ગાર્લિક ખોબા રોટી – આ એટલી ક્રીસ્પ બને છે કે શાક વગર પણ ખાઇ શકાય છે..

ગાર્લિક ખોબા રોટી

રાજસ્થાનના સુંદર કિલ્લાઓ, મહેલો અને કળાના વખાણ તો તમે કાયમ સાંભળ્યાં હશે પરંતુ ત્યાંનું ફૂડ પણ એટલું જ પ્રસિદ્ધ છે. જો તમે ફૂડ લવર હોવ તો તમે રાજસ્થાની વાનગીઓનો સ્વાદ ચોક્કસ ચાખ્યો હશે, પરંતુ તે ઘરે કઈ રીતે બનાવી શકાય તે નથી જાણતા હોવ. તેથી આજે અમે તમારા માટે ટેસ્ટી અને સ્વાઇસી રાજસ્થાની વાનગીઓની રેસિપિ લઈને આવ્યાં છીએ. આ રેસિપિ સ્વાદમાં ચટાકેદાર હોવાની સાથે-સાથે રાજસ્થાની વાનગીઓમાં ખાસ સ્થાન ધરાવે છે. તો નોંધી લો આ ખાસ રેસિપિ અને ટ્રાય કરો તેને તમારા રસોડે.

આ રાજસ્થાની રોટી છે…આ એટલી ક્રીસ્પ બને છે કે શાક વગર પણ ખાઇ શકાય છે…. લસણ નો સ્વાદ ખુબજ સરસ આવે છે…. તમે પણ ટ્રાય કરી જુઓ…

સામગ્રી :

  • 1 કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • પાણી જરૂર મુજબ
  • 1/2 ચમચી લસણ
  • 1 ચમચી કસુરી મેથી
  • 1/2 કપ ઘી

રીત :

1.. 2 ચમચી ઘી અને બાકી ની બધી સામગ્રી મીક્સ કરી 1 કપ ઘઉંનો લોટ,મીઠું સ્વાદ અનુસાર,1/2 ચમચી લસણ ,1 ચમચી કસુરી મેથી જરૂર મુજબ પાણી ઉમેરી રોટલી ના લોટ થી થોડો કઠણ લોટ બાંધવો… આ લોટ ને રેસ્ટ આપવા ની જરૂર નથી મે લસણ પણ લઇ શકો છો… ગાર્લીક પાઉડર નો ઉપયોગ પણ લઇ શકો છો…કર્યો છે પણ તમે લીલું લસણ પણ લઇ શકો છો…

3..લોટ માથી મોટો ગોળ કરી જાડી રોટલી વણી લો એક તરફ ચાકુ થી કટ લગાવી લો જેથી ફુલે નહીં… બીજી તરફ ચીપીયા ની મદદથી ડીઝાઇન કરી લો.. મનપસંદ ડીઝાઇન કરી શકો છો.હાથ ની ચપટી થી પણ ડીઝાઇન કરી શકો છો…

તવી ગરમ કરી બન્ને તરફ ઘી લગાડી ઘીમાં તાપે શેકી લો…

4..ગરમાગરમ ગાર્લીક ખોબા રોટી પીરસો…

નોંધ :

– આમાં ઘઉંનો જાડો લોટ પણ લઇ શકો છો …

– ઘી ને બદલે તેલ નું મોંન પણ લઇ શકો છો …

– આ રોટી તમે માટી ની તાવી પર સેકી શકો છો ….અને ઉપર થી ઘી લગાવી શકો છો …

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ