગે ની બધી સમસ્યાઓ થી છુટકારો અપાવે છે. બાળકો ને રોજ આપી શકાય એવું આ શરબત છે. અને કોઈ ગેસ્ટ આવે તો આ શરબત સોડા માં બનાવી ને આપશો તો ચોક્કસ થી બધા ખુશ થઈ જશે.

સામગ્રી:- (4 ગ્લાસ માટે )

1/2 કપ ફુદીનો ( વધુ પણ લઈ શકાય)

1/2 કપ ખાંડ (સ્વાદઅનુસાર)

2-3 લીંબુ નો રસ

1/8 ચમચી સંચળ

1/8 ચમચી જીરું

ચપટી મરી અને મીઠું

4 ગ્લાસ ઠંડુ પાણી

જો આ લેમોનેડ માં સોડા ઉમેરવી હોય તો પાણી 2 ચમચા જેટલું જ પાણી લો જેથી ખાંડ અને બાકી બધું મિક્સ થઇ જાય..
રીત:-સૌ પ્રથમ ફુદીનો અને ખાંડ ને ખલ માં લો. અને દસ્તા થી ખાંડ અને ફુદીનો ક્રશ કરો અને લીંબુ ઉમેરી ને બરાબર ક્રશ કરી લો. હવે થોડું પાણી ઉમેરી ને આ મિશ્રણ ને એક બાઉલ માં નીકાળી લો. આ મિશ્રણમાં સંચળ,જીરુ, મરી નો ભુકો, મીઠું ઉમેરી ને હવે એકદમ ઠંડુ પાણી ઉમેરી ને બધું મિક્સ કરો. આ શરબત ને ગરણી થી ગાળી ને ઠંડુ સર્વ કરો..

નોંધ:-

તમે ઇચ્છો તો મિક્સર માં પણ બધું મિક્સ કરી શકો. પરંતુ ખલ અને દસ્તા થી ક્રશ કરેલા ફુદીના નો ટેસ્ટ વધુ સારો આવશે. સોડા ઉમેરી ને બનાવું હોય તો અડધો કપ જેટલું પાણી અને બધા મસાલા ખલ માં જ ઉમેરી ને બધું મિક્સ કરી દો. હવે ગરણી થી ગાળી ને બધા ગ્લાસ માં ખાંડ અને ફુદીના વાળું મિશ્રણ એક્સરખું લો. ત્યારબાદ સર્વ કરી વખતે ગ્લાસ માં સોડા ઉમેરી ને એકદમ ઠંડુ સર્વ કરો. ખાંડ અને લીંબુ વધુ કે ઓછું તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો. આદુ નો રસ પણ ઉમેરી શકો છો.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

Exit mobile version