ઘઉંના લોટની ગાર્લિક નાન ઓવન કે તંદૂર વગર રેસ્ટોરન્ટ સ્ટાઇલથી…

આજે આપણે ઘઉંના લોટની ગાર્લિક નાન ઓવન કે તંદૂર વગર રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવીશું. અને ઈસ્ટ ની પણ જરૂર નહીં પડે. તેમાં કોઈ મેંદો પણ નથી ઉમેરવાના. તો ચાલો જોઈએ ફટાફટ બને એવી ગાર્લિક નાન.

સામગ્રી

  • ઘઉંનો લોટ
  • બેકિંગ પાવડર
  • બેકિંગ સોડા
  • ખાંડ
  • તેલ
  • દહીં
  • કોથમીર
  • કસ્તુરી મેથી
  • સફેદ તલ
  • લસણ

રીત-

1- સૌથી પહેલા ત્રણ કપ ઘઉંનો લોટ લઈશું.તેમાં એક ચમચી બેકિંગ પાવડર ઉમેરીશું. અને અડધી ચમચી બેકિંગ સોડા ઉમેરીશું. અને એક ચમચી ખાંડ ઉમેરીશું. હવે બે ચમચી તેલ ઉમેરીશું.

2-હવે ૩ ચમચી દહીં ઉમેરી શું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શું. હવે બધી સામગ્રીને સરસ મિક્સ કરી લઈશું. હવે હૂંફાળા પાણીથી લોટ બાંધી લઈશું. તેમાં પાણી થોડું થોડું ઉમેરતા જઈશું.જેથી લોટ સરખો બંધાય.અને આપણે રોટલી જેવો જ લોટ બાંધવાનો છે.

3- તમે વીડિયોમાં જોઈ શકો છો કે લોટ સરસ બંધાઈ ગયો છે. હવે તેલવાળો હાથ કરીને થોડું વધુ મસળી લઈશું. હવે લોટને એક કલાક માટે ઢાંકીને રાખી શું.

4- હવે પા કપ ઝીણી સમારેલી કોથમીર લઈશું. બે ચમચી કસ્તુરી મેથી લઈશું. ત્યારબાદ બે ચમચી સફેદ તલ ઉમેરી શું. હવે તેને સરસ મિક્સ કરી લઈશું. ત્યારબાદ ગાર્લિક નાન હોવાથી ચારથી પાંચ કડીની લસણની પેસ્ટ બનાવી દઈશું. અને એક બાઉલમાં પાણી ભરીને રાખીશું.

5- હવે લોટને ફરીથી હાથ થી મસળી લઈશું. જરૂર પડે તો તમે તેલ લઈ શકો છો. હવે તેના નાના નાના ગુલ્લા કરી લઈશું. બીજી બાજુ ગેસ પર એક તવીને ગરમ કરવા મુકીશું. હવે એક ગુલ્લુ લઈશું. હવે તમે ત્રિકોણ પણ વણી શકો છો.ગોળ પણ વણી શકો છો.

6- હવે આપણે કોરો લોટ લઈ નાન ને વણી લઈશું.હવે ગુલ્લાં પર જે કોથમીર નું મિશ્રણ મિક્સ કર્યું હતું તે મુકીશું. ત્યારબાદ અડધી ચમચી લસણની પેસ્ટ મુકીશું. હવે દબાવીને તેની પર સૂકો લોટ અને ભભરાવી ને વણી લઈશું.તેને હાથ થી પણ વણી શકો છો.કે પછી વેલણની મદદથી પણ વણી શકો છો.

7- હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે આપણે નાન ને બહુ સરસ વણી લીધી છે. હવે બીજી સાઈડ પર પાણી થોડું લગાવી લેવાનું છે. તે તવીમાં ચોંટી જાય છે અને જ્યારે તમે તમે ઊંધી કરશો ત્યારે પડશે નહીં.તો આપણે તેને બધી બાજુ બરાબર પાણી લગાવી લઈશું.

8- હવે પાણી વાળી સાઈડ નીચે જવા દેવાની છે. ગરમ કરેલી તવી પર તેને શેકી લઈશું. તમે વીડિયોમાં જોઈ શકો છો કે સરસ ચોંટી ગઈ છે. ઉપરથી પરપોટા જેવું આવવા લાગ્યું છે. જ્યારે તેવું દેખાવા લાગે ત્યારે તવીને ઉંધી કરી લેવાની. હવે આપણે ગેસને ફાસ્ટ કરીશું. હવે ફેરવતા ફેરવતા નાન શેકાઈ જાય તેવી રીતે ફેરવી લઈશું.

9- હવે આપણે તેને વચ્ચે વચ્ચે જોતા રહીશું. હજુ પૂરી શેકાઈ ગઈ નથી. ફરીથી ગેસ પર ઉંધી શેકી લઈશું. હવે તમે વીડિયોમાં જોઈ શકો છો કે નાન સરસ શેકાઈ ગઈ છે. સરસ કલર આવી ગયો છે. હવે નાન ને ઉતારી લઇશું. હવે નાન ગરમ હોય ત્યારે જ તેની પર બટર લગાવી દઈશું. આ બહુ ટેસ્ટી બને છે અને ફટાફટ પણ બને છે. તમે પણ ઘરે જ બનાવો જો આ રીતથી બનાવશો તો પરફેક્ટ બનશે.

વિડિઓ રેસિપી :


રસોઈની રાણી : કરિશ્મા પંડ્યા

Youtube Link :ચેનલ સાથે જોડાવવા અહીંયા ક્લિક કરો.

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.