ગરમીમાં બહારનો મોંઘો જ્યૂસ પીવા કરતા ઘરે ફક્ત પાંચ મિનિટમાં જ બનાવો મિક્સ ફ્રુટ જ્યૂસ

ઉનાળો શરૂ થતાની સાથે જ ઠંડાપીણા કે જ્યૂસ પીવાની ઈચ્છા થાય છે.ગરમીમાંથી રાહત મેળવવા ક્યાંય બહાર નિકળ્યા હોઈએ ત્યારે લારી કે શેરીનાં નાકે ઉભેલા જ્યૂસવાળા પાસે જ્યૂસ પી લઈએ છીએ .આ જ્યૂસ ચોખી વસ્તુ અને સારા ફ્રુટનો પ્રયોગ કરીને બનાવવામાં આવ્યો હોઈ તેની કાઈ ખાતરી નથી હોતી.ઘણીવાર જ્યૂસ ખરાબ નિકળે તો બિમારી પડી જવાય છે.જ્યૂસનાં બદલે ઠંડુ પાણી પીવાનું વિચાર કરતા હોઈ તો જાણી લેજો કે વધારે પડતુ કોલ્ડડ્રિંક્સ પીવાથી શરીરને નુક્સાન પહોચે છે.તેના કરતા જ્યારે બજારમાં ફળ સસ્તા મળતા જ હોય તો ઘર પર બનાવેલો ચોખ્ખો જ્યૂસ જ કેમ ન પીવો?તમે ઘર પર બસ પાંચ મિનિટમાં જ મિક્સ ફળનો જ્યૂસ તૈયાર કરી શકો છો.

સામગ્રી

માલ્ટા ઓરેંજ-૪ નંગ

સંતરા-૩ નંગ

કાળી દ્રાક્ષ- ૧૦૦ ગ્રામ

લીલી દ્રાક્ષ-૫૦ ગ્રામ

દાડમ- ૧ નંગ

બનાવવાની રીત : ફ્રુટ પ્રોસેસર અથવા જ્યૂસરમાં માલ્ટા ઓરેંજ અને સંતરાનો જ્યૂસ કાઢી લો.ત્યારપછી કાળી અને લીલી દ્રાક્ષ તથા દાડમનો રસ જ્યૂસ બાઉલમાં બનાવી લો.દાડમ-કાળી અને લી દ્રાક્ષનાં જ્યૂસને ગળણી વડે ગાળી લો.હવે માલ્ટા ઓ રેંજ અને સંતરાનાં જ્યૂસ સાથે કાળી-લીલી દ્રાક્ષ તેમજ દાડમનો જ્યૂસ મિક્સ કરી લેવો.ફ્રિજમાં ઠંડો કરી આ જ્યૂસનો આનંદ માણો.મહત્વની વાત : ગરમીમાં આ જ્યૂસ શક્તિ,સ્ફૂર્તિ તેમજ તાજગી પ્રદાન કરે છે.આ જ્યૂસમાંથી આયરન અને વિટામીન સી મળે છે.બહારથી લેવા જશો તો ૧ ગ્લાસ જેટલો રૂપિયાનો આવશે તેટલા જ રૂપિયામાં ૪ માણસ આરામથી ઘરે આ બનાવેલો જ્યૂસ પી શકસે.